Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ભલે એક વર્ષની વાર હોય પણ અત્યારથી જ સત્તા મેળવવાની ઉઠક બેઠક શરૂ થઈ ગઈ છે. આજે સવારમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા હતા. પૂર્વ પત્રકાર ઈસુદાનભાઈ ગઢવીને આમ આદમી પાર્ટીમાં સમાવ્યા હતા. ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં કાર્યાલયનું ઉદ્ધાટન પણ કર્યું હતું.
અહીં પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, 2022માં ગુજરાતની તમામ 182 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ઉતારવાનો વાયદો કરું છું. કેજરીવાલે ગુજરાતને એક નવા મોડેલનો વાયદો કર્યો છે અને કહ્યું કે દિલ્હી મોડલ અલગ છે અને ગુજરાતમાં મોડલ પણ અલગ હશે. જો તેઓ જીતે છે તો તો ગુજરાતને એક અલગ મોડલ આપશે. તેમણે વિશ્વાસ અપાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગુજરાતી લોકોનાં મુદ્દાઓ પર રાજનીતિ કરશે. 2022ની ચૂંટણીમાં અહીંની જનતાનાં મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે અને ચહેરો પણ અહીંનો જ હશે.
કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આજે ગુજરાતની જે સ્થિતિ છે એ બીજેપી અને કોંગ્રેસ સરકારની કારસ્તાની છે. પાછલા 27 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીની સરકાર છે. આ 27 વર્ષ કોંગ્રેસ બીજેપીની દોસ્તીની વાર્તા છે. તેમણે કહ્યું કે, કહે છે કે કોંગ્રેસ બીજેપીના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર પડે છે ત્યારે સપ્લાઈ કરે છે.
અરવિંદ કેજરીવાલે કોરોનાનાં મુદ્દે કહ્યું કે, પાછલા એક વર્ષથી કોરોનાકાળમાં ગુજરાતને અનાથ છોડી દેવામાં આવ્યું. કોરોનાની સ્થિતિમાં ગુજરાતને પૂછનારું કોઈ નહોતું. આ પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીના સંયોજક ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતનાં ખૂણે ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે, હવે બદલશે ગુજરાત.
જણાવી દઈએ કે ગુજરાતમાં 2022ના છેલ્લા દિવસોમાં ચૂંટણી થવાની છે. 182 સભ્યોવાળી ગુજરાત વિધાનસભા પર ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા 20 વર્ષથી કબ્જો છે. બીજેપી અને કોંગ્રેસની દ્રીપક્ષીય રાજનીતિમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી જગ્યા બનાવવા ઈચ્છે છે. જે માટે પાર્ટી મહેનત કરી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે પણ કેજરીવાલે પ્રચંડ રોડ શો કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત