Homeતાપણુંકર્ણાટકમાં ભાજપની સરકારનાં બે વર્ષ અને યેદિયુરપ્પાનું સાયોનારા

કર્ણાટકમાં ભાજપની સરકારનાં બે વર્ષ અને યેદિયુરપ્પાનું સાયોનારા

Team Chabuk-Political Desk: કર્ણાટકની રાજનીતિમાં ફરી ઉઠક બેઠક શરૂ થઈ ગઈ છે. અગાઉ કુમાર સ્વામીની સરકારને ઉથલાવી સત્તા પર આવેલા બી.એસ યેદિયુરપ્પાને હવે આવજો કહેવાનો વખત આવ્યો છે. રાજનીતિની શેરીઓમાં ચર્ચા થઈ રહી છે કે યેદિયુરપ્પાએ ખૂદ માનભેર વિદાય લીધી છે કે વિદાય લેવડાવવામાં આવી છે. આ વાતનો તાળો તેમના નિવેદનમાંથી મેળવી નથી શકાતો. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન પદની ખુરશી ખાલી કરી દીધી છે. આજે કર્ણાટકમાં ભાજપના શાસનના બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ હવે કર્ણાટકની ખુરશી કોને સોંપશે?

બી.એસ. યેદિયુરપ્પાએ સોમવારના રોજ બપોરે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને રાજીનામું સોંપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, તેમના પર હાઈકમાન્ડનું કોઈ પણ જાતનું દબાણ નથી. તેમણે ખૂદ રાજીનામું આપ્યું છે. ઉપરથી યેદીયુરપ્પાએ એ પણ જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી પદ માટે કોઈનું પણ નામ સૂચવ્યું નથી.

રાજીનામાની જાહેરાત કરતા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, મારે કર્ણાટકના લોકો માટે વધારે કામ કરવું છે. આપણે સૌએ ખંતથી કામ કરવું જોઈએ. ભાવુક થયેલા બી.એસ યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશાં અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે.

સોમવારના રોજ કર્ણાટકની ભાજપ સરકારનાં બે વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી ચાલી રહી છે. યેદિયુરપ્પા પણ સોમવારથી અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. યેદિયુરપ્પાના રાજીનામા બાદ દિલ્હીમાં હલચલ થવા લાગી છે. બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડાએ કર્ણાટકના પ્રભારી અરુણ સિંહની સાથે ચર્ચા કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે જલ્દી જ ઓબ્ઝર્વરના નામનું એલાન કરવામાં આવશે. જે પછી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. સાથે જ બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments