Team Chabuk-National Desk: બિહારમાં હવે રામ અને રામાયણને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. મધ્યપ્રદેશની માફક હવે બિહારના પણ પાઠ્યક્રમમાં રામાયણને લઈ અભ્યાસ કરાવવાની માગ ઉઠી છે. આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મોટું નિવેદન આપ્યું છે. મંગળવારના રોજ તેમણે કહ્યું કે, શ્રીરામ કોઈ જીવિત અને મહાપુરુષ વ્યક્તિ હતા એવું હું નથી માનતો. જોકે રામાયણની વાર્તામાં જે વાત કહેવામાં આવી છે તે શીખવા જેવી છે. રામાયણ કથામાં કેટલાય શ્લોક અને સંદેશ એવા છે જે લોકોના શ્રેષ્ઠ વ્યક્તિત્વના નિર્માણ માટે સહાયક છે. મહિલાઓના સન્માનની વાત હોય કે પછી મોટાઓના આદરની વાત હોય, રામાયણ શિક્ષા આપે છે. રામાયણમાં સામેલ વાતોને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવી જોઈએ. જેથી લોકો તેમાંથી શિક્ષા પ્રદાન કરે.

એનડીએમાં સામેલ જીતન રામ માંઝીના આ નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપે નામ લીધા વગર જ જીતનરામ માંઝીને અણસમજુ કહી દીધા છે. ભાજપે કહ્યું કે, જેમને રામના અસ્તિત્વ પર શંકા છે તેઓ અણસમજુ છે.
જણાવી દઈએ કે મધ્યપ્રદેશ સરકારે રાજ્યના એન્જિનિયરિંગ પાઠ્યપુસ્તકોમાં મહાભારત અને રામાયણ મહાકાવ્યોને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. શિવરાજ સરકારના જણાવ્યા અનુસાર, ટેકનિકલ શિક્ષામાં સાંસ્કૃતિક સિદ્ધાંતોને જોડવાના પ્રયાસ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં ભાજપ કોટાથી બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે, વન અને પર્યાવરણ મંત્રી નીરજ સિંહ બબલૂ અને ખાણ ખનીજ મંત્રી જનક રામ પાઠ્યપુસ્તકમાં રામાયણનો સમાવેશ કરવાની માગ લઈ બેઠા છે.
જોકે તેમની માગો પર શિક્ષા મંત્રી વિજય ચૌધરીએ હાથ ઊંચા કરી નનૈયો ભણી દીધો છે. એમણે જણાવ્યું કે, હાલ અમારી પાસે આવી કોઈ પ્રપોઝલ આવી નથી. જ્યારે પ્રપોઝલ આવશે ત્યારે જોયું જશે. જીતન રામ માંઝીના આ નિવેદન બાદ ભાજપમાં અત્યંત આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા પ્રેમ રંજન પટેલે કહ્યું કે, રામના અસ્તિત્વને તો નાસાએ પણ માન્યું છે. જેટલી વખત પુરાતત્વ વિભાગે ખોદકામ કર્યું, રામના અસ્તિત્વને સ્વીકાર્યું છે.

પુરુષોત્તમ રામના વ્યક્તિત્વથી સૌને શિક્ષા લેવી જોઈએ. તેને પાઠ્યક્રમમાં સામેલ કરવા જોઈએ. ઈશારા ઈશારામાં જીતનરામ માંઝી પર હુમલો કરતા નામ લીધા વગર પ્રેમ રંજન પટેલે કહ્યું કે, જેમણે હજુ સુધી રામને ભણ્યા નથી, એ અણસમજુ છે. તમારી સમાજદારી ભણાવવા ઈચ્છો છો તો રામાયણ વાંચો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત