Homeતાપણુંઅટલજીએ ગુસ્સામાં કહ્યું, ‘હું પોતાને જ ભારત રત્ન આપી દઉં કે ?’

અટલજીએ ગુસ્સામાં કહ્યું, ‘હું પોતાને જ ભારત રત્ન આપી દઉં કે ?’

અટલ બિહારી વાજપેયી એક એવું વ્યક્તિત્વ જે આપણી વચ્ચે નથી પરંતુ તેમની યાદો હંમેશાં આપણી સાથે છે. તેમની યાદો હંમેશાં આપણી સાથે જીવતી રહેશે. એ અમર છે. અજાતશત્રુ અટલ બિહારી વાજપેયી જેટલાં સાર્વજનિક જીવનમાં શાલિન હતા એટલા જ અંગત જીવનમાં મસ્તમૌલા હતા. તેઓએ ગમે તેવી પરિસ્થિતિમાં ક્યારેય મનથી હાર નથી માની. દરેક સ્થિતિમાં તેમનું આચરણ સહજ રહેતું હતું.

અટલજી એક એવા વ્યક્તિ હતા કે જેઓ ચૂંટણી હાર્યા બાદ ફિલ્મ જોવા જતાં રહેતા. તેઓને ફરવું પણ ખુબ ગમતું. એકવાર અમેરિકા ગયા તો લાઈનમાં ઉભા રહ્યા અને ડિઝ્નીલેન્ડની ટિકિટ લીધી. જ્યાં રાઈડ્ઝમાં બેસવાનું પણ ન ચૂક્યા. પંડિત જવાહરલાલ નહેરુ પણ અટલજીથી પ્રભાવિત હતા. એ પણ એક પુસ્તક પરથી જાણવા મળ્યું છે. તેમની ભાષણની શૈલી પણ એટલી જ રસપ્રદ હતી જેથી એવું થાય કે બસ અટલજી બોલતા રહે અને આપણે સાંભળતા રહીએ.

આજે અટલજી વિશે કેટલાક એવા જ પ્રસંગો વિશે વાત કરીએ જે ક્યારેય નહીં ભૂલી શકાય. અટલજી સતત નવ વર્ષ સુધી બિમાર રહ્યા હતા. જ્યારે તેમનું શરીર લકવાગ્રસ્ત થઈ ગયુ હતું ત્યારે તેઓ ઘણીવાર ટીવી જોઈને સમય પસાર કરતા હતા. 2014ના ચૂંટણીના પરિણામો પણ તેમણે ટીવી પર જોયા હતા.

તેઓ બોલી ન હતા શકતા, પરંતુ તેમના ચહેરાના હાવભાવ સમાચાર જોઈને બદલાતા રહેતા હતા. પરિવારના સભ્યો તેમને અખબારના સમાચાર વાંચીને સંભળાવતા હતા. એકવાર તેઓ ગૃહની કાર્યવાહી જોઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈએ અચાનક ટીવી બંધ કરી દીધું તો તેઓ નાના બાળક જેમ ગુસ્સે થઈ ગયા. બાદમાં જ્યારે ફરીથી ટીવી ચાલુ કરવામાં આવ્યું ત્યારે તેમના ચહેરા પર સ્મિત હતું. આ ઉપરાંત જ્યારે જૂના ફિલ્મો ટીવી પર આવતા ત્યારે તેમના ચહેરા પર મૌન રહેતું અને તેઓ ટીવી જોયા કરતા.

ફીર સુભહ હોગી

લાલ કૃષ્ણ અડવાણીએ એકવાર એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં એકવાર પેટા ચૂંટણી હતી. અમે ખુબ મહેનત કરી પરંતુ હારી ગયા. અમે બંને દુઃખી હતા. આવા સમયે અટલજીએ લાલ કૃષ્ણ અડવાણીને કહ્યું કે ચાલો કોઈ ફિલ્મ જોવા જઈએ. અજમેરી ગેટ પર તેમનું કાર્યાલય હતુ નજીકમાં જ પહાડગંજમાં થિયેટર હતુ. બંને નેતાઓને એ પણ ન હતી ખબર કે ફિલ્મ કયુ લાગ્યું છે. ત્યાં જઈને જોયું તો રાજકપૂરની ફિલ્મ હતી. ફીર સુભહ હોગી. ફિલ્મના નામ પરથી તેમનામાં એક પોઝિટિવ એનર્જી પણ આવી ગઈ હતી.

જ્યારે PM પદના ઉમેદવાર બનાવી દેવાયા

અટલજી અને લાલ કૃષ્ણ અડવાણી બંને અવારનવાર અજમેરી ગેટથી ઝંડેવાલાન સુધી જમવા જતાં હતા. જ્યારે અટલજીને પૂછ્યા વગર જ પીએમ પદના ઉમેદવાર બનાવી દેવાયા. 1995માં મુંબઈમાં એક સભા હતી. લાલ કૃષ્ણ અડવાણી પાર્ટીના અધ્યક્ષ હતા. અટલજી પણ સભામાં હાજર હતા. તેઓ મંચ પર જ બેઠા હતા. આ દરમિયાન લાલ કૃષ્ણ અડવાણીએ જાહેરાત કરી કે, આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે. મને વિશ્વાસ છે કે આપણે જ જીતીશુ અને ત્યારે આપણા પ્રધાનંત્રી વાજપેયી હશે. આ સાંભળીને અટલજીએ લાલ કૃષ્ણ અડવાણીને કહ્યું કે, આ તમે શું જાહેરાત કરી દીધી ? મને પૂછ્યું પણ નહીં. ત્યારે લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, પાર્ટીનો અધ્યક્ષ હોવાના કારણે મને એટલો તો અધિકાર છે કે આપને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવી શકુ.

બાળકની જેમ ડિઝ્નીલૈંડની મજા માણી

અટલજી પોતાની રાજકીય કારકિર્દીમાં એક સફળ નેતા રહ્યા. જો કે, બીજી તરફ દરેક ક્ષણે પોતાની અંદર રહેલો બાળક જીવિત હતો. 1993માં એકવાર અટલજી અમેરિકા ગયા હતા. અહીં નવરાસની પળોમાં અટલજી ડિઝ્નીલેન્ડ પહોંચી ગયા હતા. જ્યાં લાઈનમાં ઉભા રહીને તેમણે ટિકિટ લીધી હતી અને પછી રાઈડ્સનો આનંદ માણ્યો હતો. તેમના વ્યક્તિત્વનું આ પાસુ બહુ ઓછું જાણીતુ છે.

પોતાને ભારત રત્ન નહીં આપુઃ અટલજી

કારગીલ યુદ્ધ બાદ અટલજીને તેમના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓએ કહ્યું હતું કે, અમે આપને ભારત રત્ન આપવા ઈચ્છીએ છીએ. આ તકે અટલજીએ ગુસ્સામાં કહ્યું હતું કે, હું પોતાને જ ભારત રત્ન આપી દઉં કે ? ભવિષ્યમાં કોઈ સરકારને લાગશે તો તે આપશે. હું પોતાને ભારત રત્ન નહીં આપું.

એક દિવસ આ દેશના પ્રધાનમંત્રી બનશેઃ નેહરુ

બીબીસીએ કિંગશુક નાગના પુસ્તક અટલ બિહારી વાજપેયી- અ મેન ફોર ઓલ સિઝનમાં લખ્યું હતું કે, જવાહરલાલ નેહરૂએ એકવાર બ્રિટિશ રાજદૂતની અટલજી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નેહરૂએ કહ્યું હતું કે, આમને મળો. આ વિપક્ષના ઉભરતા નેતા છે. હંમેશાં મારી આલોચના કરે છે પરંતુ તેમનામાં હું ભવિષ્યની બહુ સંભાવના જોઉ છુ. આ એક દિવસ દેશના પ્રધાનમંત્રી બનશે.

અટલજીનો નવાઝને તોપના ગોળા જેવો જવાબ

એક પાકિસ્તાની પત્રકાર છે નસીમ જેહરા. તેમનું પુસ્તક છે ફ્રોમ કારગીલ ટુ ધ કોપ. આ પુસ્તકમાં નવાઝ શરીફનો ભારત પ્રવાસ રદ કરાયો તેનો ઉલ્લેખ છે.પુસ્તકમાં લખ્યું છે કે, 1999માં શરીફ ભારત આવવાના હતા. તેમણે ફેક્સથી ગુડવીલનો મેસેજ પણ ભારતને મોકલી દીધો હતો. રાત્રે અંદાજીત 10 વાગ્યે આવેલો અટલજીનો જવાબ તોપના ગોળા જેવો હતો. તેમાં લખ્યું હતું કે તેઓ નવાઝ શરીફને ભારત નથી બોલાવતા પરંતુ પાકિસ્તાનને કારગીલમાં ખડકેલી સેના હટાવવાની માગણી કરે છે. જેથી બંને પક્ષો વચ્ચે વાતચીત શરૂ થઈ શકે.

જમીન સાથે જોડાયેલા હતા અટલજી

અટલજી અને ભાજપના દિગ્ગજ નેતા જગદીશ પ્રસાદ માથુર પગપાળા જ સંસદમાં જતાં. બંને નેતાઓ ચાંદની ચૌકમાં રહેતા હતા. જ્યાંથી પગપાળા જ જતાં હતા. લાલ કૃષ્ણ અડવાણીએ આ કિસ્સો એક ખાનગી વેબસાઈટને કહ્યો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે, 1957માં સતત છ મહિના સુધી બંને નેતાઓ પગપાળા જ સંસદ ભવનમાં આવ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments