Homeતાપણુંભાજપના મુખ્યમંત્રીની કપોળકલ્પિત અને ધડ માથા વગરની વાતો, અમેરિકાએ ભારત ઉપર 200...

ભાજપના મુખ્યમંત્રીની કપોળકલ્પિત અને ધડ માથા વગરની વાતો, અમેરિકાએ ભારત ઉપર 200 વર્ષ શાસન કર્યું

Team Chabuk-National Desk: ભાજપના મુખ્યમંત્રીઓ વિવાદિત નિવેદનો આપવા કરતાં સૌથી વધારે એવા નિવેદનો આપે છે કે જેનાથી જનતા હસી હસીને લોટ પોટ થઈ જાય. મનોરંજનમાં કોઈ ઉપણ ન રહેવી જોઈએ. નવ નિર્વાચિત મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતનું નિવેદન છે કે અમેરિકાએ ભારત ઉપર 200 વર્ષ સુધી શાસન કર્યું. ઉતરાખંડના આ મુખ્યમંત્રી છે. જેમને હમણાં હમણાં હાઈકમાન્ડે ગાદી ઉપર બેસાડ્યા છે. અગાઉ એમણે મહિલાના ગૂંઠણથી ફાટેલા જીન્સને લઈ વિવાદિત નિવેદન આપેલું, એ નિવેદનના શાહીનાં ડાઘ હજુ સુકાયા નથી ત્યાં એમણે વધુ એક હાસ્યનો ફુંવારો છોડી દીધો.

સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવ્યા બાદ વાયુવેગે ફેલાઈ રહ્યા છે. લોકો મીમ બનાવી રહ્યા છે. મજા લઈ રહ્યા છે. અહીંથી ઘટના પૂર્ણ નથી થઈ જતી. તીરથ સિંહ રાવતે કોરોનાને લઈ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં સરકાર તરફથી દરેક ઘરમાં પ્રતિ યૂનિટ 5 કિલો અનાજ આપવામાં આવ્યું હતું. જેને 10 હતાં એમને 50 કિલો આપ્યાં, વીસ હતા ક્વિન્ટલ ભર અનાજ આપ્યું. આ નિવેદનની આગળ જ તેમણે અમેરિકાએ ભારતને 200 વર્ષ ગુલામીમાં રાખ્યું હતું અને આજે તે કોરોનાની વિરૂદ્ધ સંઘર્ષ કરી રહ્યું છેનું બેફામ નિવેદન કર્યું હતું.

આવું હાસ્યાસ્પદ નિવેદન તેમણે વિશ્વ વાનિકી દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા ત્યારે આપ્યું હતું. ગઈકાલે વિશ્વ વાનિકી દિવસ નિમિત્તે નૈનીતાલ જિલ્લામાં રામનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં તેઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતા જ્યાં આ ભાંગરો વાટી દીધો હતો.

વિવાદિત નિવેદનો આપવાનો તેમનો સિલસિલો પ્રધાનમંત્રીથી જ શરૂ થયો છે. હરિદ્વારના કાર્યક્રમમાં તીરથ સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના રામ અને કૃષ્ણની સાથે કરી હતી. એમણે એમ પણ કહ્યું કે રામ અને કૃષ્ણની જેમ જ લોકો ભવિષ્યમાં પ્રધાનમંત્રીની પૂજા કરશે.

ભાજપમાં અત્યાર સુધી આવા એક જ મુખ્યમંત્રી છે એવું લાગતું હતું. એ છે ત્રિપુરાનાં બિપ્લબ દેબ. જેમણે નિવેદન આપેલું કે મહાભારતકાળમાં પણ ઈન્ટરનેટ હતું. એમણે કહેલું કે અમિત શાહે મારી સાથે ચર્ચા કરેલી ત્યારે કહેલું કે નેપાળ અને શ્રીલંકામાં પણ ભાજપની સરકાર બનાવીશું.

આ મુખ્યમંત્રીનું સૌથી મોટું બ્લન્ડર તો એ છે, કે તેમણે મેકેનિકલ એન્જિનિયરોએ સિવિલ સર્વિસ જોઈન ન કરવી જોઈએ, પણ સિવિલ એન્જિનિયરોએ સર્વિસ જોઈન કરવી જોઈએ, કારણ કે તેમને સોસાયટી બનાવતા આવડે છે.

એમણે કહેલું કે, આપણે જ્યારે પંજાબ વિશેની વાત કરીએ છીએ ત્યારે સરદાર કોઈનાથી પણ ડરતાં નથી. તેઓ ઓછા બુદ્ધિશાળી પણ મજબૂત હોય છે. હરિયાણાના જાટને તેની મજબુતાઈમાં કોઈ ન પહોંચે પણ તેમની પાસેય ઓછું મગજ છે. વાસ્તવમાં આ બધું જ્ઞાન વોટ્સએપ યુનિવર્સિટીમાં રખડતું હોય છે એવું નથી લાગતું ? જોકે હવે નેતાજીને તેમની જ પાર્ટીના એક નેતા ટક્કર આપવા આવી પહોંચ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments