Homeતાપણુંજુઓ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ

જુઓ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ

Team Chabuk-Political Desk: દેશના પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે પાંચેય રાજ્યમાં કોની સરકાર બનશે તે અંગેના એક્ઝિટ પોલ સામે આવ્યા છે. અલગ અલગ ટીવી ન્યૂઝ ચેનલ અને એક્ઝિટ પોલ એજન્સી દ્વારા કરવામાં આવેલા આ એક્ઝિટ પોલમાં ક્યાંક સત્તા પરિવર્તન તો ક્યાંક સત્તા વાપસીના સંકેતો દેખાઈ રહ્યા છે.

આસામ

આસામમાં કુલ 126 બેઠકો માટે મતદાન યોજાયું હતું. આસામમાં હાલ ભાજપની સરકાર છે. ત્યારે એક્ઝિટ પોલનું માનીએ તો આસામમાં ફરીથી ભાજપની સત્તા આવી રહી છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતિ મળતી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલ જોતાં કોંગ્રેસે પણ ટક્કર આપી હોય તેવું જણાઈ રહ્યું છે.

તમિલનાડુ

આ તરફ તમિલનાડુમાં સત્તા પરિવર્તન થઈ રહ્યું હોય તેવું એક્ઝિટ પોલ જોતાં લાગી રહ્યું છે. તમામ એક્ઝિટ પોલના તારણોમાં ડીએમકેને સ્પષ્ટ બહુમતિ મળતી દેખાઈ રહી છે જ્યારે એઆઈએડીએમકેના સુપડા સાફ થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. એક્ઝિટ પોલમાં એમ.કે.સ્ટાલિનની પાર્ટી ડીએમકે સત્તા મેળવશે તેવું લાગી રહ્યું છે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર દેશભરની નજર ટકેલી છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પાસેથી સત્તા આંચકી લેવા આકરી મહેનત કરી છે. એક્ઝિટ પોલમાં પણ તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી રહી છે. ત્યારે 2જી મેના રોજ પરિણામ કોના તરફી આવે છે તે જોવું રહેશે.

કેરળ

કેરળમાં ફરીથી એલડીએફની સત્તા આવી રહ્યા હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં એલડીએફને સ્પષ્ટ બહુમતિ મળતી દેખાઈ રહી છે. કેટલાક એક્ઝિટ પોલમાં એલડીએફને યુડીએફે બરાબરની ટક્કર આપી છે.

પુડ્ડુચેરી

પુડ્ડુચેરીમાં 30 વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી રહી છે. પુડ્ડુચેરીમાં ભાજપ બહુમતિ સાથે સત્તા પર આવતું હોય તેવું એક્ઝિટ પોલ જોતાં લાગી રહ્યું છે.

પાંચેય રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલાં એક્ઝિટ પોલ સામે આવી ચુક્યા છે. જેમાં આસામ અને પુડ્ડુચેરીમાં ભાજપને સત્તા મળી રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ભારે ટક્કર જોવા મળી રહી છે. તમિલનાડુમાં ડીએમકેને સત્તા મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે કેરળમાં એલડીએફ સત્તા પર આવી રહ્યું છે. કોણ સત્તાનો તાજ મળશે તે અંગેની સ્પષ્ટ અને સચોટ માહિતી 2જી મેના રોજ પરિણામોમાં ખબર પડી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments