Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળ માટે ભાજપે પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. કલકત્તામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. આ સમયે બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ સહિત ભાજપના અસંખ્ય નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. અમિક શાહે સંકલ્પ પત્ર અંગે કહ્યું કે, કેટલાય વર્ષોથી સંકલ્પ પત્ર માત્ર એક પક્રિયા બનીને રહી ગયું હતું. જ્યારથી ભાજપની સરકાર બનવા લાગી છે ત્યારથી સંકલ્પ પત્રનું મહત્વ વધી ગયું છે. કારણ કે ભાજપની સરકાર આવવાથી જ સંકલ્પ પત્ર પર સરકાર ચાલવા લાગી છે.
તેમણે સંકલ્પ પત્રની સાથે સાથે તેમની પાર્ટીની પ્રશંસામાં કહ્યું કે, ‘‘સંકલ્પ પત્રમાં માત્ર ઘોષણાઓ નથી, પણ આ સંકલ્પ વિશ્વનાં સૌથી મોટા દળનું છે. આ સંકલ્પ છે દેશના 16થી વધારે રાજ્યનું, જ્યાં સરકાર છે એ પાર્ટીનું. આ સંકલ્પ છે દેશની પૂર્ણ બહુમતથી બનેલી બે વારની સરકારનું.’’
તેમણે મોટી ઘોષણા કરતાં કહ્યું કે, જો પશ્ચિમ બંગાળમાં તેમની સરકાર બની તો રાજ્ય સરકારની તમામ નોકરીઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવામાં આવશે. તેમણે CAAનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેબિનેટમાં પહેલાથી જ CAA લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી શરણાર્થી યોજના હેઠળ પ્રત્યેક શરણાર્થી પરિવારને 5 વર્ષ સુધી DBTથી 10,000 રૂપિયા પ્રતિવર્ષ આપવામાં આવશે.
આ સાથે જ આ સંકલ્પ પત્રમાં દરેક ઘરને નોકરી વાત સામે આવી છે. અગાઉ તમિલનાડુમાં AIDMKનાં ઘોષણાપત્રમાં પણ પરિવારના એક સભ્યને નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. સાથે જ 6 એલપીજી ગેસ સિલિન્ડર મફતમાં આપવાની વાત હતી. એ તો સ્પષ્ટ છે કે બેરોજગારોને નોકરી નહીં તો સત્તા નહીં.
સંકલ્પ પત્રમાં કરવામાં આવેલી મોટી ઘોષણાઓ
- બંગાળના દરેક ગરીબને આયુષ્માન યોજનાનો લાભ
- ઘુસણખોરીને બંધ કરી દેવામાં આવશે. સરહદને મજબૂત કરવામાં આવશે.
- શરણાર્થિઓને નાગરિકતા અને 5 વર્ષ સુધી 10 હજાર રૂપિયા પ્રતિવર્ષ આપવામાં આવશે.
- KGથી PG સુધી મહિલાઓ, બાળકીઓનો અભ્યાસ મફત.
- પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મહિલાઓને મફત યાત્રાની સુવિધા આપવામાં આવશે.
- પ્રદેશમાં ત્રણ નવા એમ્સ બનશે.
- દરેક પરિવારના એક સભ્યને રોજગારી આપવામાં આવશે.
- 7મું પગાર પંચ તમામ કર્મચારીઓને મળશે
- CMO અંતર્ગત એન્ટી કરપ્શન હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે.
- નોબેલ પ્રાઈઝની માફક જ ટાગોર પ્રાઈઝ અને ઓસ્કરની માફક જ સત્યજીત રાય પુરસ્કારોની શરૂઆત કરવામાં આવશે.
- વિધવા પેન્શનને એક હજારથી વધારીને ત્રણ હજાર કરવામાં આવશે.
- અમૂલની સાથે મળીને શ્વેત ક્રાંતિની શરૂઆત કરીશું.
- રાજનીતિક હિંસાના પીડિતોની સહાય કરીશું, 25 લાખ દરેક પીડિતને આપશું.
- રોકાણકારો માટે ઈનવેસ્ટ બાંગ્લાની સ્થાપના કરીશું.
- MSMEને 10 લાખ સુધીની લોન વિધાઉટ ગેરન્ટી આપવામાં આવશે.
- કલકત્તામાં સોનાર બાંગ્લા સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે.
- હુગલી નદીના કિનારે ભવ્ય ઘાટ બનાવવામાં આવશે.
- દસમી સુધી બાંગ્લા ભાષા ફરજીયાત કરીશું.બંગાળીમાં ભણીને બાળક ડોક્ટર અને એન્જીનિયર બની શકે તેવી વ્યવસ્થા કરીશું.
- નવી પર્યટન નીતિ બનાવીશું જેથી બંગાળ તેનું હબ બની શકે.
- કલકત્તાને વૈશ્વિક શહેર બનાવીશું.
- 10 મલ્ટીસ્ટોરી પાર્કિંગ બનાવીશું.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત