Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ફરીથી ભડકો થયો છે. વડોદરાના વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે રાજીનામુ આપી દીધુ છે. તેઓએ જાહેરાત કરી છે કે, હું ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. ભાજપ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, મે આજ દિવસ સુધી ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી છતાં મારી ટિકિટ કાપવામાં આવી છે.
હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે. રાજીનામુ આપ્યા બાદ મધુ શ્રીવાસ્તવે જાહેરાત કરી હતી કે, હવે મારા કાર્યકર્તાઓ કહેશે તેમ કરીશ અને આગામી સમયમાં ચૂંટણી લડવાનો નિર્ણય કરીશ. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મધુ શ્રીવાસ્તવને સમર્થન આપવાની વાત કરી છે.
મહત્વનું છે કે, વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવનું એક હથ્થુ શાસન રહ્યું છે. 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી દબંગ નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. આ વખતે વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાયું છે. ભાજપે અશ્વિન પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે જેને લઈને મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે.
ખુદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ બેઠક પર ડેમેજ કન્ટ્રોલ માટે કવાયત કરી હતી. જો કે, તેઓનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે તેઓ મધુ શ્રીવાસ્તવને મનાવી શક્યા નથી. હવે જો મધુ શ્રીવાસ્તવ વાઘોડિયામાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવે તો ભાજપના ઉમેદવારના મત કપાય તેવી શક્યતા છે પરિણામે બે બળિયા વચ્ચે ત્રીજુ કોઈ ફાવી જાય તેવો ઘાટ પણ સર્જાઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત