Homeવિશેષકોલેજ કથા : તસવીર

કોલેજ કથા : તસવીર

પવન છાંયડાને હલાવે પછી તો,
સૂરજના કિરણ બહુ અણીદાર થઈ જાય.

આખો ક્લાસ એકીટશે જોતો રહ્યો. વાતો અટકી પડી. સૌ મૌન થઈ ગયા કે મોઢાને ખંભાતી તાળા લાગી ગયા! બધાની નજર મૈત્રી તરફ હતી. ક્લાસમાં જ ભણતા આયુષે આજે તેને પ્રપોઝ કર્યું હતું. વેલેન્ટાઈન ડેના દિવસે ખજૂરાહોના શિલ્પ સમી મૈત્રીના પગ નીચે પોતાનું હ્રદય મૂકી દેવા અગણિત છોકરાઓ લાઈનમાં હતા. એમના માટે તો આ લાઈન નોટબંધીની લાઈન જેવી સાબિત થઈ હતી. વારો આવે એ પહેલા જ બેંકના પાટીયા સટાક કરતા નીચે પડી જાય અને હ્રદયમાં ફાટેલા જ્વાળામુખીનો લાવા ઉથલા મારવા લાગે એવી.

આયુષે સૌથી પહેલો દાવ લઈ લેતા અગણિત ડાચાઓ બીજા વિશ્વયુદ્ધમાં ધ્વંસ થઈ ગયેલી ઈમારતો જેવા થઈ ગયા. મૈત્રી ગોલકિપર હતી જે તેના પ્રેમના ગોલને જીલે છે કે નહીં તેની રાહમાં આ સ્ટ્રાઈકર ઊભો હતો.  ઘણા અંદરથી જીવતેજીવ સ્મશાનમાં મૃતદેહ સળગતા હોય એમ સળગી ઉઠ્યા. બધાના મનમાં એક જ વિચાર હતો કે ગોંડલની સ્વપ્ન સુંદરી, તેમના સપનાઓની રાજકુમારી, નેણ નખરાળી, બસ આયુષને ના પાડી દે તો સારું.

બીજી બાજુ એ વાત પણ માનનારા હતા કે ગ્રીક યોદ્ધા જેવો અને છાતીથી લઈને બાવડા સુધી કોઈ પણ યુવતીની પ્રાથમિકતા હોવો જોઈએ એ આયુષને કોણ ના પાડવાનું હતું ?

આ વિચારો ચાલી રહ્યા હતા ત્યાં તો ફટાક દેખાનો લાફો આયુષના ગાલ પર પડ્યો. જે છોકરાઓ  હમણાં સ્મશાન બની સળગતા હતા તેમને એ જ આગ ચોરીના ચાર ફેરા જેવી લાગવા માંડી. હાથમાં રહેલા અને મૂરઝાયેલા ફૂલોમાં ફરી સુવાસ આવી ગઈ. તત્ક્ષણ એ વિચાર પણ ઘેરી વળ્યો કે મૈત્રી નામની સંસદમાં આયુષ નામના મંત્રીનું બિલ પાસ ન થાય તો આપણું શું ગજુ ? આ વાતે જ કેટલાકે ફૂલ તેની નજરમાં ચડે એ પહેલા જ બારી બહાર ફેંકી દીધા.

સુંદરતાથી લથબથ એવો રૂપનો કટકો આયુષના અરમાનો પર પાણી ફેરવીને, તલવારની ધાર જેવી ગુસ્સાભરેલી આંખો સાથે ડાબો પગ પછાડી ક્લાસરૂમમાંથી ચાલ્યો ગયો. આયુષના કાનમાં હજુ તમરા બોલતા હતા.

રાતના રૂમનું વાતાવરણ તંગ હતું. આયુષ પોતાના હાથની મુઠ્ઠીઓ ભીંસી રહ્યો હતો. પોતાના હાથને જોરથી દિવાલ પર અથડાવતો હતો, ‘શું સમજે છે એ પોતાની જાતને? પ્રપોઝલ ઠુકરાવવું જ હતું તો પછી ના પાડી દેવાની જરૂર હતી આમ બધાની સામે લાફટ…’

‘તેને તેની ઓકાત દેખાડવી જ પડશે.’ બાજુમાં બેઠેલા મનોજે ભ્રુકુટી તાણતા કહ્યું.

‘કેવી રીતે ? એના નખરા જોયા છે. મારા જેવા છોકરાની આગળ પાછળ એકથી એક છોકરીઓ લાઈન લગાવીને ઊભી રહે છે. અને આ ગોંડલની ચટણી છે કે બધાની સામે મારી આંખમાં મરચું નાખીને ચાલી ગઈ. હું કોઈને મોઢું દેખાડવા જેવો ન રહ્યો.’

‘દુષ્યંત સાથે તેને કંઈક વધારે જ લગાવ નથી.’ મનોજે સૂર પૂરાવ્યો.

‘કોણ પેલો નવલકથાકાર બનવાના સપનામાં આળોટતો દુષ્યંત. વાળ જોયા છે એના? જીથરાભાભાના નાટકમાં ચાલે તેવું પાત્ર છે. કોઈ છોકરી તેને પસંદ ન કરે.’

મનોજે આયુષના ખભા પર હાથ રાખતા કહ્યું, ‘એક કામ કર. નિવેદિતાને કહીએ. મારી ગર્લફ્રેન્ડ છે અને મૈત્રીની સાથે જ હોસ્ટેલમાં રહે છે.’

‘તો?’

‘તો શું મૂર્ખા. નિવેદિતા તેના કેમેરામાંથી ફોટોગ્રાફ પાડી લેશે અને દુષ્યંતે પાડ્યા એવો આરોપ સાબિત કરી નાખીશું. દુષ્યંતની છબી તેની સામે ખરડાઈ જશે અને પછી તું હીરો બનીને આવી જજે. મૈત્રી નામના પુષ્પનો માળી બની જજે. ખાલી મને એટલી વાત કર કે મૈત્રી સાથે તારે કેવા રિલેશન રાખવા છે ?’

‘કેવા રિલેશન રાખવા છે એટલે ?’

‘આખી જિંદગી વિતાવવી છે કે પછી….’

‘પહેલા એ મળી જાય, થોડો સમય કાઢું એ નખરાળી નાર સાથે અને પછી કહું કે એ આખી જિંદગી માથે પાડવા જેવી છે કે નહીં.’

રાતના મૈત્રી જ્યારે બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ ત્યારે નિવેદિતાએ મનોજે કહેલું મિશન પાર પાડ્યું. તેના કેમેરામાંથી તેના એક એક અંગ-ઉપાંગોની તસવીરો ખેંચી લીધી. નગ્ન શરીરને કચકડે કંડારવામાં નિવેદિતાને કંઈક વધારે જ મજા આવી ગઈ.

બીજા દિવસે વાત કરવાના બહાને જટાળા દુષ્યંતની નવલકથામાં એ ફોટા પણ રાખી દીધા અને આખે આખું મિશન પાર પાડવામાં આવ્યું. ક્લાસમાં મૈત્રી એકલી જ હતી. અભિનયથી સજ્જ આયુષ દોડીને આવ્યો અને મૈત્રીનું બાવડુ પકડી તેને ઊભી કરી દીધી.

‘શું છે તારે ? હજુ સમજ્યો નથી કે પાછી એક દઉં ગાલમાં.’

વર્ગખંડમાંથી બહાર લઈ જઈને આયુષે મૈત્રીને કહ્યું, ‘મને હજુ પાંચ-છ લાફા મારી દે તો પણ વાંધો નથી, પણ તને ખબર પડવી જોઈએ કે જે દુષ્યંતની પાછળ તું લટકા ઝટકા મારે છે ને એણે તારા કેવા હાલ કર્યા.’

‘શું વાત કરે છે. દુષ્યંત મારો પાક્કો મિત્ર છે. મારા માટે કંઈ પણ કરી છૂટવાની હામ તેનામાં છે. તારી જેમ ખોખાનું શરીર લઈને અહીંથી તહીં નથી ભટકતો.’

‘અહીંથી તહીં ભટકવાનો તો તારે વારો આવશે મૈત્રી જ્યારે તને ખબર પડશે કે દુષ્યંતે તારા બિભત્સ ફોટા પાડી લીધા છે. એ પણ તારી જ હોસ્ટેલની એક બહેનપણીને કહેવડાવીને. રાતે તો એ તારા ફોટાનું એકાંતમાં શુંયે કરતો હશે…?’

‘તારી જીભને લગામ આપ આયુષ. એ આવું ન કરે.’

મૈત્રી આટલું જ બોલી ત્યાં મનોજ દુષ્યંતના જટીયા પકડીને લાવ્યો અને મૈત્રીની સામે તેની નવલકથામાંથી નીકળેલા ફોટા સામે રાખી દીધા. એ ફોટોગ્રાફ જોઈ મૈત્રીની આંખ તળે અંધારુ આવી ગયું. તે માની જ નહોતી શકતી કે જેની મિત્રતાને તે કોલેજમાં સૌથી વધારે ચાહે છે તેણે આવું અશ્લીલ કામ કર્યું હશે.

બીજી બાજુ દુષ્યંત મૌન હતો. તેની આંખો નમેલી હતી. કંઈ બોલી નહોતો રહ્યો.

‘દુષ્યંત.’ મૈત્રીના અવાજમાં કરડાકી ભરાઈ. આ અવાજ વેલેન્ટાઈન ડેના દિવસે આયુષને મારેલા લાફા કરતા પણ વધારે વેધક હતો. કોઈ સિંહણ જાણે ઘુર્રાતી હોય તેમ તેના ધ્વનિનો બહિર્ભવ થઈ રહ્યો હતો. માથાની નસો ફાટી રહી હતી. એ મુઠ્ઠી ભીંસી રહી હતી. એ મુઠ્ઠી હળવી થઈ અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. હાથમાં રહેલા ફોટોગ્રાફની સાથે જ તે ત્યાંથી આયુષ, મનોજ અને દુષ્યંતને એકલા છોડી ચાલી ગઈ.

આયુષે મનોજ અને પછી દુષ્યંતની સામે જોઈને કહ્યું, ‘આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ બાકી તને તારી હડીંગદસ્તા જેવી નવલકથાથી જ મારી મારીને મારી નાખીશ. આવું કરતાં શરમ નથી આવતી, સાલા જટાળા.’

ભોળા દુષ્યંતને આ કેવી રીતે થયું એ જ સમજાતું ન હતું. તેનું હ્રદય જાણે હમણાં બંધ પડી જશે એવું તેને લાગતું હતું. આયુષ અને મનોજ પણ તેને છોડીને ચાલ્યા ગયા.

કોલેજની કેન્ટીનમાં એકલી બેસેલી અને વિચારોમાં મગ્ન એવી મૈત્રીની પડખે આયુષ નાટકનો ત્રીજો ભાગ ભજવવા માટે પહોંચ્યો. તેની આજુબાજુ કોઈ ન હતું. તેણે જઈ મૈત્રીના હાથ માથે હાથ રાખી દીધો. મૈત્રીએ ઝડપથી પોતાનો હાથ ખસેડી લીધો અને કહ્યું, ‘મને હવે પુરુષજાતથી નફરત થઈ ગઈ છે. તું ચાલ્યો જા.’

‘મૈત્રી આ બધું મેં તારા માટે જ કર્યું છે. અને તું મને તગડવાની વાત કરે છે. આજે હું અને મનોજ ન હોત તો તારી ઈજ્જતના આખી કોલેજમાં લીરેલીરા ઉડી ગયા હોત. નહીં ને તેણે ફોટોગ્રાફ નોટિસ બોર્ડ પર ચોંટાડી દીધા હોત તો ? મૂંઢ છોકરાઓ અંદરથી બધાના બાપ હોય છે. તે મને લાફો માર્યો મને જરા પણ અફસોસ નથી, પણ તારા જેવી છોકરી સાથે આવું થાય તે હું સહન ન કરી શકું. ’ આયુષ વધારે કંઈ બોલે તે પહેલા જ મૈત્રીએ તેના ખભ્ભા પર પોતાનું માથું ઢાળી દીધું. આયુષના ચહેરા પર રાક્ષસી સ્મિત લહેરાઈ ગયું.

દુષ્યંતને ફસાવીને તેણે બદલો લઈ લીધો હતો. હવે મૈત્રી નામની મૂર્તિનો તે માલિક હતો. તેને ઘરમાં રાખવી કે ઘરમાં રાખીને ફેંકી દેવી બધું તેના પર નિર્ભર હતું.

કોલેજના છોકરાઓ પણ આ જોઈ સ્તબ્ધ થઈ ગયા કે આયુષને ગાલે લાફો ફટકારનારી મૈત્રી હવે તેના હ્રદયનો એક ભાગ બની ગઈ હતી. ગઈકાલે વિરોધી ટીમના ખેલાડીઓ આઈપીએલમાં ભેગા રમે એવું જ એ દૃશ્ય હતું. એ હાથમાં હાથ પરોવીને સાથે આવતા હતા. વર્ગખંડમાં કોઈ ન હોય ત્યારે એકબીજાને મન ભરીને પ્રેમ કરી લેતા હતા.

મૈત્રીના ઝાડા હોઠ પર જ્યારે આયુષ પોતાના ગરમ ગરમ હોઠ મૂકી દેતો ત્યારે મૈત્રીનું હ્રદય ધબકારો ચૂકી જતું હતું. આયુષે ઘણી છોકરીઓ ફેરવી હતી, પણ મૈત્રીના હોઠમાંથી જે ઉષ્મા નીકળતી હતી, ચુંબન કરતી વેળાએ તેના સ્તનયુગ્મો તેની છાતીએ ચોંટી જતા હતા. એ અનેરો આનંદ તેણે આજ સુધી નહોતો માણ્યો.

મૈત્રી નામના પ્લોટનો માલિક બની ચૂકેલો આયુષ હવે આ જમીનને બંજર રહેવા દેવા નહોતો માગતો. મનોજને થોડા સમય માટે બહાર મોકલી સાંજના કોલેજ છૂટી એ સમયે મૈત્રીને તે પોતાના રૂમ પર લાવ્યો. અંદર જતા જ મૈત્રીએ પોતાની બુકાની ખોલી નાખી. તેના ચહેરાને જ નહીં તેના શરીરને પણ અનાવૃત કરી આયુષને જોવું હતું. મૈત્રીની નજર હજુ આયુષના રૂમ પર હતી ત્યાં જ આયુષે તેના વાળ પાછળથી પકડીને ખેંચી લીધા અને તેના હોઠ પર પોતાના બે હોઠ ભીંસી દીધા. મૈત્રી પણ આયુષના સ્વાદને માણવા લાગી. તેના નિતંબને પકડીને તેણે પોતાની કમર પર ચડાવી દીધા. બેઉં શરીર જ્યારે જમીન પર પડેલા ગાદલા પર પડ્યા ત્યારે નજીકમાં રહેલી લાઈટને આયુષે ચાલું કરી દીધી. નગ્ન ફોટોગ્રાફમાં આટલી ઘાતક લાગતી મૈત્રી શું સાચેક આવા રૂપની માલકણ છે. એ જોવાની તેને ક્યારથી ઈચ્છા હતી.

મૈત્રીના વસ્ત્રો ઉતરતા ગયા અને કોઈ પણ પુરુષને ક્ષણભર માટે બેશુદ્ધ કરી નાખે તેવું શિલ્પ આયુષની આંખ સામે તરી આવ્યું. માદક હોઠ, અણીદાર સ્તન, પાતળું પેટ, તલવારની ધાર જેવો પીઠનો વળાંક… તે ગાદલામાં જ ફરી ગઈ અને તેની પાતળી કમરની નીચે રહેલા નિતંબોએ તેને આકર્ષિત કરી દીધો. ફૂલગુલાબી શિયાળાની ઋતુ વૈશાખના વાયરામાં તબ્દિલ થઈ ગઈ.

કોલેજમાં આગલા દિવસે એકબીજાનો હાથ પકડીને આવતા આયુષ અને મૈત્રી સામે જ કેમ બધા જોતા હતા ? તેની બંનેને ખબર ન પડી. આડી અવળી વાતો ચાલી રહી હતી જે સ્પષ્ટ કાને અથડાતી નહોતી.

નોટિસ બોર્ડ પર લાગેલી ભીડ પાસે આયુષ અને મૈત્રી પહોંચ્યા. બંનેના હાથમાંથી બેગ નીચે પડી ગયા. નોટિસ બોર્ડ પર ગઈકાલે આયુષ અને મૈત્રીએ માણેલા એકાંતના પળોની તસવીરો લાગેલી હતી. બંનેને આવેલા જોઈ આસપાસના છોકરાઓ હસતા હતા. મૈત્રીના શરીરને એકધારા તાકતા હતા!! બીજી બાજુ વર્ગખંડમાં હસતા હસતા દુષ્યંતે પોતાની નવલકથામાંથી દસ હજારની થોકડી કાઢી મનોજના હાથમાં મુકી દીધી. મનોજે નિવેદિતા સામે આંખ મારી. 

(શીર્ષક પંક્તિ ગૌરાંગ ઠાકર)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments