Homeસાહિત્યઅભિનવ શુક્લની વ્યંગ રચના : વિભીષણની સરકાર

અભિનવ શુક્લની વ્યંગ રચના : વિભીષણની સરકાર

લેખક – અભિનવ શુક્લ
મૂળભાષા – હિન્દી
સાહિત્ય પ્રકાર – હાસ્ય વ્યંગ
અનુવાદક – Team Chabuk

શ્રી રામ અને રાવણની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લાંબા સમય સુધી એ અનુમાન લગાવવું આકરું થઈ પડ્યું કે યુદ્ધભૂમિમાં વિજય કોનો થશે. એક રોમાંચક મુકાબલામાં છેલ્લે વિજય શ્રી રામનો થયો. ભારતવર્ષના તમામ કવિઓ અને ગીતકારોએ યુદ્ધનું અદભુત વર્ણન કર્યું છે. વિજેતાના પક્ષમાં તથા હારનારા વિપક્ષના પક્ષમાં પણ અસંખ્ય સમાચારો સમાચારપત્રોમાં પ્રકાશિત થયા. લોકોએ રામચંદ્રના વિજયને એક એવા વિજયના રૂપમાં પરિભાષિત કર્યો કે આવનારા સમયની ગતિનું નિર્ધારણ થવાનું હતું. આ અંધકાર પર અજવાળાનો વિજય હતો! આ અધર્મ પર ધર્મનો વિજય હતો! અસૂરો પર સૂરોનો વિજય હતો! પાકિસ્તાન પર ભારતની વિજય ટાઈપ હતું!

લંકા દેશના કોલંબો નામક ગામમાં એક ગરીબ ખેડૂત વસવાટ કરતો હતો. તેની પાસે બે વીઘા જમીન હતી. જેના પર તે ખેતી કરતો હતો. સરકારને ટેક્સ ચૂકવ્યા પછી તેની પાસે એટલું બચી જતું હતું કે વર્ષ સુધી તેને ભોજન માટે કોઈ આગળ હાથ ફેલાવવાની જરૂર નહોતી.

આ બાજુ યુદ્ધના કારણે રાવણ સરકારે સુરક્ષા ટેક્સ અલગથી લગાવી દીધો હતો જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. યુદ્ધ પૂર્ણ થયું. રાવણના હાથમાંથી સત્તા ગઈ અને વિભીષણના હાથમાં આવી ગઈ. વિભીષણે યુદ્ધ પહેલા જ શ્રી રામની સાથે ગઠબંધન કરી લીધું હતું. એવું નક્કી થયું હતું કે લંકાનો રાજા વિભીષણ બનશે અને સમુદ્ર સેતુ પરથી પસાર થનારા વાહનો પાસેથી જે ટેક્સ લેવામાં આવશે એ અયોધ્યા મોકલવામાં આવશે.

ખેડૂતને એવું લાગતું હતું કે વિભીષણના રાજા બનતા જ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે. વિભીષણના સમર્થકો ગામે ગામ ઘુમીને વિભીષણના ગુણગાન ગાતા હતા. ખેડૂતે આમ જ કોઈ પાસેથી સાંભળ્યું હતું કે વિભીષણ રાજા બની ગયા તો તેના ગામમાં સ્કૂલ, હોસ્પિટલ અને પાકા રસ્તા બની જશે. ગામની બહાર જે ખાંડની મિલ, મિલ માલિકો અને રાવણ સરકારની વચ્ચે શેરડીના સમર્થન મૂલ્યના મુદ્દાના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી બંધ પડેલી હતી એ ચાલુ થઈ જશે. ખેડૂતને લાગતું હતું કે એક વખત મીલ ચાલુ થઈ જાય તો કદાચ તેનો ઓટીવાર છોકરો પણ ત્યાં નોકરી મેળવી લે તથા ભલા માણસ જેવું જીવન જીવે. મનમાં ને મનમાં એ પણ ઈચ્છવા લાગ્યો હતો કે જીત તો શ્રીરામની જ થાય.

જ્યારે વિભીષણે સત્તા સંભાળી તો લંકાની હાલત દયનીય હતી. એક તો હનુમાને આખા નગરને અગ્નિમાં રાખ કરીને મોટા મોટા ભવનો અને અટ્ટાલિકાઓ ધ્વંસ કરી દીધી હતી. તો બીજી બાજુ આ કટાણાના યુદ્ધે રાજ્યની અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી હતી. વિભીષણની સામે રાવણની અનેક વર્ષોના શાસનમાં થયેલી ભૂલને શોધવાના પડકારો પણ હતા. લંકામાં વિભીષણ માટે રાજ્યના ભવિષ્યને સુરક્ષિત કરવા એ પણ આવશ્યક હતું કે રાજ્યની સેનાને મજબૂત કરવામાં આવે. વાનરોના હાથે મળેલા પરાજયથી લંકાના વીરો અંદર સુધી તૂટી ગયા હતા. તેમના મનોબળને એક વખત ફરી ઊપર ઉઠાવવા માટે નવા અસ્ત્રો અને શસ્ત્રોની ટેકનિકની આયાત કરવી પણ જરૂરી હતી. મંત્રીમંડળનું ગઠન, સમાજના તમામ વર્ગોને તેનું સ્થાન અપાવવું, બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ લાવવું, કાયદા વ્યવસ્થાને સુધારવી, એક એક જગ્યાએ શ્રી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનની મૂર્તિઓનું અનાવરણ કરવું. નગરો તેમજ વિશ્વ વિદ્યાલયોના નામ બદલવા, જનતાના મનમાંથી કુંભકર્ણ અને રાવણના આતંકનો નાશ કરવો જેવી વાતો વિભીષણની પ્રમાણિત સૂચીમાં સૌથી અગ્ર ક્રમે હતી.

આ તમામ કાર્યો માટે ધનની આવશ્યકતા હતી. સુગ્રીવની પાર્ટીના વાંદરાઓ તો બધુ લૂંટીને જ લઈ ગયા હતા. શ્રી રામ પણ પુષ્પક વિમાન પોતાની સાથે લઈ ગયા, નહિ તો તેને જ રાજા મહારાજાઓને ભાડે આપીને કેટલીક કમાણી કરી શકેત. સાગર સેતુથી એકઠી થતી કમાણી પણ અયોધ્યા મોકલવી પડતી હતી. નલ અને નીલ યુદ્ધ બાદ અહીં જ રોકાઇને પુલની વ્યવસ્થા જોઈ રહ્યા હતા. અને તેમના રહેતા ભ્રષ્ચારની રમત રમવી એ તો સંભવ હતું જ નહીં. રાવણના કારણે જે હપ્તા વસૂલી થતી હતી એ પણ સમાપ્ત થઈ ગઈ હતી. તો કુલ મળીને માહોલ કંઈક એવો હતો કે ધનની જરૂરિયાત હતી અને ધનોત્પાદન માટેના તમામ માર્ગો એક એક કરીને બંધ થતા જઈ રહ્યા હતા.

એવામાં વિભીષણના સલાહકારોએ સામાન્ય જનતા પર વધારાનો કર નાખ્યો અને સમસ્યાને આટોપવાની યોજના બનાવી. જનતા પર વિજળી, પાણી, ઘર, ક્રય-વિક્રય તથા ઈન્કમ-ટેક્સ તો પહેલાથી જ હતો. સુરક્ષા ટેક્સને પણ હતો એમનો એમ જ રાખવામાં આવ્યો. હવે કેટલાક નવા ટેક્સ આ સૂચિમાં ઉમેરવામાં આવ્યા. ખેડૂતો તથા સામાન્ય જનતા સરકારના આ નિર્ણયથી ઘણી જ ક્ષુબ્ધ થઈ ગઈ. ખેડૂતને તો એવું લાગ્યું કે માની લો તેની સાથે વિશ્વાસઘાત થયો છે.

ગામના જેટલા ટપોરી હતા એ હજુ ખુલ્લા ઘુમી રહ્યા હતા. મિલ પણ નહોતી ખુલી રહી, રસ્તા પણ નહોતા બની રહ્યા. એટલું ચોક્કસથી થયું હતું કે સરપંચજીનું ભવન હવે બે માળનું થઈ રહ્યું હતું તથા તેનો પુત્ર મર્સિડિઝ નામનો રથ વિદેશથી લઈ આવ્યો હતો. ખેડૂત માટે રાવણ રાજ અને વિભીષણની સરકારમાં કોઈ ફર્ક નહોતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments