Homeતાપણુંચૂંટણી આયોગ તરફથી મળેલી નોટિસ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી લાલઘુમ થયા

ચૂંટણી આયોગ તરફથી મળેલી નોટિસ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી લાલઘુમ થયા

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તરફથી ધર્મના આધારે એક રેલીમાં વોટ માગવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી આયોગને નોંધવતા મુખ્યમંત્રી લાલઘુમ થઈ ગયા છે. ભાજપે ચૂંટણી આયોગને ફરિયાદ નોંધવતા હવે મુખ્યમંત્રી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી આયોગે ગુરૂવારે મમતા બેનર્જી સામે નોટિસ જાહેર કરી છે. હવે મમતા બેનર્જીએ ચૂંટણી આયોગને આ અંગેનો 48 કલાકમાં જવાબ આપવાનો છે.

બીજી બાજુ ચૂંટણી આયોગ તરફથી મળેલી નોટિસ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી લાલઘુમ થયા છે. તેમણે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો અને પાર્ટી પર દેશને વેચવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, તમે દેશ વેચી દીધો છે. તમે મારા વિષે ખોટું બોલવા અંગે રાષ્ટ્રીય મીડિયાને કહ્યું છે. તમે મારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

બંગાળના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, જ્યારે તેમણે હિન્દુ મુસ્લિમો વિષે વાત કરી ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓની વિરૂદ્ધ શા માટે ફરિયાદ દાખલ કરવામાં ન આવી ? મમતા બેનર્જી તો હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ સૌનાં માટે છે.

આ અંગે મમતા બેનર્જીએ ચૂંટણી આયોગને અપીલ કરતા કહ્યું છે કે, હું કેન્દ્રિય બળનું સન્માન કરું છું. પણ મારી પાસે તેમના માટે શૂન્ય સન્માન છે જે ભાજપની કઠપુતળીઓ છે અને માતાઓ અને બહેનોને ડરાવવાની કોશિશ કરે છે. જેથી તે ભાજપને વોટ આપે. તેમણે ચૂંટણી આયોગને કહ્યું કે, તમે અમિત શાહની વાત ન માનો. અમારી વાત પણ ન સાંભળો. પણ તમારું કામ યોગ્ય રીતે કરો.

ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ હુગલીના તારકેશ્વરમાં 3 એપ્રિલના રોજ રેલી દરમિયાન કથિત રીતે એવી અપીલ કરી હતી કે અલ્પસંખ્યકોના વોટ અલગ અલગ પાર્ટીઓમાં વિભાજીત ન થવા જોઈએ. જે પછી ચૂંટણી આયોગે તેમના આ નિવેદનને રિપ્રેઝન્ટેશન ઓપ ધ પ્યુપીલ એક્ટના સેક્શન 123 અને આચાર સંહિતાની વિભિન્ન ધારાઓનું ઉલ્લંઘન કરતા ઠેરવી જવાબ આપવાનું કહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments