Homeતાપણું‘પ્રધાનમંત્રી મહોદયા પાંચ મિનિટમાં તમે તમારા વાળ પણ સરખા ન કરી શકો’...

‘પ્રધાનમંત્રી મહોદયા પાંચ મિનિટમાં તમે તમારા વાળ પણ સરખા ન કરી શકો’ : વાજપેયી

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના કિસ્સાઓ પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ સાથે પણ છે. તો હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેમની યાદો જોડાયેલી છે. અટલજીએ ઈંદિરા ગાંધીની સરકાર વખતે પણ કામ કર્યું છે અને રાજીવ ગાંધીની સરકાર વખતે પણ કામ કર્યું.

કિંગશુક નાગના પુસ્તક અટલ બિહારી વાજપેયીઃ અ મેન ફોર ઓલ સિઝનનો એક કિસ્સો છે. ઈંદિરા ગાંધી પોતાના સમયના કડક નેતા હતા. સંસદમાં તેમને ઘેરવા આસાન ન હતા. પરંતુ અટલજી આ કામ ખુબ સારી રીતે કરી લેતા. અટલજી અને ઈંદિરા ગાંધીનો એક કિસ્સો છે. વર્ષ હતુ 1970નું. ત્યારે ભાજપ ન હતી. જનસંઘ હતો. અટલજી તેમના સંસદ સભ્ય હતા.

26 ફેબ્રુઆરી 1970. ઈંદિરા ગાંધીએ સંસદમાં એક ભાષણ આપ્યું. જેમા તેમણે ભારતીયોના મુદ્દે જનસંઘને ઘેર્યો. ઈંદિરા ગાંધીએ કહ્યું કે, હું જનસંઘ જેવી પાર્ટીને પાંચ મિનિટમાં પરાજિત કરી શકુ છું. ઈંદિરા ગાંધીનું આ નિવેદન અટલજીને સારું ન લાગ્યું.

જવાબમાં અટલજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મહોદયા કહે છે કે તેઓ જનસંઘનો સામનો પાંચ મિનિટમાં કરી શકે છે. શું કોઈ લોકતાંત્રિક પ્રધાનમંત્રી આવું કઈ રીતે કહી શકે છે ? હું કહું છુ કે, પાંચ મિનિટમાં તમે તમારા વાળ પણ સરખા ન કરી શકો. પછી અમારો સામનો કેવી રીતે કરશો.

આ પછી અટલજીએ આ જ ચર્ચામાં પંડિત જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કર્યો. અટલજીએ કહ્યું કે, જ્યારે નેહરુજી ગુસ્સે થતાં તો તેઓ સારું ભાષણ તો આપી શકતા. અમે તેમની મસ્તી કરતા પરંતુ અમે ઈંદિરાજી સાથે એવું નથી કરી શકતા કેમ કે તેઓ પોતે જ ગુસ્સે થઈ જાય છે.

જે મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. તે હતી જનસંઘની ભારતીયતાની અવધારણા. આ મુદ્દે અટલજીએ ઈંદિરા ગાંધીને કહ્યું કે, તેઓ ભારતીયતાનો મતલબ સારી રીતે સમજી નથી શકતા. ભારતીયતા માત્ર મુસ્લીમો સાથે જોડાયેલી નથી. તેમાં 52 કરોડ ભારતીયો પણ સામેલ છે.

આમ તો, સંસદમાં અટલજી અને ઈંદિરા ગાંધી વચ્ચે આવી ઉગ્ર ચર્ચાઓ ઘણી વાર થઈ. સંસદ બહાર પણ અટલજી ઈંદિરા સરકાર પર વાર કરતાં રહેતા હતા. તેમણે એકવાર ઈંદિરા સરકાર માટે મદારી શબ્દનો પ્રયોગ કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, જેમ મદારી હંમેશા પોતાના સાપને ડબ્બામાં બંધ કરીને રાખે છે, તેમ આ સરકાર સમસ્યાઓને એક બોક્સમાં બંધ રાખે છે અને વિચારે છે કે તેનો ઉકેલ આપ મેળે જ આવી જશે.

ઉદ્ધાટન પહેલાં લીધી ટ્રેનની ટિકિટ

વર્ષ 2002નો એક કિસ્સો છે. દિલ્હીમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થવા જઈ રહી હતી. આ દરમિયાન કંઈક એવું બન્યું કે હાજર તમામ લોકો જોતાં જ રહી ગયા. કશ્મીરી ગેટ પર એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અહીંથી જ મેટ્રોને લીલી ઝંડી આપવાની હતી. ટ્રેક તૈયાર હતો તાત્કાલિન પ્રધાનમંત્રી અટલજીને ટ્રેનને લીલી ઝંડી આપવાની હતી. જો કે, અટલજીને ટ્રેનને લીલી ઝંડી ન બતાવી. તેઓ મેટ્રો ટ્રેનના ટિકિટ કાઉન્ટર પર ગયા અને કશ્મીરી ગેટથી સીલમપુરની ટિકિટ લીધી. તેઓ મેટ્રોમાં ચઢ્યા અને સીલમપુર ઉતર્યા. અટલજી સાથે અન્ય કેટલાક નેતાઓ પણ ટિકિટ લઈને ચઢ્યા. આ ઘટના બાદ તમામ લોકો ફરી આયોજન સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તીસ હજારીથી શરૂ થઈને શાહદરા સુધી ચાલતી રેલ લાઈન દિલ્હીની પહેલી મેટ્રો લાઈન હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments