Homeસિનેમાવાદ‘અરવિંદજી લંકેશનું પાત્ર ભજવવા જ નહોતા માગતા.’: અરૂણ ગોહિલ

‘અરવિંદજી લંકેશનું પાત્ર ભજવવા જ નહોતા માગતા.’: અરૂણ ગોહિલ

Team Chabuk-Cinema Desk: રામાયણ સિરીયલમાં રામનું પાત્ર ભજવનારા અરૂણ ગોહિલે અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાની વેબસાઈટમાં અરવિંદ ત્રિવેદી વિશે આર્ટિકલ લખી પોતાની લાગણી વ્યક્ત કરી છે. તેમણે પોતાના આર્ટિકલમાં અરવિંદ ત્રિવેદીને રામાયણ સિરીયલના સૌથી મહત્વના પાત્ર તરીકે આલેખ્યા છે.

advertisement-1

અરૂણ ગોહિલ લખે છે, ‘રાવણનું પાત્ર ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું. અને તેઓ પોતાના પાત્રમાં એટલા પ્રભાવી લાગતા હતા કે લોકો સાચેક તેમને રાવણ માનતા હતા. આ ધારાવાહિકમાં તેમના દ્વારા બોલવામાં આવેલા સંવાદો તો એટલા લોકપ્રિય થઈ ગયા હતા કે, તેમને ઘર ઘરમાં ઓળખ મળી ગઈ હતી. જોકે તેનાથી બિલકુલ વિપરિત અરવિંદ ત્રિવેદી પોતાની અસલ જિંદગીમાં ધાર્મિક વ્યક્તિ હતા.’

advertisement-1

અરવિંદ ત્રિવેદીની રાજકીય કારકિર્દી પર પ્રકાશ પાડતા અરૂણ ગોહિલે લખ્યું છે, ‘40 વર્ષ સુધી ગુજરાતી સિનેમામાં અભિનેતા તરીકે કામ કરનારા અરવિંદ ત્રિવેદીજી, 1991માં ગુજરાતના સાબરકાંઠાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની સંસદ સુધી પહોંચ્યા હતા. જોકે એક અભિનેતાને રાજનીતિ પસંદ ન આવી. તેઓ રાજનીતિ છોડી ફરી અભિનય કાર્યમાં લાગી ગયા.’

advertisement-1

જૂની યાદોને વાગોળતા અરૂણ ગોહિલે લખ્યું છે કે, ‘મારી જાણકારી પ્રમાણે અરવિંદ ત્રિવેદીજી રાવણનો રોલ કરવા ઈચ્છતા નહોતા. તેઓ રામાનંદ સાગરજી પાસે કેવટના પાત્ર માટે ગયા હતા. જોકે રામાનંદ સાગરજીએ તેમની અંદરના સશક્ત અભિનેતાને ઓળખી લીધો હતો. તેમણે કહ્યું કે, ‘મને મારો લંકેશ મળી ગયો. હવે તું રાવણનું પાત્ર ભજવીશ.’ બસ અહીંથી જ આખી વાર્તાનો આરંભ થયો.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments