Homeતાપણુંભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા

ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા

Team Chabuk-Political Desk: ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજમાંથી આવતાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) આજે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ (take a oath) કરી લીધાં છે. આ સાથે જ તેઓ ગુજરાતના 17મા મુખ્યમંત્રી (chief minister) બની ગયા છે. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં હતા. શપથવિધિ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યાં હતાં. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પત્ની, પુત્ર, પુત્રવધૂ, પૌત્રી, પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ પણ રાજભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના જાહેરાત થતાં જ સ્થાનિક લોકો અને કાર્યકરોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઇ છે. ભુપેન્દ્ર પટેલની સાંજે મુખ્યમંત્રીની જાહેરાત થતાં જ રાતોરાત ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને અભિનંદન આપતા પોસ્ટરો લાગી ગયા હતા. સ્થાનિક મંડળો અને ઘાટલોડિયા વિધાનસભા તરફથી ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને અભિનંદન આપતા પોસ્ટરો ઠેરઠેર જોવા મળ્યા હતા. ઘાટલોડિયામાં કે.કે નગર પાટીદાર ચોક, પ્રભાત ચોક, ઘાટલોડિયા ગામ, મેમનગર, સીપી નગર, ગુરુકુલ, નારણપુરા વગેરે જગ્યાએ 100થી વધુ અભિનંદનના પોસ્ટરો મારવામાં આવ્યા છે.

આજે 13-09-2021ના પંચાંગ પર દૃષ્ટિ કરીએ તો નક્ષત્ર જયેષ્ઠા છે, તિથિ સુદ-સાતમ છે અને સોમવાર છે. આ તમામ રાજ્યાભિષેક કરવા માટે ઉત્તમ છે. ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો સૂર્ય હાલ સિંહ, એટલે કે પોતાની સ્વગૃહી રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે, જે રાજકારણ માટેનો કારક ગ્રહ છે. શનિ પણ પોતાની સ્વગૃહી રાશિ મકર રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે. આ તમામ સ્થિતિ રાજકારણની દૃષ્ટિએ શુભ ગણી શકાય. 2.20 વાગ્યે ચલ ચોઘડિયું છે, જે સામાન્ય ગણવામાં આવે છે અને 2.20એ ચન્દ્રની હોરા રહેશે, જે શુભ ગ્રહ ગણવામાં આવે છે. તેથી આજના દિવસે લીધેલા શપથ શુભ સાબિત થઈ શકે છે. પરંતુ ચંન્દ્ર 2.20 વાગ્યાની કુંડળીમાં બારમાં સ્થાને હોવાથી મુખ્યમંત્રીને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

હવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની શપથવિધિ પહેલાં ભૂપેન્દ્ર પટેલના સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રાજભવન ખાતે પહોંચ્યા હતાં. ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments