Homeતાપણુંપ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું

પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું

Team Chabuk-Political Desk: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા તેમણે કહ્યું કે, સાર્વજનિક જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાયી અવકાશ લેવાના નિર્ણયને ધ્યાનમાં લેતા, તેઓ મુખ્યમંત્રીના પ્રધાન સલાહકારના રુપે જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ નથી. તેમણે કેપ્ટનને અનુરોધ કર્યો છે કે તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવે.

સુત્રોનું કહેવું છે કે, પ્રશાંત કિશોરને આગામી વર્ષે થનારી ઉત્તર પ્રદેશની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની સાથે જોડાવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ગુમાવેલી સત્તાને પરત મેળવવા માટે અને રાજ્યોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કોંગ્રેસ હવે પીકેનું શરણ ઈચ્છતી હોય, તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અને 2024માં થનારી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ ચૂંટણીમાં હવે પ્રશાંત કિશોરની મોટી ભૂમિકા રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટીની ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરવા માટે અને તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા માટે આ બેઠક થઈ હતી.

પ્રશાંત કિશોર આ પહેલા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે હતા. એ સમયે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન હતું. જોકે આ ગઠબંધન કોઈ ચમત્કાર દેખાડી નહોતું શક્યું. એ સમયે એવી ચર્ચાઓ થતી હતી કે પ્રશાંત કિશોર ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ચૂંટણીનો ચહેરો બનાવાવ માગતા હતા પણ વાત બની નહોતી. જેથી પ્રશાંત કિશોરે પાર્ટીની સાથે અધવચ્ચેથી જ છેડો ફાડી નાખ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments