ઝાલાવાડી જલજીરા : અનુપમા ચોપરાએ એક પુસ્તક લખ્યું છે. જે મુંબઈ મિરરમાં પ્રકાશિત થતી તેમની કોલમનો સંગ્રહ છે. અનુપમા ચોપરા હંમેશાંથી એક ફિલ્મ રિવ્યૂઅર તરીકે ગમ્યાં છે. વર્ષ 2000માં આવેલી શોલે ધ મેકિંગ ઓફ અ ક્લાસિક એમનું પ્રથમ પુસ્તક હતું. એ જ રીતે તેમણે ભારતની સૌથી મોટી અને બીજી ક્લાસિક ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પર પણ લખ્યું છે. શાહરૂખ ખાનની ઓટોબાયોગ્રાફી લખી છે. 2013ની સાલમાં ફિલ્મ્સ ટુ સી બિફોર યુ ડાઈ પુસ્તક આવ્યું. જેની થોડીક વાતો કરવી છે.
સિનેમા અને સાહિત્યનું જે લિસ્ટ કાઢીએ તેમાં એક તકલીફ રહે છે. કલા જગતને વરેલી મનુષ્યજાતિ કંઈક ને કંઈક ક્યારેક ને ક્યારેક નવું આપ્યા કરે છે. આ કારણે કલા જગતમાં 100નું લિસ્ટ તૈયાર કર્યું હોય તે વારંવાર આઉટડેટેડ થઈ જાય છે. 2013 સુધીમાં અનુપમાજીએ બનાવેલું એ લિસ્ટ હવે થોડું આઉટડેટેડ લાગે છે. નવી ફિલ્મો આવી ગઈ છે. પહેલા કરતા સારી ફિલ્મો આવી છે. કથાવસ્તુ અને સિનેમા સહિતના દરેક આયામોમાં કેટલીક ફિલ્મો જૂની ક્લાસિક ફિલ્મોને ટક્કર આપે એવી છે. ઉપરથી ટેક્નોલોજીના વધતા કદના કારણે અને ઉપયોગના કારણે પણ તે આંખોને ભાવતી થઈ ગઈ છે.
અનુપમાજી કહે છે કે, ‘ફિલ્મ એક એવું માધ્યમ છે જેમાં દરેક વ્યક્તિનું પોતાનું એક આગવું મંતવ્ય હોય છે કે આ રીતે કર્યું હોત તો સારું હતું.’
એ સમયે અનુપમાજીનું આ નિવેદન સાર્થક ન ઠરેત. હવે તો એ તદ્દન સાચા છે. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવના કારણે હવે ફેસબુકમાં અને કોમેન્ટ બોક્સમાં દરેક ફિલ્મ જોનારો વર્ગ પાંચથી આઠ લીટીમાં પોતાનો મત વ્યક્ત કરે છે. ભલે એ મત પર કોઈ માનવાનું હોય કે ન હોય, પણ તેની પોસ્ટમાં આવતી બસ્સો લાઈક અને તેના પચાસ ફોલોઅર્સ જો તેની વાતમાં માનતા હોય, તો ફિલ્મ કેટલાક અંશે હિટ હોવા છતાં પણ પડી જવાની સંભાવના રહેલી છે.

અનુપમાજીનું આખુ ફેમિલી જ ફિલ્મો અને ફિલ્મના લેખન સાથે સંકળાયેલું છે. 1982માં આવેલી ફિલ્મ પ્રેમરોગના સંવાદો એમણે લખ્યા હતા. 1989ની ફિલ્મ ચાંદનીના ડાઈલોગ પણ એમણે જ લખેલા હતા. માતા કામના ચંદ્રા પણ સ્ક્રિપ્ટ રાઈટર રહી ચૂક્યા છે. પ્રેમરોગ, ત્રિશૂળ, 1942 અ લવ સ્ટોરી, કશિશ, કરીબ અને કરીબ કરીબ સિંગલ જેવી ફિલ્મોની પટકથાઓ તેઓ લખી ચૂક્યા છે. તનુજા ચંદ્રા એમના બહેન છે. જેઓ પણ ફિલ્મ લખી ચૂક્યા છે અને બનાવી ચૂક્યા છે. દિગ્દર્શક તરીકેની તેમની બે ફિલ્મો સંઘર્ષ અને દુશ્મન અચૂક જોવી. ભાઈ વિક્રમ ચંદ્રા એક નવલકથાકાર છે. સેક્રેડ ગેમ્સ સિરીઝ તેમની જ નવલકથા પરથી બની હતી. વિધુ વિનોદ ચોપરા એમના પતિ છે. વિધુ વિનોદ ચોપરા કોણ એ કહેવાની જરૂર રહેતી નથી.
અનુપમાજી કહે છે કે, ‘કોઈ ગીત સાંભળે છે તેને ગમે છે અને નથી ગમતું, કોઈ પેંઈન્ટિંગ જુએ છે ગમે છે અને નથી ગમતું.’ હવે તો કલાની અંદર ઓતપ્રોત થયા હોય કે નહીં પણ દરેકને પોતાનો મત વ્યક્ત કરી જ દેવો છે. હિન્દી જ નહીં ગુજરાતી પત્રકારત્વમાં પણ કેટલીક વેબસાઈટોમાં એવા રિવ્યૂવીરો ખાબકી ચૂક્યા છે જેઓ ફિલ્મ વિશે હેડિંગમાં મસ્ત કેમેસ્ટ્રી છે કહી બિરદાવે છે. એ રિવ્યૂઓ હિન્દીમાંથી અનુવાદિત કરેલા હોય છે. ચોંકી ગયા ને!!!
‘લોકોને સારી ફિલ્મો જોવી ગમે છે, પણ તેઓ જાણતા નથી કે શરૂઆત ક્યાંથી કરવી. હું વારંવાર પૂછું છું કે, મને એવી ફિલ્મોની સૂચિ આપો જેને જોઈ મને મજા આવે. પુસ્તકમાં એવી ફિલ્મો છે જે મેં અસંખ્ય વખત જોઈ છે. કેટલીક એવી ફિલ્મો પણ છે જે મેં એક વખત જોઈ છે અને કોઈ દિવસ ભૂલી નથી.’
હવે અનુપમાજીએ બુકમાં કઈ કઈ ફિલ્મો જોવા વિશે કહ્યું છે તે જોઈએ. પુસ્તકના એક પાના પર એક ફિલ્મ વિશે છે. એ જ પાનાં પર ફિલ્મનું પોસ્ટર પણ છે. તેના વિશેનું લખાણ અને તેનો બેસ્ટ ટ્રીવીયા, જે કોઈ વેબસાઈટ પર પણ પ્રકાશિત થયો ન હોય તેવી અવનવી વાતો વિશે અંતમાં લખવામાં આવ્યું છે.
અમે તમને બધી ફિલ્મો વિશે નહીં જણાવીએ. નહીં જણાવવાનું કારણ એ કે તો અનુપમાજીની બુક ખરીદશે કોણ? પણ દરેક દસ ફિલ્મમાંથી ત્રણ ફિલ્મો પસંદ કરીશું. જેથી ત્રીસેક જેટલી ફિલ્મો થશે. એ જો આપે ન જોઈ હોય તો આજે જ ડાઉનલોડ કરીને જોઈ નાખજો. આ બધી ફિલ્મોની એક ખાસિયત છે કે, એ ફિલ્મો હવે થીએટરમાં લાગવાની જ નથી.
| Number | Movies |
| 1 | 40 year old virgin |
| 2 | Alien |
| 3 | Anand |
| 4 | Ardh satya |
| 5 | Bandit Queen |
| 6 | Bicycle Thieves |
| 7 | Charulata |
| 8 | Children Of Heaven |
| 9 | Chinatown |
| 10 | Citizen Ken |
| 11 | Crouching Tiger Hidden ragon |
| 12 | Deewaar |
| 13 | Enter The Dragon |
| 14 | E.T The Extra Terrestrial |
| 15 | Godfather |
| 16 | Janne Bhi Do Yaro |
| 17 | Kikujiro |
| 18 | Lawrence Of Arabia |
| 19 | Modern Times |
| 20 | Mother India |
| 21 | Mughal-e-Azam |
| 22 | Oldboy |
| 23 | Plup Fiction |
| 24 | Pyaasa |
| 25 | Rashomon |
| 26 | Seventh Seal |
| 27 | Sholay |
| 28 | Taxi Driver |
| 29 | To Kill A Mockingbird |
| 30 | Vertigo |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત