Team Chabuk-Political Desk: ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ માટે પાયો તૈયાર કરી રહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના સંગઠન I-PACના ઠેકાણે પોલીસે રેડ પાડી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે પ્રશાંત કિશોરની કંપની I-PACના એક કર્મચારીની પોરવોરિમ શહેરથી ધરપકડ કરી છે. આરોપીની પાસેથી ગાંજો મળી આવ્યો છે.
ગોવા પોલીસે શુક્રવારના રોજ પોરવોરિમના કેટલાય બંગલાઓ પર દરોડાની કાર્યવાહી કરી હતી. અહીં 8 બંગલાઓ I-PACએ ભાડે રાખેલા હતા. આ રેડ દરમિયાન I-PACના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરવામાં આવેલા આ કર્મચારીની વય 28 વર્ષની છે. પોલીસે તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ ફાઈલ કર્યો છે.
ગોવા વિધાનસભા ચૂંટણી માટે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. દોઢ વર્ષથી ટીએમસી માટે રણનીતિ બનાવી ભાજપને ચારેખાનો ચિત્ત કરનારા પ્રશાંત કિશોર ગોવામાં પાર્ટી માટે પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે. જોકે થોડા દિવસ પૂર્વે જ ટીએમસી અને પ્રશાંત કિશોરના સંબંધમાં ખટાશ આવી હતી. આ પહેલી વખત નથી કે પ્રશાંત કિશોર કોઈ પાર્ટી માટે રણનીતિ બનાવવાનું કાર્ય કરી રહ્યા હોય અને તેમના સંબંધમાં કડવાશ ઉમેરાઈ હોય.
હાલમાં જ મમતા સરકારમાં મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે તેમના એકાઉન્ટમાંથી વન મેન વન પોસ્ટને લઈ કેટલીક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ અંગે તેની પાસેથી કોઈ પ્રકારની પરવાનગી નથી લેવામાં આવી. ટીએમસીએ ગત વર્ષે વન મેન વન પોસ્ટની પહેલ શરૂ કહી હતી. ત્યારે I-PAC કંપનીએ પણ પોતાની સ્વીકૃતિ આપી હતી અને કેટલાય યુવા કાર્યકર્તાઓને આ વાતનું સમર્થન કર્યું હતું. મમતા બેનર્જીએ પણ હામાં હા મિલાવી હતી. પણ પછી કલકત્તાની ચૂંટણીમાં ફિરહાદ હકીમને ટિકિટ આપવામાં આવી તો મમતાએ તેનું સમર્થન કર્યું. એવામાં પાર્ટીની અંદર જ વન મેન વન પોસ્ટના દાવાને લઈ સવાલો ઊભા થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
