HomeતાપણુંGujart Election 2022: અહીં ભાભી સામે નણંદ કરશે પ્રચાર, ગુજરાતની આ સીટ...

Gujart Election 2022: અહીં ભાભી સામે નણંદ કરશે પ્રચાર, ગુજરાતની આ સીટ પર ભાઈ સામે ટકરાશે ભાઈ

Team Chabuk-Guajrat Desk: ( Gujart Election 2022 ) ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. પરંતુ વિધાનસભાની આ ચૂંટણીમાં કેટલાક એવાઉમેદવારો છે જેમનો પરિવાર એક છે પરંતુ પક્ષ અલગ છે ! હા આ ચૂંટણીમાં એક જ પરિવારના બે વ્યક્તિઓ અલગ-અલગ પક્ષમાંથી સામે ઉતરશે.

જામનગરમાં ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. થોડા વર્ષો પહેલાં જ તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપ માની રહી છે કે, રિવાબા પાર્ટીનો સક્ષમ મહિલા ચહેરો છે. એટલે તેમને જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી મેદાને ઉતાર્યા છે. એટલું જ નહીં એટલે જ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્યને પણ રિપીટ કરાયા નથી.

તો બીજી તરફ કોંગ્રેસે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી જાડેજા સામે જાડેજા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે. બિપેન્દ્રસિંહ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ સંગઠન મહામંત્રી છે. જેના માટે રિવાબાના નણંદ નયનાબા પ્રચાર કરશે. આમ નણંદ-ભોજાઈ સામસામે પોતાની પાર્ટીને જીતાડવા અપીલ કરશે. 8 ડિસેમ્બરે ખબર પડી જશે કે લોકોએ કોનું સાંભળ્યું છે. ફેબ્રુઆરી 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ નણંદ-ભાભીએ સામ સામે પ્રચાર કર્યો હતો.

ભાઈ સામે ભાઈ
અંકલેશ્વરમાં આ વખતે બે ભાઈઓ ચૂંટણી લડશે. ભાજપમાંથી ઈશ્વર પટેલ તો કોંગ્રેસમાંથી વિજય પટેલ ચૂંટણીના રણમાં ઉતર્યા છે. 2017માં ઈશ્વર પટેલ અંકલેશ્વર સીટ પરથી વિજયી બન્યા હતા. વિજય રૂપાણીના કેબિનેટમાં તેઓ રાજ્ય કક્ષાના મંત્રી પણ રહી ચૂકયા છે. ભાજપે તેમને રિપીટ કરી અંકલેશ્વર સીટ પર ચૂંટણીમાં ઉતર્યા છે. જ્યારે કોંગ્રેસે તેમના ભાઈ વિજય પટેલને ટિકિટ આપી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments