Homeતાપણુંહાર્યા બાદ પણ ઈસુદાને કહ્યું, ‘ટાઈગર અભી ઝિંદા હૈ’

હાર્યા બાદ પણ ઈસુદાને કહ્યું, ‘ટાઈગર અભી ઝિંદા હૈ’

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપે 150થી વધુ બેઠક પર જીત મેળવીને ઈતિહાસ રચી દીધો છે. તો આમ આદમી પાર્ટી જેટલી ગાજી તેટલી વરસી નથી અને માત્ર પાંચ સીટ જીતવામાં સફળ રહી છે. આમ આદમી પાર્ટીના મોટા ચહેરાઓ હાર્યા છે જ્યારે જે ઉમેદવારોની જીતની આશા ન હતી તે ઉમેદવારોએ જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો એવા ઈસુદાન ગઢવીની ખંભાળિયાથી હાર થઈ છે. અહીંયા ભાજપના મુળુ બેરાએ જીત મેળવી છે. શરૂઆતના રાઉન્ડમાં ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા પરંતુ પાછળના રાઉન્ડમાં લીડ ઘટી હતી અને મુળુ બેરા આગળ નીકળી ગયા હતા. હાર બાદ પણ ઈસુદાન ગઢવીએ ફેસબુક પર પોસ્ટ કરીને સૌનો આભાર વ્યક્ત કર્યો છે અને આગામી દિવસોમાં આ લડત ચાલુ રાખવાનું કહ્યું છે.

શું કહ્યું ઈસુદાને ?

ખંભાળિયા અને ગુજરાતની દરેક બેઠક પર ચુંટણી દરમ્યાન તન, મન અને ધનથી સહયોગ આપનાર તમામ કાર્યકર્તાઓ, યુવાનો, સગાઓ, પરિચિતો, સ્નેહીઓ, શુભચિંતકો સહિત આટલો પ્રેમ અને મત આપનાર પ્રેમાળ જનતાનો ખુબ ખુબ આભાર તેમજ વિજેતા ઉમેદવારને અભિનંદન.. જિંદગીમાં પ્રથમ ચુંટણી લડ્યો  અને શક્તિશાળી લોકો સામે પુરી તાકાતથી લડાઈ લડ્યો એનું ગર્વ છે.  

આમ આદમી પાર્ટીને 30 લાખથી વધુ લોકોએ મત આપ્યા એ સૌને દિલથી વંદન અને તમારા માટે પાંચ વર્ષ તમારી સેવામાં અવિરત રહીશું !  જનતા માટે લડવા નીકળ્યા છીએ લડતા રહીશું ! જનતાનો ચુકાદો માથા પર ચડાવીએ છીએ !ભાજપ ,કોંગ્રેસ અને અમારા આપ ના જીતેલ ઉમેદવારોને પણ ખુબ ખુબ અભિનંદન.

ખભાળિયાના 60 હજાર મતદારોએ મત કર્યા છે એના માટે રાત દિવસ સેવા કરીશ ! સૌ દોસ્તો, વડીલો, આગેવાનો અને દિવસરાત મહેનત કરનાર તમામ યોદ્ધાઓને નમન..

જય હિન્દ. અને હા …..

ટાઇગર અભી જિંદા હૈ !

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments