Homeવિશેષ15 લાખ સુધીના બજેટમાં ફિટ થાય છે આ શાનદાર લક્ઝુરિયસ SUV કાર,...

15 લાખ સુધીના બજેટમાં ફિટ થાય છે આ શાનદાર લક્ઝુરિયસ SUV કાર, જુઓ યાદી

Team Chabuk-Tech Desk: ભારતીય બજારમાં એકથી વધુ લક્ઝુરિયસ SUV કાર ઉપલબ્ધ છે. જો તમે પણ SUV કાર ખરીદવા માંગો છો અને તમારું બજેટ 15 લાખ રૂપિયા સુધીનું છે, તો આજે અમે તમને કેટલાક શ્રેષ્ઠ મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દેશમાં SUV કારની માંગ સતત વધી રહી છે.

ટાટા હેરિયર

ટાટા હેરિયરને 2.0-લિટર Kryotec ડીઝલ એન્જિન મળે છે જે 168 bhp પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. ટાટા હેરિયર ખાસ ESP સિસ્ટમ સાથે આવે છે જે સામાન્ય, વેટ અને રફ જેવા ડ્રાઇવિંગ મોડ્સ મળે છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 14.79 લાખ છે.

મહિન્દ્રા XUV 700

મહિન્દ્રા XUV700 ને 2.0-લિટર ટર્બો GDI એમસ્ટેલિયન પેટ્રોલ એન્જિનની પસંદગી મળે છે જે 195 bhp પાવર અને 380 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે અને 2.2-લિટર કોમનરેલ ટર્બો ડીઝલ એમહોક એન્જિન 153 bhp પાવર અને 360 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. બંનેમાં માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ઉપલબ્ધ છે. જ્યારે તેનું 2.2-લિટર કોમનરેલ ટર્બો ડીઝલ એમહોક એન્જિન 182bhp પાવર અને 450Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 13.45 લાખ રૂપિયા છે.

મહિન્દ્રા થાર

સંપૂર્ણપણે નવી મહિન્દ્રા થાર નવા 1,997cc ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 150bhp પાવર અને 300Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે આવે છે. તે નવા 2,184cc એમહોક ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ મેળવે છે જે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અથવા 6-સ્પીડ ઓટોમેટિક સાથે ઉપલબ્ધ છે. આ એન્જિન 3,750rpm પર 130bhp પાવર અને 1,600 અને 2,800rpm વચ્ચે 300Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 13.58 લાખ રૂપિયા છે.

મહિન્દ્રા સ્કોર્પિયો એન

2022 મહિન્દ્રા સ્કોર્પિયો એનને 2.0-લિટર m Stallion ટર્બો-પેટ્રોલ એન્જિન મળે છે જે 200 bhp પાવર અને 370 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત, 2.0-લિટર એમહોક ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ છે જે બે ટ્યુનિંગ સાથે 130 bhp પાવર અને 300 Nm ટોર્ક જનરેટ કરે છે, તેમજ 172 bhp પાવર અને 370 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 11.99 લાખ રૂપિયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments