શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ તૂટી રહી છે. ડેમેજ કંટ્રોલ કરવામાં કોંગી સેના નિષ્ફળ નિવડી છે. હજુ તાલાલાના ચાલુ ધારાસભ્યના રાજીનામાની કળ વળી નથી ત્યાં કોડીનારના ચાલુ ધારાસભ્ય મોહન વાળા અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડે કોંગ્રેસનો હાથ છોડ્યો છે. બરાબર વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કહેતાં હવે કોડીનાર કોંગ્રેસની હાલત કફોડી બની છે.
કોડીનારમાં ચાલુ ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કપાયા બાદ તેઓ પક્ષથી નારાજ હતા. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડના નિવાસસ્થાને એક બેઠક મળી હતી. જેમાં મોહનવાળા સહિતના કોડીનાર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટિકિટ કપાવા તેમજ વિવિધ મુદ્દે ચર્ચા થઈ અને આખરે જે નિર્ણ લેવાનો હતો તે લઈ લીધો. એટલે કે, બંને નેતાઓએ સેંકડો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસને રામ-રામ કહી દીધા.
મહત્વનું છે કે, કોંગ્રેસે ચાલુ ધારાસભ્ય મોહન વાળાની જગ્યાએ કોડીનારમાં મહેશ મકવાણાને મેદાને ઉતાર્યા છે.આ અંગે પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડે કહ્યું કે, “મે 54 વર્ષમાં ઘણા રાજકીય ચઢાવ-ઉતાર જોયા. આ એક વધુ છે. તેમણે કહ્યું કે, મે પાર્ટીને પૂછવાનો પ્રયાસ કર્યો કે, મોહન ભાઈની એવી કઈ ખામી હતી કે તમે ટિકિટ કાપી છે. જો કે, આજ દિવસ સુધઈ મને જવાબ મળ્યો નથી. મે મારો નિર્ણય જાહેર કર્યો છે, કાર્યકરોને કોઈ દબાણ કર્યું નથી. આજથી હું કોંગ્રેસ પક્ષનો સભ્ય નથી.”
ધીરસિંહ બારડ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, પૂર્વ ધારસભ્ય અને હાલ ડેલિગેટ સભ્ય છે. એટલું જ નહીં તેઓ સૌરાષ્ટ્ર કારડિયા રાજપૂત સમાજના આગેવાન પણ છે જેથી કોંગ્રેસને આ બંને નેતાના રાજીનામાંથી મોટા નુકસાનની શક્યતા છે કારણ કે, મોડીનારમાં વધુ મત કારડિયા રાજપૂત સમાજના છે જે ધીરસિંહ બારડની સાથે છે હવે ચૂંટણીમાં આ સાથ કોને મળે છે તેના પરથી ચૂંટણીનું પરિણામ નક્કી થશે.
મોહન વાળાએ કહ્યું કે, સિટિંગ ધારાસભ્યને ટિકિટ મળે તે માટે વરિષ્ઠ નેતાઓને રજૂઆત કરી હતી છતાં ટિકિટ કપાઈ છે. જો કે, બીજી તરફ તેમણે એવું પણ કહ્યું કે, પાર્ટીને જે ગમ્યુ તે કર્યું એમા મને વાંધો નથી. હું કોઈ અન્ય પાર્ટીમાં જોડાવાનો નથી. સક્રિય રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરું છુ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત