Homeતાપણુંગુજરાત કૉંગ્રેસના આ ધારસભ્ય પર જીવલેણ હુમલો, આંખમાંથી લોહી નીકળ્યું, જાણો વિગતો

ગુજરાત કૉંગ્રેસના આ ધારસભ્ય પર જીવલેણ હુમલો, આંખમાંથી લોહી નીકળ્યું, જાણો વિગતો

Team Chabuk-Gujarat Desk: કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો છે. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાની ચર્ચા છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલાના કારણે રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો છે જેમા તેઓને આંખના ભાગે ઇજા થઇ છે. આ હુમલો બાદ અનંત પટેલની આંખમાંથી લોહી નીકળ્યું હતું.

નવસારીમાં વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પર ખેરગામ બજાર પાસેથી પસાર થતી વખતે હુમલો કરાયો હતો. અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમ્યાન આ ઘટના બની છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને રીન્કુ નામના ભાજપના કાર્યકર દ્વારા હુમલો કર્યાની શંકા સેવાઇ રહી છે. ત્યાં જ ધારાસભ્ય અનંત પટેલને આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ અને ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments