Homeતાપણુંમેં તો પહેલા જ કહેલું કે આ માણસ વિશ્વાસ કરવાને લાયક નથી:...

મેં તો પહેલા જ કહેલું કે આ માણસ વિશ્વાસ કરવાને લાયક નથી: અમરિન્દરસિંહ

Team Chabuk-Political Desk: કોંગ્રેસમાં આવી અમરિન્દર સિંહને પદવિહોણા કરી નવજોતસિંહ સિદ્ધુએ પાર્ટીના અધ્યક્ષ પદને પણ અલવિદા કરી દીધું છે. પંજાબ કોંગ્રેસમાં યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. મંગળવારે પાર્ટી પ્રધાન નવજોતસિંહ સિદ્ધુએ 72 દિવસ પદભાર સંભાળી ચાલતી પકડી લીધી છે. એ પછી કેપ્ટન અમરિન્દરસિંહે ટ્વીટર પર પોતાનો બળાપો ઠાલવતા કહ્યું હતું કે, આ માણસ વિશ્વાસ કરવાને લાયક નથી તેવું મેં આ પૂર્વે જ કહ્યું હતું. સીમાવર્તી રાજ્ય પંજાબ માટે સિદ્ધુ યોગ્ય નથી.

rps baby world

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નામે સંબોધિત ત્યાગપત્રમાં સિદ્ધએ લખ્યું કે, સમજૂતી કરવાથી વ્યક્તિનું ચરિત્ર પૂર્ણ થઈ જાય છે. હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડાની સાથે કોઈ દિવસ સમજૂતી નથી કરી શકતો. જેથી હું પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું. હું કોંગ્રેસની સેવા કરતો રહીશ.

rps baby world

કેપ્ટન અમરિન્દરસિંહે આ પહેલા જ પાર્ટીની અંદર જ રહેલા પોતાના વિરોધી નવજોતસિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશની સુરક્ષા માટે સંકટ સમાન ગણ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસમાં એક સમસ્યાના રૂપે છે. કોંગ્રેસે તેમને અધ્યક્ષ ન બનાવવા જોઈએ. સિદ્ધુ પાકિસ્તાન સૈન્ય પ્રમુખ બાજવા અને ત્યાંના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના મિત્ર છે. જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો હું વિરોધ કરીશ. અમરિન્દર સિંહે વધુમાં એમ પણ કહ્યું હતું કે, પંજાબ સરહદી પ્રાન્ત છે. જ્યાં સીમા પારથી અસ્થિરતા પેદા કરવા માટે હથિયાર મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય પાકિસ્તાનથી ડ્રગ્સ સતત આવતા રહે છે. એવામાં પંજાબની સુરક્ષા માટે લડતા રહીશું.

rps baby world

કેપ્ટને વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી પદ પર નવજોતસિંહ સિદ્ધુ તેમને બિલકુલ મંજૂર નથી, કારણ કે આ વ્યક્તિ પંજાબ માટે વિનાશ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, સિદ્ધુ કેબિનેટ મંત્રી તરીકે પોતાનો વિભાગ તો સંભાળી ન શક્યા, પંજાબ શું સંભાળશે?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments