Homeતાપણુંભાજપનો ગાયબ બ્લોક પ્રમુખ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યના ઘરમાં બંધક હતો, પોલીસે માંડ...

ભાજપનો ગાયબ બ્લોક પ્રમુખ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યના ઘરમાં બંધક હતો, પોલીસે માંડ છોડાવ્યો

Team Chabuk-Political Desk: છેલ્લા પાંચ મહિનાથી ગાયબ બહાદુરપુરનો બ્લોક પ્રમુખ રામ કુમાર પોલીસને સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અને નવનિર્વાચિત ધારાસભ્ય મહેન્દ્રનાથ યાદવના ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસ ફોર્સે શુક્રવારના રોજ ધારાસભ્યના ઘરમાં દરોડા પાડ્યા હતા. જ્યાં બંધક બ્લોક પ્રમુખને છોડાવ્યો હતો. આ પહેલા કલવારી પોલીસ સ્ટેશનમાં બ્લોક પ્રમુખના સાળા ઓમપ્રકાશે અપહરણનો કેસ ફાઈલ કરાવ્યો હતો.

એસપી આશીષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 18મી માર્ચની સાંજે કલવારી પોલીસ સ્ટેશન પર આવી ઓમપ્રકાશે સૂચના આપી હતી કે તેના જીજા અને બહાદુરપુરના બ્લોક પ્રમુખ રાજકુમારને તારીખ 23 ઓક્ટોબર 2021ના રોજ સપાના જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રનાથ યાદવ પોતાની સાથે લઈ ગયા છે. 17 માર્ચની રાત્રે રામકુમારે પોતાના સાળા ઓમપ્રકાશને ફોન કરી જણાવ્યું હતું કે તેમને મહેન્દ્રનાથ જબરદસ્તી પોતાના આવાસમાં બંધક બનાવીને રાખેલ છે અને તેને નીકળવા નથી દઈ રહ્યા.

એસપીના જણાવ્યા અનુસાર, ઓમપ્રકાશે રામકુમારની વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ સોંપી હતી. જ્યારે પોલીસ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્રનાથના ઘરે પહોંચી તો ત્યાં રામકુમાર હાજર હતો. તેને ત્યાંથી છોડાવી પરિવારજનોને સોંપી દીધો હતો. જણાવી દઈએ કે 23 ઓક્ટોબરના રોજ ભાજપ સમર્થીત બ્લોક પ્રમુખ અચાનક લાપતા થઈ ગયો હતો. એ સમયે ચૂંટણીનો જંગ જામ્યો હોવાથી એવું કહેવાતું હતું કે એ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ચૂક્યો છે, પણ વાત કંઈક અલગ જ નીકળી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments