Team Chabuk-National Desk : એક ચીફ મિનિસ્ટર છે. નવી આવેલી ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટરની વાત નથી કરતા. આ કોઈ કોમેડી શો પણ નથી ચાલી રહ્યો. મહામજાક કરનારા વ્યક્તિ છે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવ. જે અવારનવાર પોતાની બુદ્ધિમતાના કારણે સમાચારોમાં ચમક્યા કરે છે.
કોઈવાર તેઓ મહાભારતકાળમાં ઈન્ટરનેટ હોવાના દાવા કરી સોશિયલ મીડિયાને મીમ માટેનું મટીરીયલ પૂર્ણ પાડે છે. બ્રિટનનો વિરોધ કરતા રવિન્દ્રનાથ ટાગોરે નોબલ પ્રાઈઝ પરત કરી દીધું હોવાનું પણ આ મુખ્યમંત્રીએ જ કહેલું. હકીકતે રવિન્દ્રનાથ ટાગોરે બ્રિટનને નાઈટહુડ પરત કર્યું હતું. એ પણ જલિયાવાલા બાગમાં થયેલા નરસંહારથી વ્યથિત થઈને. નાઈટહુડને સરનો ઈલકાબ કહેવાય.
આ મુખ્યમંત્રીનું સૌથી મોટું બ્લન્ડર તો એ છે કે તેમણે મેકેનિકલ એન્જિનિયરોએ સિવિલ સર્વિસ જોઈન ન કરવી જોઈએ, પણ સિવિલ એન્જિનિયરોએ સર્વિસ જોઈન કરવી જોઈએ, કારણ કે તેમને સોસાયટી બનાવતા આવડે છે. હૈ ?
એમણે કહેલું કે, આપણે જ્યારે પંજાબ વિશેની વાત કરીએ છીએ ત્યારે સરદાર કોઈનાથી પણ ડરતાં નથી. તેઓ ઓછા બુદ્ધિશાળી પણ મજબૂત હોય છે. હરિયાણાના જાટને તેની મજબુતાઈમાં કોઈ ન પહોંચે પણ તેમની પાસેય ઓછું મગજ છે. વાસ્તવમાં આ બધું જ્ઞાન વોટ્સએપ યુનિવર્સિટીમાં રખડતું હોય છે એવું નથી લાગતું ?
अगरतला प्रेस क्लब में आयोजित एक कार्यक्रम में मैंने अपने पंजाबी और जाट भाइयों के बारे मे कुछ लोगों की सोच का जिक्र किया था। मेरी धारणा किसी भी समाज को ठेस पहुंचाने की नहीं थी।
— Biplab Kumar Deb (@BjpBiplab) July 21, 2020
मुझे पंजाबी और जाट दोनों ही समुदायों पर गर्व है। मैं खुद भी काफी समय तक इनके बीच रहा हूँ।
હવે આ નેતાએ ફરી એકવાર અજીબ નિવેદન આપ્યું છે. એ નિવેદન ધડમાથા વિનાનું છે. અગરતલામાં થયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, ભાજપ એ ન માત્ર દેશમાં પણ પાડોશી દેશમાં પણ વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે નેપાળ અને શ્રીલંકામાં ભાજપ ભગવો લહેરાવવાની હોવાની મહાત્વાકાંક્ષાનો ખુલાસો કર્યો હતો.
બિપ્લબ દેવે કહ્યું કે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતાં ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમની યોજના નેપાળ અને શ્રીલંકામાં પોતાની સરકાર બનાવવાની છે. મુખ્યમંત્રી બિપ્લબ દેવે 2018માં અમિત શાહ સાથે થયેલી વાતચીતની વાત સામે મુકતા કહ્યું હતું કે, અમિત શાહ જે સમયે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એ સમયે તેમણે આ વાત કહી હતી.
એ સમયે અમિત શાહે ભારતના મોટાભાગના રાજ્યોમાં વિજેતા થયા બાદ વિદેશી વિસ્તારની પણ ચર્ચા કરી હતી. આ વાતચીતના આધાર પર બિપ્લબ દેવે કહ્યું કે, અમે અતિથિગૃહમાં બેસીને વાત કરી રહ્યા હતા. જેમાં અજય જમ્વાલે કહ્યું હતું કે, ભાજપે અસંખ્ય રાજ્યોમાં પોતાની સરકાર બનાવી લીધી છે. તેના પર અમિત શાહે જવાબ આપ્યો કે હવે શ્રીલંકા અને નેપાળમાં વિસ્તાર કરવાનો છે.
આ સિવાય મુખ્યમંત્રી બિપ્લબ દેવે બજેટની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ભારતની નીતિઓ બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળને આત્મનિર્ભર બનાવવા સક્ષમ છે.
બિપ્લબ દેવના નિવેદન બાદ વિપક્ષી પાર્ટી સીપીએમ અને કોંગ્રેસે એમની વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. બંને પાર્ટીએ બિપ્લબ દેવના આ નિવેદનને અલોકતાંત્રિક બતાવ્યું છે. આ સિવાય અમિત શાહને વિદેશમાં પોતાની સરકાર બનાવવાની યોજનાના દાવા વિશે સ્થિતિ સ્પષ્ટ કરવાનું કહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત