Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન હતું. આ કાર્યક્રમના ઈ-ઈનવિટેશનમાં કોર્પોરેટરોનાં નામનો ઉલ્લેખ ન હોવાથી તેમણે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો હતો. આ મામલે જ્યારે મીડિયા દ્વારા મંત્રી રૈયાણીને પ્રશ્ન કરાયો ત્યારે મંત્રીએ કહ્યું, તમે કહો એ મારે ન કરવાનું. ત્યાર બાદ જતાં જતાં મીડિયાકર્મીઓને કહ્યું, હું પહેલાં આ જ કરતો હતો.
જૂનાગઢના ગિરનારની ગોદમાં યોજાતી પરિક્રમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દામોદર કુંડ પાસે બનાવાયેલી ટનલનું અને ઈન્દ્રેશ્વર મંદિરનું મંત્રી અરવિંદ રૈયાણીએ લોકાર્પણ કર્યું હતું. જૂનાગઢમાં યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ માટે ઈ-ઈનવિટેશનમાં તૈયાર કરાયું હતું, જેમાં સ્થાનિક કોર્પોરેટર્સનાં નામની જ બાદબાકી કરી દેવાતાં તેમણે સોશિયલ મીડિયો પર બળાપો કાઢ્યો હતો. ત્યાર બાદ મનપાએ તાત્કાલિક ભૂલ સુધારી સ્થાનિક કોર્પોરેટર્સનાં નામ સાથે E-INVITATION તૈયાર કરાયું હતું.
જૂનાગઢ ખાતે શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત નવીનીકરણના કામોનું લોકાર્પણ જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કર્યું. pic.twitter.com/ty0j4NP0gS
— Arvind Raiyani (@iArvindRaiyani) October 8, 2022
જૂનાગઢ મનપાના E-INVITATION મામલે જ્યારે મીડિયાકર્મીઓએ મંત્રી અરવિંદ રૈયાણીને સવાલ કરાયો ત્યારે મંત્રીએ કહ્યું હતું કે તમે કહો એ મારે નથી કરવાનું. હું પહેલા આ જ કરતો હતો. ત્યાર બાદ આ સવાલનો જવાબ આપવા માટે કમિશનર આગળ આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત