Homeતાપણુંઉત્તરપ્રદેશમાં પસંદ પામેલા 205 ધારાસભ્યો પર કોઈ ને કોઈ કેસ, આ વખતે...

ઉત્તરપ્રદેશમાં પસંદ પામેલા 205 ધારાસભ્યો પર કોઈ ને કોઈ કેસ, આ વખતે હત્યા અને દુષ્કર્મના આરોપીઓ પણ જનપ્રતિનિધિ બન્યા છે

Team Chabuk-Political Desk: ઉત્તરપ્રદેશમાં 18મી વિધાનસભાનું ગઠન થવા જઈ રહ્યું છે. જોકે તેમાં અડધા ધારાસભ્યો એવા છે જેમના પર કોઈને કોઈ દાગ લાગેલા છે. 366 ધારાસભ્યો એવા છે જે કરોડપતિ છે. એસોસિએશન ફોર ડેમોક્રિટિક રિફોર્મ- યૂપી ઈલેક્શન વોચે રવિવારના જનતા દ્વારા પસંદ પામેલા 403 ધારાસભ્યોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું હતું. આ એફિડેવિટનું વિશ્લેષણ ખરાં અર્થમાં ચોંકાવનારું છે. પ્રદેશમાં કલંકિત અને કરોડપતિ ધારાસભ્યોની ફોજ પહેલા કરતા વધી ગઈ છે.

હત્યા અને દુષ્કર્મના આરોપીઓ ધારાસભ્ય

એડીઆરના આંકડાઓ અનુસાર 403 ધારાસભ્યોમાંથી 205 ધારાસભ્યોએ પોતાના ઉપર નોંધાયેલા કેસનો ઉલ્લેખ કર્યો છે. 2017માં ચૂંટણી થઈ ત્યારે આવા ધારાસભ્યોની સંખ્યા 143 હતી. આ વખતે વિધાનસભામાં હત્યાનો પ્રયાસ કરનારા અને હત્યાના આરોપીઓ પણ વિજેતા બન્યા છે. 6 ધારાસભ્યો પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. ભાજપના 255માંથી 111 ધારાસભ્યો પર અને સમાજવાદી પાર્ટીના 111માંથી 71 પર કેસ દાખલ થયા છે. અપના દળના 12માંથી ત્રણ, રાલોદના આઠમાંથી સાત, સુભાસપમા અને નિષાદ પાર્ટીના છમાંથી અનુક્રમે 4-4, જનસત્તા દળ લોકતાંત્રિકના બે અને કોંગ્રેસના બંને ધારાસભ્યો પર કેસ છે. બહુજન સમાજવાદી પાર્ટીનો એક ધારાસભ્ય છે અને તે પણ કલંકિત છે.

હત્યાનો આરોપ કોના પર?

જે પાંચ ધારાસભ્યો પર હત્યાનો કેસ ફાઈલ છે તેમાં સમાજવાદી પાર્ટીના ગુન્નોરથી ધારાસભ્ય રામ ખિલાડી, ગોસાઈગંજથી ધારાસભ્ય અભય સિંહ અને ચાયલથી ધારાસભ્ય પૂજા પાલ…. ભારતીય જનતા પાર્ટીના ગોલા ગોકર્ણનાથથી ધારાસભ્ય અરવિંદ ગિરી અને બાલામઉથી ધારાસભ્ય રામપાલ વર્માનો પણ સમાવેશ થાય છે. ભાજપની ટિકિટ પર સોનભદ્રની દુદ્ધીથી ચૂંટણી જીતનારા ઉમેદવાર રામદુલાર પર દુષ્કર્મનો કેસ છે.

કોણ કરોડપતિ?

આ વખતે દસ ધારાસભ્યોમાંથી નવ કરોડપતિ છે. ગત વિધાનસભામાં દસમાંથી આઠ ધારાસભ્યો કરોડપતિ હતા. આ વખતે 403માંથી 366 ધારાસભ્યો કરોડપતિ છે. જેમાંથી ભારતીય જનતા પાર્ટીના 255માંથી 233, સમાજવાદી પાર્ટીના 111માંથી 100 ધારાસભ્ય, અપનાદળના 12માંથી નવ અને રાલોદના આઠમાંથી સાત ધારાસભ્યો કરોડપતિ શ્રેણીમાં આવે છે. બાકીના તમામ પક્ષના ધારાસભ્યો પણ કરોડપતિ જ છે. આ તમામ વાતો વચ્ચે સમાજવાદી પાર્ટીના ધારાસભ્યને ન ભૂલવા જોઈએ. સપાના ચિત્રકૂટમાંથી જીતેલા ધારાસભ્ય અનિલ કુમારની સંપત્તિ સૌથી ઓછી છે. અનિલની સંપત્તિ 36496 રૂપિયા ઘોષિત કરવામાં આવી છે. ગોરખપુરની ચૌરી ચૌરા સીટથી ધારાસભ્ય સંજય નિષાદના સુપુત્ર સરવન કુમાર નિષાદની સંપત્તિ 72996 રૂપિયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments