Homeસાહિત્યગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કારની જાહેરાત, આ લેખકોને મળ્યા પુરસ્કાર

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કારની જાહેરાત, આ લેખકોને મળ્યા પુરસ્કાર

Team Chabuk-Literature Desk: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તાજેતરમાં ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જાણિતા વાર્તાકાર મોહન પરમારને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો છે જ્યારે યુવા ગૌરવ પુરસ્કાર યુવા લેખક રામ મોરીને આપવામાં આવ્યો છે.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવતી હોય છે. ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં 6 ડિસેમ્બરના રોજ યોજાયેલી ગુજરાતી સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિની બેઠકમાં આ ગૌરવ પુરસ્કાર અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર વર્ષ-2021 પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમારને અને યુવા ગૌરવ પુરસ્કાર-2021 યુવા લેખક રામ મોરીને આપવામાં આવ્યો છે. બન્ને લેખકોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

મોહન પરમારની જાણીતી કૃતિઓ

વાર્તાસંગ્રહ: કોલાહલ, નકલંક, કુમ્ભી, પોઠ

નવલકથા: ભેખડ, વિક્રીયા, કાળગ્રસ્ત, પ્રાપ્તિ, નેળિયું, પ્રિયતમા, અષ્ટફળ, દયા  પશાની વાડી, લુપ્તવેધ

નાટક: બહિષ્કાર

આ સિવાય પણ તેમની ઘણી કૃત્તિઓ જાણીતી છે.

પરમારનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ભાસરીયા ગામમાં અંબાલાલ અને મંછીબેનને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ભાસરીયા પ્રાથમિક શાળામાંથી પૂર્ણ કર્યું, અને માધ્યમિક શિક્ષણ લીંચ અને આંબલીયાસન ગામમાં લીધું, ૧૯૬૬માં એસ.એસ.સી. તેમણે ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય સાથે મહેસાણા કોલેજમાંથી સ્નાતક થયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૮૪ માં એમ.એ. પૂર્ણ કર્યું, ચંદ્રકાંત ટોપીવાલાના માર્ગદર્શન હેઠળ ૧૯૯૪માં ‘સુરેશ જોશી પછીની ટૂંકી વાર્તાના વિશિષ્ટ આયામ’ વિષય પર શોધનિબંધ તૈયાર કર્યો.

તેમનો પ્રથમ લઘુ વાર્તા સંગ્રહ કોલાહલ ૧૯૮૦માં પ્રકાશિત થયો હતો. ત્યારબાદ વાયક (૧૯૯૫) અને આંચળો (૨૦૦૮)માં પ્રકાશિત થયા. તેમની નવલકથાઓમાં ભેખડ (૧૯૮૨), વિક્રિયા, કાલગ્રસ્ત, પ્રાપ્તિ (૧૯૯૦), નેલીયુ (૧૯૯૨), અને લુપ્તવેધ (૨૦૦૬)નો સમાવેશ થાય છે. તેમના અન્ય કાર્યો સંવિત્તિ (૧૯૮૪), અણસાર (૧૯૮૯), અને વાર્તારોહણ (૨૦૦૫) તરીકે પ્રકાશિત થયેલ છે. તેમની સંશોધન કૃતિ ‘સુરેશ જોશી પછીની ટૂંકી વાર્તાના વિશિષ્ટ આયામ’ ૨૦૦૧ માં પ્રકાશિત થઈ હતી.

રામ મોરીની જાણીતી કૃતિઓ

લઘુવાર્તા સંગ્રહઃ મહોતું

ટૂંકી વાર્તા સંગ્રહઃ કોફી સ્ટોરીઝ

પત્ર વાર્તા સંગ્રહઃ કન્ફેશન બોક્સ

ફિલ્મ લેખકઃ મોન્ટુ ની બીટ્ટુ, 21મું ટિફિન, મારા પપ્પા સુપરહિરો

તેમનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૯૯૩ ના દિવસે ભાવનગરના મોટા સુરકા ગામમાં થયો હતો. તેમના માતા-પિતાનું નામ તેજલબા અને ભાવસંગભાઈ મોરી છે. તેમણે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. રામ મોરીએ પહેલ ટીવી નાઈન ગુજરાતી ચેનલમાં કામ કરતાં હતાં. અને પછી કલર્સ ગુજરાતીમાં જોડાયા. ત્યારબાદ તેઓએ વિજયગીરી ફિલ્મસ્ સાથે પણ કામ કર્યું. તેઓ સમાચારપત્રોમાં કોલમ પણ લખી રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments