અંજલી મહેતા : કેટલીક વખત હિન્દી ફિલ્મો ભયાનકતાની કક્ષાએ પહોંચી જાય છે. 80 અને 90માં અમર અકબર એન્થનીનો સીન જ્યાં ત્રણ લોકો એક સાથે લોહી આપી રહ્યા છે. લાગે કે મંગળ ગ્રહ પર જવાની જરૂર નથી. એ લોકો અહીં જ આવી ગયા છે. હાથની નસ પકડી હીરોઈન પોતાની બહેનપણીને કહી દે છે, ‘અરે તું તો મા બનને વાલી હૈ.’ જોકે આવી ભૂલો એ સમયે જ નહીં પણ 2012ની ફિલ્મોમાં પણ થતી આવી છે. આમીર ખાનની ફિલ્મોમાં પણ માથુ ચકરાવે ચડી જાય તેવી ભૂલો થઈ હતી. મનોરંજનની દૃષ્ટીએ એ બરાબર છે. તર્ક લગાવવામાં આવે તો બરાબર નથી. કેવા કેવા તર્ક ? શરૂ કરીએ.
ક્રિષ
સુપરહીરો ફિલ્મ ક્રિષ તો યાદ જ હશે. 2003માં રિલીઝ થયેલી ફિલ્મ કોઈ મિલ ગયાની કથાને આગળ લઈ જતી હતી. આ ફિલ્મનો ફર્સ્ટ હાફ પૂરો થયા પછી સિંગાપોરમાં રહસ્ય ખુલવાનું હોય છે. જેમાં રોહિત 2 વર્ષથી તેની પત્નીથી દૂર છે. હવે જે વ્યક્તિ 2 વર્ષથી તેની પત્નીથી દૂર હોય તેની પત્ની ગર્ભવતી કેવી રીતે થઈ જાય?

ભાગ મિલ્ખા ભાગ
ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની પટકથા આઝાદી અને તેના બાદના સમયની છે. ડાયરેક્ટર અને ટીમે ખૂબ મહેનત કરી. ફિલ્મ આજે પણ ગમે છે. જોકે અલ્ફુ અલ્લાહ ગીત છે. એ ગીતમાં નાચતી સોનમ કપૂરની પાછળ મોબાઈલ ટાવર આવી ગયો. 1950ના બેકડ્રોપમાં આજ ફિલ્મમાં ફરહાન અખ્તર ગીત ગાઈ છે નન્હા મુન્ના રાહી હું. જે ગીત સન ઓફ ઈન્ડિયા ફિલ્મનું છે અને ફિલ્મ 1962માં રિલીઝ થઈ હતી. ફરહાન ગાઈ છે તેના અગિયાર વર્ષ પછી.

પીકે
આ ફિલ્મ ખરાં અર્થમાં પીકે થઈ ગઈ. જ્યારે સરફરાઝ જગતજનનીને કહે છે કે હું બ્રુજ્સમાં આવેલી પાકિસ્તાની એમ્બેસીમાં કામ કરું છું. બ્રુજ્સમાં પાકિસ્તાનની એમ્બેસી છે જ નહીં. એમની એમ્બેસી બ્રુસલેસમાં છે. પીકેમાં જ સંજય દત્ત રાજસ્થાનથી દિલ્હી આવે છે. ટ્રેનનો નંબર છે 12290. એ દુરન્તો એક્સપ્રેસ છે. મુંબઈ અને નાગપુર વચ્ચે દોડે છે. નહીં કે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે. અરે પીકે હો કા ???

રા.વન
સૌથી મોટી ભૂલ રા.વનમાં થઈ છે. આજે એ ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિંહા છે તેવું માની પણ ન શકીએ. જેમણે મુલ્ક, આર્ટિકલ-15 અને થપ્પડ જેવી ફિલ્મો બનાવી છે. અનુભવની ફિલ્મમાં અનુભવની ખૂબ ઉણપ દેખાય. શાહરૂખ ખાનને પહેલા દફનાવવામાં આવે છે. તો પછી ભારતમાં આવી તેની અસ્થિઓ કેવી રીતે પધરાવી ? દફનાવેલાની અસ્થિઓનું વિસર્જન કેવી રીતે થાય ?

બદલાપુર
દિગ્ગજોથી પણ ભૂલ તો થઈ જ જાય. ભલે તે અંધાધૂન જેવી ફિલ્મ બનાવનાર શ્રીરામ રાઘવન કેમ ન હોય. ફિલ્મનું નામ છે બદલાપુર. સીન કંઈક એવો છે કે, રઘુ હરમન અને તેની પત્નીને ડરાવવા માટે આવે છે. ડરાવવા માટે તે વાઈનની બોટલનો દિવાલ પર ઘા કરે છે. પણ બીજા જ સીનમાં એ જગ્યાએ સ્થિતિ થાળે પડી ગઈ છે. કશું જ નથી.

એક વિલન
એક વિલન નામની ફિલ્મ આવેલી. ભટ્ટ કેમ્પની ફિલ્મ હતી અને કોરિયામાંથી ઉધાર લીધેલી પટકથા હતી. રિતેષ દેશમુખનો અભિનય ખૂબ સરસ હતો. ફિલ્મના એક ગીતમાં ગુરૂ તેની પ્રેમિકા પર કૃત્રિમ સ્નોફોલ કરે છે. ઉપરથી સ્નોફોલ કરે અને નીચે આવે ત્યાં સુધી સ્નોફોલ થતો જ રહે છે. બંધ જ નથી થતો. એ નીચે આવી ફોટો પણ પાડી લે છે. છતાં સ્નોફોલ રોકાતો જ નથી. હવે આ સ્નોફોલ ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી ગીતને તમામ જગ્યાએથી ડિલીટ કરવામાં ન આવે.

લગાન
ફિલ્મની કથા છે 1892ની સાલની. પટકથામાં લખેલું છે, દૃશ્ય ભજવાયું છે અને ડાઈલોગ પણ બોલાયો છે કે એક ઓવરમાં છ બોલ હોય છે. વાસ્તવમાં 1892ની સાલમાં જ્યારે અંગ્રેજો ક્રિકેટ રમતા ત્યારે 5 બોલની એક ઓવર હતી.

ગુંડા
કંઈ કહેવાની જરૂર નથી. મિથુન ગુંડા ફિલ્મમાં ગુંડાઓની ગોળીઓથી બચી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ