Homeસિનેમાવાદદીપિકાએ સોશિયલ મીડિયા પરની તમામ પોસ્ટ ડિલીટ કેમ કરી નાખી ?

દીપિકાએ સોશિયલ મીડિયા પરની તમામ પોસ્ટ ડિલીટ કેમ કરી નાખી ?

ઝાલાવાડી જલજીરા : બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ નવા વર્ષના પ્રથમ દિવસે જ સમાચારોમાં છવાઈ ગઈ. સમાચારમાં ચમકવાનું કારણ ખુદ દીપિકા જ છે. નવા વર્ષના પહેલા દિવસે જ દીપિકા પાદુકોણે એવું કામ કર્યું જેના કારણે તેના ફેન્સ નિરાશ થયા અને મુંઝવણમાં પણ મૂકાઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે દીપિકા તુને ઐસા ક્યું કિયા. હવે સીધા સમાચાર પર આવીએ. આજે દીપિકા પાદુકોણે અચાનક પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ફેસબુક પેજ પરની તમામ પોસ્ટ અને ટ્વિટર હેન્ડલ પરથી તમામ ટ્વિટ ડિલીટ કરી નાખ્યા.

કહી શકાય કે દીપિકાએ નવા વર્ષે પોતાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર સાફ સફાઈ કરી નાખી. જુના વર્ષને વિદાય આપવાની સાથે જુની પોસ્ટ અને ટ્વિટને પણ વિદાય આપી દીધી. દીપિકા પાદુકોણે જુની તમામ પોસ્ટ અને ટ્વિટ ડિલીટ કરી હોવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ છે. દરરોજ દીપિકાના ટ્વિટ અને ફોટોઝ સાથેની પોસ્ટ જોઈને ખુશ રહેતાં ફેન્સ આજે માયુસ થઈ ગયા. તેમને લાગ્યું કે વર્ષના પ્રથમ દિવસે જ દીપિકાએ સૌને ઝટકો આપ્યો. કેમ કે દીપિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. કરોડોમાં તેના ફોલોઅર્સ છે. ફેન્સને લાગ્યું કે હવે દીપિકા સોશિયલ મીડિયા પર નહીં દેખાય તો ?

પરંતુ થોડી જ ક્ષણોમાં દીપિકા ફરી સોશિયલ મીડિયા પર પ્રગટ થઈ અને એક ઓડિયો પોસ્ટ કર્યો. ત્યારે તેના ફેન્સના જીવમાં જીવ આવ્યો અને હાશકાર થયો. પરંતુ દીપિકાએ જુની પોસ્ટ અને ટ્વિટ કેમ ડિલીટ કર્યા તે પ્રશ્ન તમામ લોકોને હજુ પણ થઈ રહ્યો છે.

દીપિકા પાદુકોણે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પરથી તમામ પોસ્ટ અને ટ્વિટ ડિલીટ કર્યા બાદ ટ્વિટર, ઈન્સ્ટા અને ફેસબુક પેજ પર નવા વર્ષે એક પોસ્ટ શેર કરી છે. જેમાં એક ઓડિયો પોસ્ટ કર્યો છે. આ ઓડિયોમાં દીપિકા પોતાના ચાહકોને એક સંદેશ આપી રહી છે. 30 સેકન્ડના ઓડિયોમાં દીપિકા કહી રહી છે કે, ‘આપ સૌનું મારી ઓડિયો ડાયરીમાં સ્વાગત છે, જ્યાં હું મારા વિચારો તમારી સમક્ષ રાખીશ. આ વાત તમે સૌ માનશો કે 2020નું વર્ષ અનિશ્ચિતતાઓથી ભરેલું રહ્યું. પરંતુ આ વર્ષ મારા માટે ઘણું શીખવા લાયક પણ રહ્યું. 2020નું વર્ષ મારા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનું પણ રહ્યું. હવે 2021માં હું એટલું જ કહી શકીશ કે તમે બધા સ્વસ્થ રહો અને તમારા મનને શાંતિ મળે. તમામને નવા વર્ષની શુભકામના.’

દીપિકાએ જેવી પોસ્ટ અને ટ્વિટ ડિલીટ કર્યા હતા અને સમાચાર તીવ્ર ગતિથી ફેલાયા હતા એટલી જ ગતિથી તેનો આ ઓડિયો સંદેશ ફેલાઈ રહ્યો છે. દીપિકાનો આ ઓડિયો સાંભળીને ફેન્સ ખુશ દેખાઈ રહ્યા છે. અટકળો છે કે હવે દીપિકા ઓડિયો સિરીઝ ચાલુ કરવા જઈ રહી છે જો કે આ વાતને દીપિકા તરફથી કોઈ સમર્થન મળ્યું નથી.

પોસ્ટ અને ટ્વિટ ડિલીટ કરવાના દીપિકાના નિર્ણયને ઘણા લોકો પીઆર સ્ટંટ કહી રહ્યા છે. લોકોનું માનવું છે કે, લાઈમલાઈટમાં આવવા માટે દીપિકા પાદુકોણે આ પ્રકારનું કામ કર્યું છે. જો કે દીપિકાએ પોતાના એકાઉન્ટ પરથી ટ્વિટ અને પોસ્ટ કેમ ડિલીટ કરી નાખ્યા તેની તો ખુદ દીપિકાને પૂછો તો જ ખબર પડે.

કરોડોમાં છે દીપિકાના ફોલોઅર્સ

અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સમયાંતરે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વીડિયો સહિતની પોસ્ટ મૂકે છે. ફેસબુક પેજ પર દીપિકા પાદુકોણના 46.8 મિલિયન ફોલોઅર્સ છે, ઈન્સ્ટાગ્રામ પર 52.5 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે ટ્વિટર પર 27.7 મિલિયન ફોલોઅર્સ છે.

આમ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરોડો ફોલોઅર્સ ધરાવતી દીપિકા પાદુકોણે આ પ્રકારે અચાનક તમામ પોસ્ટ અને ટ્વિટ ડિલીટ કરી દેતાં ફેન્સ નિરાશ થઈ ગયા છે અને દીપિકાએ આવું કેમ કર્યું તે વિચારી રહ્યા છે.

દીપિકાએ ભલે ગમે તે કારણોસર પોસ્ટ ડિલીટ કરી હોય પણ એક વાત તો માનવી જ પડશે. હવે ફેન્સ સેલિબ્રિટીઓને કંઈક વધારે જ ટ્રોલ કરી રહ્યા છે. કોઈ ફિલ્મ આવતા પહેલા કલાકાર ન ગમતો હોય તો તેના મીમ બની શેર થવા માંડે છે. વીડિયો બની જાય છે. નવી ફિલ્મના ટ્રેલર પર અવનવા ગતકડાં બનાવી રજૂ કરવામાં આવે છે. અને આ કારણે જ સેલિબ્રિટીઓ હવે સોશિયલ મીડિયા પર પહેલાં જેટલા એક્ટિવ નથી રહેતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments