Team Chabuk-Political Desk: ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. પક્ષપલટાની અને રાજીનામાની મોસમ પણ પુર બહારમાં ખીલી છે. ત્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. ગત ચૂંટણી એનસીપીમાંથી લડીને ધારાસભ્ય બનેલા કાંધલ જાડેજાને આ ચૂંટણીમાં એનસીપીએ ટિકિટ નથી આપી. ટિકિટ ન મળતાં નારાજ થયેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે કાંધલ જાડેજા અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
વર્ષ 2012 અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કાંધલ જાડેજા કુતિયાણા સીટ પરથી એનસીપીમાંથી ચૂંટણી લડ્યા હતાં. અને તેઓ આ બન્ને ચૂંટણીઓમાં આ બેઠક પરથી જીતીને એનસીપીના ધારાસભ્ય બન્યાં હતાં. જોકે, આ વખતે કેમ વિજેતા ઉમેદવાર હોવા છતાં એનસીપીએ કાંધલની ટિકિટ કાપી એ એક મોટો સવાલ છે. ટિકિટ કાપવાનું એક કારણ જોઈએ તો, એનસીપી સામાન્ય કોંગ્રેસની એલાયન્સ પાર્ટી તરીકે કામ કરતી હોય છે. જ્યારે રાજ્ય સભાની ચૂંટણીઓમાં દર વખતે કાંધલ જાડેજા ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપતા આવ્યાં છે. તેમ છતાં અત્યાર સુધી સીટ બચાવવા માટે એનસીપીએ તેમની સામે કોઈ પગલાં લીધાં નહોતા. જોકે, આ વખતે ટિકિટ કપાતા કાંધલે જાતે જ રાજીનામું ધરી દેવું પડ્યું છે.
ભાજપે પણ હવે કુતિયાણા બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધાં છે. એવામાં કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડીને આ વખતનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનાવી શકે છે. જેને કારણે આ વખતે કુતિયાણામાં એવી પણ શક્યતા છે કે એક સાથે ત્રિપાંખિયો નહીં પણ પાંચ-પાંચ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. કારણકે, ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત આ બેઠક પરથી એનસીપી અને અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
