Homeસિનેમાવાદઅરવિંદ ત્રિવેદીએ લંકેશ રાવણના રોલ માટે આ રીતે અમરીશ પુરીને પરાજય આપેલો

અરવિંદ ત્રિવેદીએ લંકેશ રાવણના રોલ માટે આ રીતે અમરીશ પુરીને પરાજય આપેલો

ઝાલાવાડી જલજીરા: અભિનેતા જો પ્રતીક્ષા કરે તો તેના માટે એક એવું પાત્ર તૈયાર જ બેઠું હોય છે, જે તેના જીવન સાથે જોડાય જાય. એ પાત્રથી ખૂદ તે અળગું થવાનો વિચાર કરે, તોપણ ન થઈ શકે. અન્ય કોઈ માટે આ શબ્દો સાચા પડે કે ન પડે, પણ રામાયણના એક એક પાત્ર સાથે આ વાક્યોને સ્નાનસૂતકનો સંબંધ છે. આજે અરવિન્દ ત્રિવેદીનું નિધન થયું. અલગ અલગ રીતે લોકો તેમને યાદ કરી રહ્યા છે. એમણે રાવણના પાત્રમાં જીવ ફૂંકી દીધો હતો. અરવિન્દજી પછી જેટલા પણ અભિનેતાઓ રાવણ બન્યા તેમણે કોઈને કોઈ રીતે અરવિન્દ ત્રિવેદીના પાત્રનો અભ્યાસ કરવો પડ્યો. ક્ષણવાર માટે પણ ન ફરકતી પાંપણો. વિશાળ ચહેરો. ચહેરા પર લેબલની જેમ ચોંટી ગયેલો ગુસ્સો. કાળી લાંબી મૂછો. તેના પર શાહી મુગટ. આ ઓળખ રાવણની છે તેવું અરવિન્દ ત્રિવેદીએ સાબિત કર્યું.

advertisement-1

રામાનંદ સાગર રાવણના રોલ માટે એ સમયના ખૂંખાર વિલન અને અભિનેતા અમરીશ પુરીને કાસ્ટ કરવા માગતા હતા. આ વાતનો ખુલાસો એક સમયે ખૂદ અરવિંદ ત્રિવેદીએ કર્યો હતો. ટીમે રામાનંદ સાગરને અમરીશ પુરીની વાત કરી હતી, પણ અમરીશ પહોંચે તે પહેલા રોલ અરવિંદના હાથમાં આવી ગયો અને અરવિંદે રોલમાં જીવ ફૂંકી દીધો. આ વાત રામ બનતા અરૂણ ગોહિલે કંઈક આ રીતે કહી છે, ‘તેઓ રામાનંદ સાગરજી પાસે કેવટના પાત્ર માટે ગયા હતા. જોકે રામાનંદ સાગરજીએ તેમની અંદરના સશક્ત અભિનેતાને ઓળખી લીધો હતો. તેમણે કહ્યું કે, ‘મને મારો લંકેશ મળી ગયો. હવે તું રાવણનું પાત્ર ભજવીશ.’ ખૂબ ઓછા લોકોને આ વાતનો ખ્યાલ હશે, રામાયણ પર જાપાનની પ્રોડક્શન કંપનીએ એનિમેશન સિરીયલ બનાવી હતી. તેમાં હિન્દીમાં રાવણના રોલનો અવાજ અમરીશ પુરીએ આપેલો હતો.

advertisement-1

અરવિંદ ત્રિવેદી ઓડિશન દેવા માટે આવ્યા ત્યારે તેમના ચહેરાના હાવભાવ જોતા વેત રામાનંદ સાગરને ખ્યાલ આવી ગયો હતો કે લંકેશ રાવણ માટે આ અભિનેતા પરફેક્ટ છે. ઓડિશનમાં એક પણ સંવાદ બોલ્યા વગર અરવિંદ ત્રિવેદીને પસંદ કરી લેવામાં આવ્યા હતા. અરવિંદને પણ આ વાતનું આશ્ચર્ય થયું હતું. કદાચ અરવિંદ ત્રિવેદીનો પૃથ્વી પર જન્મ જ શિવભક્ત રાવણનો રોલ પ્લે કરવા માટે થયો હતો.

advertisement-1

રામાયણ સિરીયલમાં રામનું પાત્ર ભજવતા અરૂણ ગોહિલ અને રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદી એક બીજાના દુશ્મન હોય છે, એ વાતથી આપણે પરિચિત છીએ. પણ વાસ્તવિક જિંદગીમાં તેઓ એકબીજાના પાક્કા મિત્ર હતા. મોટાભાગના આયોજનમાં તેઓ સાથે જ જતાં હતાં.

advertisement-1

રામાયણ સિરીયલમાં એક સંવાદ છે. ‘શ્રી મત બોલો.’ તેનાથી વિપરિત અરવિંદ ત્રિવેદીનું હતું. તેઓ રામભક્ત હતા. તેમનું માનવું હતું કે રામજીની કૃપાથી જ તેમને રામાયણમાં રોલ મળ્યો હતો. શૂટિંગમાં અરવિંદ રામ નામનું હળહળતું અપમાન કર્યા બાદ, શૂટિંગ પૂર્ણ થતાં જ રામની માફી માગતા હતા. રામના નામનું વ્રત પણ તેઓ કરતા હતા.

advertisement-1

રામાયણમાં કામ કર્યાંના 33 વર્ષ બાદ પણ અરવિંદ ત્રિવેદી પોતાના શૉના કલાકારો સાથે જોડાયેલા રહ્યા. શૉની સ્ટારકાસ્ટ સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. તેમાંની એક ખાસ તસવીર એટલે લક્ષ્મણ બનતા સુનીલ લહરીની સાથે તેઓ એકબીજાને ભેટતા જોવા મળી રહ્યા છે.

advertisement-1

વૃદ્ધ થઈ ગયા હોવા છતાં 2020 કોરોના લોકડાઉનમાં તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તેઓ રામાયણ ધારાવાહિક જોતાં હતાં. વાઈરલ થયેલા આ વીડિયોમાં યુઝર્સ કોમેન્ટ થકી એક જ વાત કરતા હતા કે, ‘કોઈ રાવણનું પાત્ર આપના જેટલું સુંદર રીતે ન ભજવી શકે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments