Homeતાપણુંચૂંટણીના દિગ્ગજ ચહેરા: હાર્દિક, અલ્પેશ, મેવાણી, ઇટાલિયા, મધુ શ્રીવાસ્તવ જાણો કોણ જીત્યું...

ચૂંટણીના દિગ્ગજ ચહેરા: હાર્દિક, અલ્પેશ, મેવાણી, ઇટાલિયા, મધુ શ્રીવાસ્તવ જાણો કોણ જીત્યું કોણ હાર્યું ?

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું ભાજપે તમામના સૂપડા સાફ કરી નાખ્યા છે. હાર્દિક પટેલ, ઇસુદાન ગઢવી, અલ્પેશ ઠાકોર, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઇટાલિયા, જીજ્ઞેશ મેવાણી, ચૈતર વસાવા, મધુ શ્રીવાસ્તવ જેવા દિગ્ગજ ચહેરોઓ પર તમામની નજર હતી.

હાર્દિક પટેલ (ભાજપ)- વિરમગામ બેઠક પરથી જીત

અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠક પર 29 વર્ષીય હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર છે. હાર્દિક પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હતો. તેણે 2015માં અમદાવાદમાં મોટી સંખ્યામાં પાટીદારોને એકઠા કરી આંદોલનું રણશીંગુ ફૂ્કયું હતું. બાદમાં ગુજરાતમાં આંદોલને જોર પકડ્યું હતું. આંદોલનમાં પાટીદારના 14 યુવાનના મૃત્યુ થયા હતા. હાર્દિક પટેલના પાટીદાર આંદોલનની અસર 2017ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી અને ભાજપે ઘણી સીટો ગુમાવી હતી. બાદમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયો હતો. હવે જીત મેળવી છે.

ઇસુદાન ગઢવી (આપ)- ખંભાળિયા બેઠક પરથી હાર

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો CM ચહેરો અને ખંભાળિયા બેઠકના આપના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઈ ગઢવી ખેડૂત હતાં. બાદમાં ઈસુદાન તેમની માતા પત્ની અને બે બાળકો સાથે અમદાવાદમાં સ્થાઈ થયાં હતા. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે 2005માં તેમણે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ તેમણે દૂરદર્શનના યોજના નામના કાર્યક્રમમાં જોડાયાં હતાં.

અલ્પેશ ઠાકોર (ભાજપ)- ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જીત

ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીત થઈ છે. કોંગ્રેસ પક્ષથી પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું હતું. 2017માં કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી જીત મેળવી અને ધારાસભ્ય બન્યા હતા. બાદમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. 2019ની રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં તેમની હાર થઈ હતી.

અલ્પેશ કથીરિયા (આપ)- વરાછા રોડ બેઠક પરથી હાર

સુરતની વરાછા માર્ગ બેઠકના આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની હાર થઈ છે. અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની અને નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. 2015માં હાર્દિક પટેલ સુરત આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ ત્યારથી આ આંદોલનમાં જોડાયો હતો.

જિગ્નેશ મેવાણી (કૉંગ્રેસ) વડગામ બેઠક પરથી જીત મેળવી

જિગ્નેશ મેવાણી ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં ખૂબ જ જાણીતો ચહેરો છે. તેઓ ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. વડગામ બેઠક પરથી તેમની જીત થઈ છે.

ગોપાલ ઇટાલિયા (આપ)- કતારગામ બેઠક પરથી હાર

સુરતની કતારગામ બેઠકના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પાટીદાર આંદોલનનો ચહેરો હતા. તેમણે હાર્દિક પટેલ સાથે મળીને ગુજરાતમાં પાટીદાર અનામત માટે આંદોલન શરૂ કર્યું હતું. ગોપાલ ઇટાલિયા ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે. કતારગામ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડતા હાર થઈ છે.

ચૈતર વસાવા (આપ)- જીત થઈ છે

ગુજરાતના રાજકારણમાં એક વિચારતા કરી મૂકે એવી ઘટનાએ આકાર લીધો છે. એક સમયે જેનો ડંકો વાગતો હતો એ ‘દાદા’ નામથી પ્રખ્યાત છોટુભાઈ વસાવાના ગઢના કાંગરા ખરવા લાગ્યા છે. એક 34 વર્ષના આદિવાસી યુવાન ચૈતર વસાવાએ બીટીપીની વિરાસતને પડકાર ફેંક્યો છે. સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારનો દીકરો ચૈતર વસાવા ડેડિયાપાડાથી આપમાંથી ચૂંટણી મેદાનમાં ઊતર્યો છે. નળિયાવાળું સામાન્ય ઘર, લાદીના બદલે માટીનું લીપણ કરીને રહેતા ચૈતર વસાવાની આજકાલ ચારેબાજુ ચર્ચા છે. જેમાં જીત થતા વધારો થયો છે.

મધુ શ્રીવાસ્તવ (અપક્ષ)- વાઘોડિયા બેઠક પરથી હાર થઈ

છેલ્લા ઘણી ચૂંટણીઓમાં વિજયી બનતા આવતા વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની હાર થઈ છે. મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતાં તેઓએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમ છતાં તેમની હાર થઈ હતી. વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહની જીત થઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments