Homeતાપણુંભાજપ અડિખમ, કોંગ્રેસ ત્યાંની ત્યાં, આપે સળગાવેલો સૂતળીબોમ્બ ફૂટ્યો જ નહીં

ભાજપ અડિખમ, કોંગ્રેસ ત્યાંની ત્યાં, આપે સળગાવેલો સૂતળીબોમ્બ ફૂટ્યો જ નહીં

Team Chabuk-Political Desk: ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓની પેટા ચૂંટણીમાં ભાજપ અડીમખ છે, કોંગ્રેસની સ્થિતિ ત્યાંને ત્યાં છે અને આમ આદમી પાર્ટીને અતિ આત્મવિશ્વાસ ભારે પડી ગયો છે. સોશિયલ મીડિયા પરનો પ્રચાર આમ આદમી પાર્ટીની જીત થાય એવો લાગતો હતો, જોકે એરિયલ વ્યૂ તો કંઈક અલગ જ હતો. ભાજપે નવા મુખ્યમંત્રી અને મંત્રીઓની ટીમ મેદાનમાં ઉતારી પછી એવી ચર્ચા પણ થઈ હતી કે જૂની ટીમની લોકપ્રિયતા સામે આ ટીમ કેટલી ટકશે? તેની જગ્યાએ આ ટીમ સરળતાથી જીતી ગઈ. મહાનગરપાલિકા અને પાલિકાના મુદ્દાઓ અલગ હોય છે. ગણિત અલગ હોય છે. એ બંને દિશામાં ભાજપે નિશાન તાક્યું અને પાર પણ ઉતર્યું.

પાટીલનો વિજય રથ કાયમ

આ ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલનું કદ વધ્યું છે. સૌ પ્રથમ ગુજરાતની આઠ પેટા ચૂંટણીમાં આબોહવા તેમની વિરૂદ્ધ હોવા છતાં તેમણે આઠે આઠ સીટ જીતી લીધી. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત સિવાય તમામ જગ્યાએ ભાજપે જીત મેળવી. સુરતથી તેઓ ખૂદ નિરાશ થયા તેની વાસ્તવિકતા તેમના ભાષણમાં પણ છલકતી હતી. ઉપરથી આ વખતે તેમની પાસે સ્ટાર નેતાઓ નહોતા. મુખ્યમંત્રી પણ નવોદિત છે. ગુજરાતની જનતા પણ તેમની નિમણૂકથી આશ્ચર્યચકિત્ત છે. ભાજપની નવી ટીમને પંગતમાં બેઠતા જ લાડવો મળી ગયો છે એ કહેવામાં પણ અતિશ્યોક્તિ નથી.

ગુજરાત અભી દૂર હૈ!

કોઈ પણ પાર્ટી રાતોરાત ઉભી નથી થઈ જતી. તેને મહેનત કરવી પડે છે. ગુજરાતની આમ આદમી પાર્ટી માટે ગુજરાત અભી દૂર હૈ! સુરતની જીતમાં દિલ્હીના નેતાઓનો પણ ફાળો છે. તેમની રેલીઓએ સુરતમાં અસરકારક પ્રભાવ પાડ્યો હતો. આ વખતે તેમનો અભાવ હતો. આમ આદમી પાર્ટી પાસે જે ચહેરાઓ છે એ એટલા ઉન્નતભ્રુ નથી કે જ્યાં પાર્ટીનો નેતા ઉભો રહે અને તેના પર જનતા ચપડી વગાડતા વિશ્વાસ મૂકી વોટ આપી દે.

કોંગ્રેસનું પુન: સૂરસૂરિયું

આ વચ્ચે કોંગ્રેસના પ્રદર્શન પર સૌની નજર હતી. કોંગ્રેસનો દેખાવ હતો ત્યાંને ત્યાં સ્થિર રહ્યો છે. અધૂરામાં પૂરું કેટલીક બેઠકો તો એવી પણ સામે આવી છે જ્યાં જનતાએ ગુજરાત કોંગ્રેસને બે બે વખત ચૂંટ્યા પણ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ કંઈ ન કરી શકતા એ બેઠકો પણ તેમની પાસેથી ચાલી ગઈ છે. આ ચૂંટણીઓ એ વાતનો સ્પષ્ટ ચિતાર આપણી સમક્ષ રાખે છે કે ગુજરાતમાં ભાજપ હજુ સેફ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments