Homeસિનેમાવાદઅક્ષય સાથે ‘સૂર્યવંશી’માં કામ કરનારી પોરબંદરની આ યુવતીને ઓળખો છો ?

અક્ષય સાથે ‘સૂર્યવંશી’માં કામ કરનારી પોરબંદરની આ યુવતીને ઓળખો છો ?

Team Chabuk-Entertainment Desk: રોહિત શેટ્ટી દિગ્દર્શીત અને અક્ષય કુમાર તેમજ કેટરીના કૈફ અભિનીત ફિલ્મ ‘સૂર્યવંશી’ને ધમાકેદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે માત્ર 5 દિવસમાં જ 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં એક ગુજરાતી કલાકારને પણ રોલ મળ્યો છે. આ ગુજરાતી કલાકાર નાનકડો રોલ ભજવીને છવાઈ ગઈ છે. આ અભિનેત્રીનું નામ છે હેલિન શાસ્ત્રી. ફિલ્મમાં હેલિને ATSની કર્મચારી માલવિકા ગુપ્તાનો રોલ ભજવ્યો છે.

હેલિન શાસ્ત્રી ગુજરાતી છે. ચાહકોએ હેલિનના ઘણાં જ વખાણ કર્યા હતા અને આ સાંભળીને હેલિન એકદમ ભાવુક થઈ ગઈ હતી. સોશિયલ  મીડિયા પર વીડિયો શૅર કરીને હેલિને કહ્યું હતું, ‘ફિલ્મમાં મારો રોલ બહુ જ નાનો છે, પરંતુ તમે લોકોએ ઘણી જ પ્રશંસા કરી. મને ખ્યાલ નથી કે હું કેમ રડી રહી છું. કદાચ આ ખુશીના આંસુ છે.’ અન્ય એક પોસ્ટમાં હેલિને કહ્યું હતું, ‘સૂર્યવંશી’ મારા માટે એક ફિલ્મ નહીં, પરંતુ લાગણી છે.’

11 એપ્રિલ, 1993માં પોરબંદરમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી હેલિન શાસ્ત્રીનું સાચું નામ હિનલ બાંભણિયા છે. હેલિન ગોંડલમાં મોટી થઈ છે. જોકે પિતાની નોકરીને કારણે હેલિન અનેક શહેરોમાં ફરી છે. હાલ તેનો પરિવાર દુબઈમાં રહે છે. હેલિને ગુજરાતની સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની કર્યું છે.

હેલિન શાસ્ત્રી

હેલિને મુંબઈ આવીને શરૂઆતમાં વિવિધ સિરિયલમાં નાના-નાનો રોલ કર્યા હતા, જેમાં ‘યે હૈ મહોબ્બતે’, ‘કુમકુમ ભાગ્ય’, ‘કોડ રેડ’, ‘મે આઇ કમ ઇન મેડમ’ સામેલ છે. ‘અલિફ લૈલા’માં પણ હેલિને મહત્વનો રોલ ભજવ્યો છે.

આ ઉપરાંત 2016માં હેલિને મલયાલમ ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર દાઉદ ઈબ્રાહિમ’માં ઇન્સ્પેક્ટર ઝરીનાની ભૂમિકા ભજવી હતી. હિંદી ફિલ્મ ‘યે હૈ ઇન્ડિયા’માં પણ હેલિન જોવા મળી હતી. 2018માં લોકપ્રિય ટીવી સિરયલ ‘વિધ્નહર્તા ગણેશ’ તથા ‘તેનાલી રામા’માં પણ હેલિને કામ કર્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments