Homeતાપણુંવાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, આમ આદમી પાર્ટીનો રકાસ

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, આમ આદમી પાર્ટીનો રકાસ

Team Chabuk-Political Desk: રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ પોતાના મૂળિયા ઉંડા કરી રહ્યો છે. એક બાદ એક ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી રહી છે. વલસાડની વાપી નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે ઉત્કૃષ્ટ દેખાવ કરીને જનતાના મત ખેંચવામાં સફળતા મેળવી છે. વાપી પાલિકમાં ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હરાવીને શાનદાર જીત મેળવી છે.

વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં પાલિકાની 44માંથી 37 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો 7 બેઠકો સાથે કોંગ્રેસને વધુ એકવાર વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. જ્યારે 22 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારનાર આપનો એકપણ ઉમેદવાર જીત મેળવી શક્યો નથી. જો કે વોર્ડ નંબર 5માંથી ચૂંટણી લડનાર શહેર ભાજપના મહામંત્રીને હારનો સામનો કરવો પડ્યો છે.

વાપી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાતા શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. જે પરિણામોના અંત સુધી કાયમ રહ્યો હતો. 11 વોર્ડની ચૂંટણીમા વોર્ડ નંબર 5 અને 6ને બાદ કરતા બાકીના તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસની પેનલ એકમાત્ર વોર્ડ નંબર 6માં આવી છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો છે.

કોંગ્રેસને ચાર બેઠકનો ફાયદો

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 44માંથી 7 બેઠકો કોંગ્રેસને મળી છે. ગત ટર્મની વાત કરીએ તો કોંગ્રેસને અહીં ફક્ત ત્રણ બેઠકો જ મળી હતી. તેની સરખામણીએ કોંગ્રેસને આ વખતે ચાર વધુ બેઠકો મળી છે.

આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ

દક્ષિણ ગુજરાતમાં સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હતું તેથી આમ આદમી પાર્ટીએ વાપી નગરપાલિકાની ચૂંટણીમાં 22 ઉમેદવારોને ઉભા રાખ્યા હતા. પરંતુ વાપીમાં આમ આદમી પાર્ટીનો રકાસ થયો હતો અને એક પણ ઉમેદવાર જીતી શક્યો ન હતો.

વાપી નગરપાલિકાની કુલ 44માંથી 1 બેઠક (સુલપડ) પર ભાજપનો ઉમેદવાર બિનહરીફ થયો હતો. બાકી 43 બેઠક માટે 109 ઉમેદવારો માટે રવિવારે મતદારોએ મત આપ્યા હતા. કુલ 51.87 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ત્યારબાદ આજે સવારે મતગણતરીનો પ્રારંભ થતા જ શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments