Team Chabuk-Political Desk: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે આખરે નવજોત સિંહ સિદ્ધુ (navjot singh sidhu)એ પંજાબ કોંગ્રેસની કમાન સંભાળી (take a charge as punjab congress president) લીધી છે. આગામી વર્ષે થનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ધુંઆધાર બેટિંગ કરવા માટે નવજોત સિંહ સિદ્ધુ તૈયાર થઈ ગયા છે. આજે સવારે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનું પદ સંભાળી લીધું છે. પદ ગ્રહણ કરતી વેળાએ નવજોત સિંહ સિદ્ધુએ ખોંખારો ખાઈને કહી દીધું છે કે તેમનું મિશન પંજાબને જીતવાનું છે.
આજે પંજાબ કોંગ્રેસની કમાન સંભાળતા જ નવજોત સિંહ સિદ્ધુ અલગ અંદાજમાં જોવા મળ્યા. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે દેશનો ખેડૂત દિલ્હીના રસ્તાઓ પર ધરણા કરી રહ્યો છે. સૌથી મોટી સમસ્યા આ જ છે. સિદ્ધુએ કહ્યું કે, કાર્યકર્તાઓના વિશ્વાસમાં ભગવાનનો અવાજ છે. અમે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીશું. સિદ્ધુએ કહ્યું કે, ચોરોની ચોરી પકડાય નહીં અને કેમ મોંઘી વીજળી ખરીદી લાવ્યા. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, મારું સૌથી મોટું મિશન ખેડૂતોને શક્તિ આપવાનું છે. સિદ્ધુએ એમ પણ કહ્યું કે, કિસાન મોર્ચા વાળાને હું મળવા ઇચ્છુ છું. મારી ચામડી જાડી છે, મારું મિશન એક જ છે.
#WATCH: Newly appointed Punjab Congress president Navjot Singh Sidhu mimics a batting style as he proceeds to address the gathering at Punjab Congress Bhawan in Chandigarh.
— ANI (@ANI) July 23, 2021
(Source: Punjab Congress Facebook page) pic.twitter.com/ZvfXlOBOqi
નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનતા જ છેલ્લા ઘણા સમયથી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો પણ અંત આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે નવજોત સિંહ સિદ્ધુ અને અમરિંદર સિંહ એક મંચ પર સાથે જોવા મળ્યા. તમામ કાર્યકરોની સામે બન્નેએ મંચ પર સાથે રહીને વિરોધીઓને પણ સંદેશો આપી દીધો કે અમે સાથે જ છીએ. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ કહ્યું કે, મને જ્યારે સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેઓ નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવા માગે છે, તો મેં તેમને કહ્યું કે, અમે તમારા નિર્ણયનું સ્વાગત કરીશું. હું અને નવજોત સિંહ સિદ્ધુ સાથે કામ કરીશું.
નવજોત સિંહ સિદ્ધુના પદ ગ્રહણ પહેલા મુખ્યમંત્રી અમરિંદર સિંહે તમામ ધારાસભ્યો અને પંજાબ કોંગ્રેસના પદાધિકારીઓને ચા પાર્ટી માટે પંજાબ ભવન બોલાવ્યા હતા. આ ચા પાર્ટીમાં નવજોત સિંહ સિદ્ધુ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેથી લાંબા સમયથી બન્ને નેતાઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો આજે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ગઈકાલે ગુરુવારે કોંગ્રેસના નવા વર્કિંગ પ્રેસિડેન્ટ સંગત સિંહ, કુલજીત નાગરા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને આમંત્રણ આપવા માટે ગયા હતા. જેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો. નવજોત સિંહ સિદ્ધુ દ્વારા મોકલવામાં આવેલા આ આમંત્રણમાં લખવામાં આવ્યું હતું કે, કેપ્ટન પરિવારના વડીલ છે. તેથી તેઓ નવી ટીમને આવીને આશીર્વાદ આપે. મહત્વનું છે કે, નવજોત સિંહ સિદ્ધુ સતત કેપ્ટન અમરિંદર સિહ પર પ્રહાર કરી રહ્યા હતા. તેવામાં કેન્દ્રીય મોવડી મંડળના નિર્ણય બાદ પણ સિદ્ધુને અધ્યક્ષની ખુરશી પર બિરાજવા માટે રાહ જોવી પડી હતી. કેપ્ટન અમરિંદર સિંહનું કહેવું હતું કે સિદ્ધુ તેમની માફી માંગે. પરંતુ કેપ્ટન અમરિંદર સિંહની આ માંગણીનો નવજોત સિંહ સિદ્ધુએ અસ્વીકાર કરી દીધો હતો. હવે બન્ને એક મંચ પર દેખાતા પંજાબ કોંગ્રેસમાં નવો જુસ્સો ઉમેરાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત