Homeતાપણુંઅર્થાત્ જે રાજ્યમાં ગંગા નદી છે જ નહીં, ત્યાં તેની સફાઈ પાછળ...

અર્થાત્ જે રાજ્યમાં ગંગા નદી છે જ નહીં, ત્યાં તેની સફાઈ પાછળ 52 લાખનો ધુમાડો કરી નાખ્યો

Team Chabuk-National Desk: તમિલનાડુથી ડીએમકેના રાજ્યસભાના સાંસદ પી વિલ્સને રાજ્યસભામાં એક સવાલ પૂછ્યો હતો અને સરકાર ઘેરાઈ ગઈ હતી. 21 જુલાઈના રોજ સંસદમાં પોતાના સવાલનો જવાબ સાંભળીને તેઓ ખૂદ દંગ રહી ગયા હતા. તેમને જવાબ મળ્યો હતો કે ગંગા નદી તમિલનાડુમાં વહે છે અને તેના પર ખર્ચ પણ થઈ રહ્યો છે. પી.વિલ્સન તમિલનાડુના એડિશનલ સોલિસિટર જનરલ અને એડવોકેટ પણ રહી ચૂક્યા છે. તમિલનાડુના ભૂગોળથી સૂપેરે પરિચિત છે.

તમિલનાડુમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ખર્ચ કરવામાં આવેલા રૂપિયામાં સ્વચ્છ ગંગા ફંડના રૂપિયાનો પણ ઉલ્લેખ હતો. વિલ્સને તમિલનાડુમાં ખર્ચ થયેલા CSR ફંડની ધનરાશિ અને તેની પરિયોજનાઓ વિશે પૂછ્યું હતું, જ્યાં આ ખર્ચ કરવામાં આવ્યો હતો. જવાબ મળ્યો હતો કે તેનો કેટલોક ભાગ ગંગા નદીમાં સાફ કરવામાં લાગ્યો છે.

આ જવાબ અંગે ટ્વીટર પર પી.વિલ્સને લખ્યું હતું કે, ‘તમિલનાડુ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ જાહેર કરવામાં આવેલા ફંડ પર સવાલનો જવાબ માનનીય મંત્રીજીએ આપ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે ફંડનો એક ભાગ સ્વચ્છ ગંગા ફંડમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. હું નથી જાણતો કે ગંગા તમિલનાડુમાંથી પણ વહે છે.’

સાંસદ પી.વિલ્સને પોતાના ટ્વીટની સાથે સરકાર તરફથી આપવામાં આવેલી જવાબની કોપી પણ સામે રાખી છે. જેમાં ખર્ચ કરવામાં આવેલ સીએસઆર ફંડના ક્ષેત્રવાર વિભાજનની જાણકારી છે. નાણાકીય વર્ષ 2020માં સ્વચ્છ ગંગા કોષ માટે 0.26 કરોડ એટલે કે 26 લાખ રૂપિયાની ધનરાશિ દર્શાવવામાં આવી હતી. આ રીતે જ નાણાકીય વર્ષ 2018 અને 2019 માટે 13-13 લાખ રૂપિયા ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. અર્થાત્ જે રાજ્યમાં ગંગા નદી છે જ નહીં, ત્યાં તેની સફાઈ પાછળ છેલ્લા ત્રણ વર્ષથી 52 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે તેવું દેખાડવામાં આવ્યું છે.

આ જવાબ કેન્દ્ર સરકારમાં કોર્પોરેટર વિભાગના રાજ્યમંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની તરફથી સંસદમાં લેખિત રીતે આપવામાં આવ્યો હતો. આ જવાબમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કંપનીઓ તરફથી બોર્ડના નિર્ણય અનુસાર આ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.

સાંસદ પી.વિલ્સનનો એ પણ આરોપ છે કે મંત્રીજીએ જવાબમાં એ નથી જણાવ્યું કે પ્રોજેક્ટના કયા વિભાગમાં કેટલા રૂપિયા ખર્ચ થયા. જેવી રીતે તમિલનાડુમાં ક્લીન ગંગા ફંડનો ઉપયોગ કયા પ્રકારના કામમાં કરવામાં આવ્યો છે. તેમણે આ વિશે મંત્રીજી પાસેથી વધારે જાણકારી માગવાની પણ વાત મૂકી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments