Team Chabauk-Gujarat Desk: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. ચૂંટણીની સત્તાવાર જાહેરાત ભલે ન થઈ હોય પરંતુ રાજકીય ગલીઓમાં માહોલ ગરમ થઈ ચૂક્યો છે. આ વાતની એટલા માટે કરવી યોગ્ય છે કે હાલ રાજકીય આગેવાનો એકબીજા પર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં લાગી ગયા છે. આવો જ એક હુંકાર કર્યો છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે. પાટીલે સુરતમાં મેડિકલ કેમ્પમાં સંબોધન દરમિયાન કહ્યું કે, હવે દિવસોમાં ચૂંટણી આવવાની છે. પાર્ટીએ તમામ બેઠકો તો જીતવાની જ છે. પરંતુ દરેક બેઠક 50,000 મતની સરસાઈથી જીતવાની છે. યુદ્ધની તૈયારી થઈ ગઈ છે, શસ્ત્રો સજાવાઈ ગયા છે, મેદાનમાં ઉતરો ત્યારે કોઈની દયા નહીં રાખવી.
કોરોનાકાળને લઈને આપ્યું નિવેદન
સુરતના કાર્યક્રમને સંબોધતા પાટીલે કહ્યું કે, કોરોનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ કામ કર્યું. સમગ્ર દેશમાં વેક્સિન મફતમાં આપવામાં આવી. તેઓએ રેવડી વેચી નથી પરંતુ વેક્સિન આપીને લોકોના જીવ બચાવ્યા છે. સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, અર્બન નક્સલાઈઝ લોકોને ઓળખી જવાની જરૂર છે. ગુજરાત વિરોધીઓને AAPએ ટિકિટ આપી છે. મેઘા પાટકરના આંદોલનના કારણે 15 વર્ષ નર્મદા યોજના મોડી થઈ. આવા લોકો રાજ્યને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે છે. કચ્છ સુધી પાણી પહોંચાડવાનું હતુ ત્યારે મેધા પાટકર કામ રોકતા હતા. જે ગુજરાતને આગળ જતા રોકતા હતા તે મેધા પાટકરને આમ આદમી પાર્ટી આગળ લાવે છે.
રેવડીના વાયદાને સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ‘ગુજરાતની પ્રગતિ ગમતી નથી? રેવડીવાળા વચન આપે છે પરંતુ પૂર્ણ કરી શકશે કે કેમ તે એક મોટો પડકાર છે. મહિલાઓને 1 હજાર રૂપિયા આપો ત્યારે વર્ષે 36 હજાર કરોડ થાય. બધી રેવડીનો ખર્ચ 41 હજાર 607 હજાર કરોડ જેટલો થાય છે. 2.18 કરોડ લાખનું બજેટ તો રેવડીમાં જ પૂરું થઈ જાય એમ છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ