Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ખળભળાટ જોવા મળ્યો છે. ચૂંટણી પહેલા ભરૂચની જંબુસર અને વાગરા બેઠકના ભાજપના ઉમેદવારની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં આ યાદી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને સંબોધીને જાહેર થઈ ગઈ છે. જોકે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ યાદીને તથ્ય વગરની ગણાવી છે. મનસુખ વસાવાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘કેટલાંક મહત્વાકાંક્ષી લોકોએ આવું કૃત્ય કર્યું છે. આ યાદી બિલકુલ ખોટી અને તથ્યથી વેગળી છે. આવું કરનારા સામે પગલાં ભરવામાં આવશે.’ વધુમાં મનસુખ વસાવાએ ચૂંટણી લડવાની પણ તૈયારી દર્શાવી દીધી છે. મનસુખ વસાવાએ નાંદોદ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે.

બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ પણ ફુલ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પણ 15 ઓક્ટોબરની આસપાસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત મેળવવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ચાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
