Team Chabuk-Special Desk: છેલ્લા કેટલાક મહિનામાં દેશભરમાં અચાનક હાર્ટ એટેક આવવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં લોકોને અચાનક પડી જતા જોવા મળ્યા હતા અને કેટલીક ઘટનાઓમાં લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જોઈને એવું લાગતું હતું કે તે જોરદાર અવાજથી વાગતું મ્યૂઝીક સહન કરી શકતા નથી.
4 માર્ચ, 2023 ના બિહારના સીતામઢીના 22 વર્ષના સુરેંદ્ર કુમારનું મોત સ્ટેજ પર એવા સમયે થયું જ્યારે તે દુલ્હનને વરમાળા પહેરાવી રહ્યો હતો. સુરેંદ્ર કુમારનું મોત હાર્ટ એટેકથી થયું હતું. પરિવારનું કહેવું હતું કે સુરેન્દ્ર કુમારનું મોત ડીજેના જોરદાર અવાજને કારણે થયું છે. જોરદાર અવાજને કારણે તેના ધબકારા વધી ગયા અને તે સ્ટેજ પરથી પડી ગયો હતો.
આ રીતે જ બીજી એક ઘટના તેલંગણામાં બની હતી. એક 19 વર્ષના યુવકનું મોત લગ્નમાં ડાન્સ કરતા સમયે થયું હતું. બીજી તરફ ગત વર્ષે 25 નવેમ્બરે વારાણસીના પીપલાની કટરામાં લગ્ન સમારોહમાં ડાન્સ કરતી વખતે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. લગ્ન સમારોહના વાયરલ થયેલા વીડિયોમાં તે વ્યક્તિ ડાન્સ કરતો જોવા મળ્યો હતો અને અચાનક જમીન પર ઢળી પડ્યો હતો.
નવેમ્બર 2019 માં યૂરોપિયન હાર્ટ જર્નલમાં છપાયેલ એક રિસર્ચમાં બતાવવામાં આવ્યું કે કોઈપણ પ્રકારનું મ્યૂઝીક, પછી ભલે તે ધીમું હોય કે જોરદાર વ્યક્તિના હૃદયને નબળુ પાડી શકે છે. સંશોધકોએ 500 સ્વસ્થ વયસ્કો પર અભ્યાસ કર્યો. આ સંશોધનમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેઓ ખૂબ જ વ્યસ્ત અને ઘોંઘાટવાળા બજારમાં રહેતા હતા અથવા કામ કરતા હતા.
પાંચ વર્ષ સુધી કરવામાં આવેલા સ્ટડીમાં એ વાત સામે આવી કે જે લોકોમાં હૃદય રોગના કોઈ લક્ષણો નથી હોતા, તેઓને ઘોંઘાટવાળા બજારોમાં રહેવા પછી હૃદય રોગના લક્ષણો જોવા મળ્યા. આ રિસર્ચમાં ખબર પડી કે કાર્ડિયોવૈસ્ક્યુલર સંબંધિત બીમારી થવાનું સૌથી મોટું કારણ અવાજ છે.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 24 કલાકના સમયગાળામાં અવાજના સરેરાશ 5 ડેસિબલ એક્સપોઝરથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર કાર્ડિયોવૈસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ 34 ટકા વધી જાય છે. આ એમિગ્ડાલા (મગજની અંદર ગ્રે મેટર)ને પણ અસર કરે છે જે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને હાર્ટ એટેક આ ભાગ સંકોચાઈ જવાને કારણે આવે છે. તેનાથી સ્વાભાવમાં બદલાવ, ગુસ્સો જેવી સમસ્યાઓ થાય છે જે હાર્ટ એટેકના લક્ષણો છે.
એક સ્ટડી જર્મનીના મેન્ઝ યૂનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં પણ કરવામાં આવી હતી. જેમાં 35 થી 74 વર્ષના લગભગ 15,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં એ વાતની તપાસ કરવામાં આવી કે હાર્ટ એટેકનું કારણે સંગીત કે ઘોંઘાટ છે. સંશોધનમાં એ વાત સામે આવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ મોટા અવાજે સંગીતના સંપર્કમાં આવે છે, ત્યારે તેના હૃદયના ધબકારા ઝડપથી વધે છે. આ એવું છે જ્યારે જોગિંગ અથવા શારીરિક કસરત દરમિયાન હૃદયના ધબકારા વધી જાય છે.
અનિયમિત હૃદયના ધબકારાને એટ્રિયલ ફાઈબ્રિલેશન કહેવામાં આવે છે અને તેના કારણે હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક અને લોહી ગંઠાઈ જવાનો ખતરો રહે છે. વૈજ્ઞાનિકો માને છે કે બ્લડ પ્રેશરમાં વધારો કરતી કોઈપણ પ્રવૃત્તિ ફાઇબ્રિલેશનને ટ્રિગર કરી શકે છે અને મોટા અવાજમાં પણ આવુ થાય છે. એવામાં હૃદયના ઉપરના બે ભાગમાં લોહી યોગ્ય રીતે પહોંચી શકતું નથી. આ કારણે, નીચેના ભાગમાં લોહીના પ્રવાહ પણ ખલેલ પહોંચે છે અને તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
સ્ટડીમાં એ પણ જણાવવામાં આવ્યું કે ખૂબ જ જોરથી વાગતા મ્યૂઝીકના સંપર્કમાં આવવાથી કાનની કોશિકાઓને થાક લાગે છે. જો તમે લાંબા સમય સુધી જોરથી વાગતા મ્યૂઝીકના સંપર્કમાં રહેશો તો કાયમ માટે મોટુ નુકસાન થઈ શકે છે. જેના કારણે સાંભળવાની શક્તિ કાયમ માટે જતી રહે છે. સ્ટડીથી ખબર પડે છે કે 60 ડેસિબલ સુધીનો અવાજ માણસના કાન માટે સામાન્ય છે. પરંતુ ક્લબ કે પાર્ટીઓમાં અવાજનું સ્તર વધારે હોય છે. જે આપણા માટે નુકસાકારક છે.
15 મિનિટથી વધુ સમય સુધી 100 ડેસિબલ કે તેથી વધુ સમય સુધી સંગીત સાંભળવાનું ટાળો કારણ કે તે સાંભળવાની ક્ષમતા પર ખરાબ અસર કરે છે. 50-70 ડેસિબલથી ઉપરનો અવાજ હાનિકારક માનવામાં આવે છે જે માનવ હૃદય અને મગજને અસર કરે છે. ગયા વર્ષે વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠને સાંભળવા માટે એક માનક તૈયાર કર્યું હતું. આ માનક કલ્બ કે સંગીત સેરેમનીમાં જનારા 12 થી 35 વર્ષની વયના લોકોને સાંભળવાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું.
શું કહે છે ભારતીય વિશેષજ્ઞો ?
કાર્ડિયોલોજિસ્ટ અને ફોર્ટિસ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. અજય કૌલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, એક બાજુ સંગીતએ ઉપચાર તરીકે કામ કરે છે પરંતુ બીજી તરફ ખૂબ મોટા અવાજ અથવા અવાજનો નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. સારું સંગીત ઊંઘ અને અન્ય માનસિક સમસ્યાઓની સારવારમાં દવા તરીકે કામ કરે છે. બીજી તરફ જો 60 ડેસિબલથી ઉપરના અવાજમાં સંગીત હોય તો ખૂબ નુકસાનકારક હોય શકે છે. તે ગમે ત્યારે હાર્ટ એટેક લાવી શકે છે.
આંકડા મુજબ નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સાઓ દિવસેને દિવસે ભારતમાં વધી રહ્યા છે. અમેરિકાની એક રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર 2015 સુધીમાં ભારતમાં 6.2 કરોડ લોકોને હૃદય સંબંધિત બીમારીઓ થઈ. હૃદયની બીમારીનો ભોગ બનેલા લગભગ 2.3 કરોડ લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે. એટલે કે 40 ટકા હૃદયના દર્દીઓની ઉંમર 40 વર્ષથી ઓછી હતી. આ આંકડા ભારત માટે ચિંતાજનક છે. નિષ્ણાતો કહે છે કે સમગ્ર વિશ્વમાં આ આંકડા ભારતમાં સૌથી ઝડપથી વધી રહ્યા છે. 2016માં હૃદયરોગ અકાળે મૃત્યુનું પ્રથમ કારણ બની ગયું છે. તે પહેલા હાર્ટ એટેક અકાળે મૃત્યુમાં ત્રીજા નંબર પર હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત