Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર સાથે ચાલી રહેલી કેન્દ્ર સરકારની તકરાર વચ્ચે હવે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને આવી ગયા છે. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની ઘર-ઘર રાશન યોજના પર રોક લગાવ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
અરવિંક કેજરીવાલે કહ્યું કે, આ યોજના લાગુ કરવાની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી હતી તો કેન્દ્ર સરકારે બે દિવસ પહેલાં કેમ રોક લગાવી દીધી. કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી ન લીધી હોવાનું કહીને યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ આ યોજના અંગે અમે કેન્દ્ર સરકાર પાસેથી પાંચ વખત મંજૂરી લીધી હતી.
અમે પાંચ વખત મંજૂરી લીધીઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આવતા અઠવાડિયે ઘેર-ઘેર રાશન યોજના શરૂ થવાની હતી. તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. પરંતુ અચાનક તમે બે દિવસ પહેલાં કેમ પ્રતિબંધ લગાવી દીધો ? પ્રધાનમંત્રીજી આજે હું ખૂબ જ વ્યથિત છું. આજે મારાથી કોઈ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો. પ્રધાનમંત્રી સર, આ યોજના માટે રાજ્ય સરકાર સક્ષમ છે અને અમે કેન્દ્ર સરકાર સાથે કોઈ વિવાદ નથી ઇચ્છતા. અમે આ યોજનાનું નામ મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના રાખ્યું હતું. ત્યારે તમે કહ્યું હતું કે, યોજનામાં મુખ્યમંત્રી નામ ન આવી શકે. તેથી અમે તમારી વાત માનીને નામ હટાવી દીધું હતું. હવે તમે અમારી યોજના એમ કહીને રોકી દીધી કે કેન્દ્ર પાસેથી પરવાનગી નહતી લીધી. કેન્દ્ર સરકાર પાસેથી અમે આ યોજના અંગે પાંચ વખત મંજૂરી લીધી હતી.
પિઝાની હોમ ડિલિવરી થાય તો રાશનની કેમ નહીં ?
અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ કરતાં કહ્યું કે, આ દેશમાં જો સ્માર્ટફોન, પિઝાની ડિલિવરી થઈ શકતી હોય તો રાશનની કેમ નહીં ? તમને રાશન માફિયા પ્રત્યે કેમ સહાનુભૂતિ છે પ્રધાનમંત્રી સર ? ગરીબોનું કોણ સાંભળશે ? કેન્દ્ર સરકારે અમારી યોજના સામે કોર્ટમાં કોઈ વાંધો ન ઉઠાવ્યો તો હવે કેમ પ્રતિબંધ લગાવવામાં આવે છે ? ઘણા ગરીબ લોકોની નોકરી ચાલી ગઈ છે. લોકો બહાર નથી જવા માગતા તેથી અમે ઘર-ઘર રાશન મોકલવા માગીએ છીએ.
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારના અધિકારીઓ કહી રહ્યા છે કે આ રાશન કેન્દ્ર સરકારનું છે તો દિલ્હી સરકાર ક્રેડિટ કેમ લઈ રહી છે ? હું ક્રેડિટ નથી લઈ રહ્યો, પ્લીઝ યોજના લાગું થવા દો. દુનિયાને કહીશ કે મોદીજીએ યોજના લાગી કરી છે. આ રાશન નથી આમ આદમી પાર્ટીનું કે નથી ભાજપનું. આ રાશન તો દેશના લોકોનું છે અને રાશનની ચોરી રોકવાની જવાબદારી આપણા બન્નેની છે.
કેન્દ્ર સરકાર બધા સાથે ઝઘડી રહી છે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હાલના સમયે દેશ ખૂબ જ કપરા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમય એક-બીજાના હાથ પકડીને મદદ કરવાનો છે. આ સમય એક-બીજા સાથે ઝઘડવાનો નથી. લોકોને લાગી રહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં પણ કેન્દ્ર સરકાર બધા સાથે ઝઘડો કરી રહી છે. તમે મમતા દીદી સાથે ઝઘડી રહ્યા છો. ઝારખંડ સરકાર સાથે ઝઘડી રહ્યા છો. તમે લક્ષદ્વીપના લોકો સાથે ઝઘડો કરી રહ્યા છો. મહારાષ્ટ્ર સરકાર સાથે ઝઘડી રહ્યા છો. દિલ્હીના લોકો સાથે પણ ઝઘડી રહ્યા છો. ખેડૂતો સાથે લડી રહ્યા છો. લોકો આ વાતથી ખૂબ જ દુઃખી છે. આવી રીતે દેશ કેમ ચાલશે ? તમે અમારા બધા સાથે કેમ ઝઘડી રહ્યા છો ? અમે બધા તમારા જ છીએ. અમે ભારતવાસી જ છીએ. એવામાં જો અમે બધા તમારી સાથે ઝઘડીશું તો કોરોના સામે કેવી રીતે જીતીશું ? આપણે અંદરોઅંદર ન લડવું જોઈએ, આપણે બધાએ મળીને કોરોના સામે લડવાનું છે.
મેં તમને સાથ આપ્યો છે, તમે પણ અમને સાથ આપો
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આવતીકાલે લોકો હેડલાઈન વાંચવા માંગે છે કે મોદીજીને દિલ્હી સરકાર સાથે મળીને ગરીબોના ઘેર ઘેર જઈને રાશન પહોંચાડ્યું. લોકો ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ જોવા માગે છે કે, મોદીજી અને કેજરીવાલજીને મળીને ગરીબ લોકોના ઘર સુધી રાશન પહોંચાડ્યું. આ યોજનાને ન રોકો. આ રાષ્ટ્રહિતમાં છે. આજ સુધી રાષ્ટ્રહિતના દરેક કામમાં મેં તમારો સાથ આપ્યો છે. તમે પણ અમને સાથ આપો.
आदरणीय प्रधानमंत्री जी, दिल्ली में गरीबों के लिए शुरू होने वाली घर-घर राशन योजना को कृपया मत रोकिए | Press Conference | LIVE https://t.co/gq4dBgQAvO
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 6, 2021
ભાજપના આપ સરકાર પર આરોપ
આ અંગે ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ ટ્વીટ કરીને કેજરીવાલના તમામ આરોપોનો જવાબ આપ્યો છે. ખુરાનાએ લખ્યું કે, તમારે સમજવું પડશે કે સરકાર કાયદા અને સંવિધાન મુજબ ચાલશે. એનએફએસએ એક્ટના સેક્શન 12(2) કહે છે કે કોઈ નવી યોજના શરૂ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. બીજી વાત કે યોજના લાગુ કરવા માટે કોર્ટનો સ્ટે પણ છે. તમે કાયદા પ્રમાણે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી કેમ નથી લેતા ? કેજરીવાલજી શું તમે કાયદાથી ઉપર છો ? કેન્દ્ર સરકાર તમને સંપૂર્ણ મદદ કરવા માટે તૈયાર છે અને વધુ રાશન આપવા માટે પણ તૈયાર છે. તમને રાશન માફિયા ખતમ કરવામાં 7 વર્ષ કેમ લાગી ગયા. રાજનીતિ ન કરો કેજરીવાલ અને કાયદા પ્રમાણે કામ કરો.
.@arvindkejriwal आपको समझना पड़ेगा सरकार तो सविधान और क़ानून के हिसाब से चलेगी।
— Harish Khurana (@HarishKhuranna) June 6, 2021
आप क़ानून और न्यायालय से ऊपर नहीं हो।
१-सेक्शन 12(2) NFSA ऐक्ट कहता है केंद्र का अप्रूवल ज़रूरी है कोई नई स्कीम शुरू करने के लिए।
२-कोर्ट का Stay है इस स्कीम को लागू करने के लिए ।@CMODelhi
(1-2) pic.twitter.com/af7SL4Q9dG
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત