Homeવિશેષમગફળીમાં સફેદ ફૂગના નિયંત્રણ માટે શું કરવું?

મગફળીમાં સફેદ ફૂગના નિયંત્રણ માટે શું કરવું?

ડો. ગની પટેલ: મગફળીમાં સફેદ ફૂગ (સ્કલેરોસીયમ રોલફસાઈ) ના અલગ અલગ સ્ટેજ હોય છે, મગફળીના પાકમાં સફેદ તાંતણા દેખાય છે તે માયસેલિયા સ્વરૂપે છે અને તે પાકને નુકસાન કરે છે. જ્યારે રાયના દાણા જેવા દેખાય છે તે સ્કલેરોસિયા છે જેને ફૂગનું બીજ કહી શકાય તેમાંથી ફરીવાર ફૂગ ઉગી નીકળે છે અને ફેલાય છે.

જ્યારે મગફળી પરિપક્વ અવસ્થાએ હોય ત્યારે સફેદ ફૂગ મગફળીના ડોડવા પર હુમલો કરે છે, જેથી ઉત્પાદન અને ગુણવત્તા ઘટે છે. આ રોગના નિયંત્રણ માટે મોનીટર HP ખૂબ જ ઉપયોગી છે અને એ એક માત્ર ઉપાય છે. મોનિટરનો ઉપયોગ મગફળીમાં બે વખત કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે.

પ્રથમ વખત પાક 30 દિવસનો થાય ત્યારે અને બીજી વખત પાક 50 થી 60 દિવસનો થાય ત્યારે સેન્દ્રિય પદાર્થ કે રેતી, માટી અથવા પાણી સાથે 1 વિઘામાં 250 ગ્રામ મિક્સ કરી જમીનમાં થડ વિસ્તારમાં આપવાની ભલામણ છે.

advertisement-1

આ ફોટા આજના છે. હાલમાં વરસાદ પછી આ ફૂગ વધુ દેખાય છે માટે ત્વરિત મોનીટરનો ઉપયોગ કરવાથી ખૂબ સારું પરિણામ મળશે અને જમીનમાં સફેદ ફૂગનું પ્રમાણ ઘટશે.જેથી નવા વવાતા પાકમાં અને આવતા વર્ષે મગફળીમાં પણ સફેદ ફૂગનો ઉપદ્રવ ઘટાળી શકાય છે..માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે આપ સૌ મિત્રો ગ્રુપમાં શેર કરશો તો બધાને ફાયદો થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments