Homeવિશેષઑફિસમાં બેસી બેસીને કમરનો સોથ બોલી જાય છે તો કરો આ એક...

ઑફિસમાં બેસી બેસીને કમરનો સોથ બોલી જાય છે તો કરો આ એક આસન… આસન એક ફાયદા અનેક….

Team Chabuk-Special Desk: કોઈ એક મેચમાં વિરાટ કોહલીને માર્જરી આસન કરતો નીહાળેલ. અંગ્રેજીમાં આ આસનનું નામ કેટ-કાઉ પોઝ છે. ચાર પગે થવાનું. એટલે આપણે તો ચાર પગ ક્યાં છે! પરંતુ બે હાથ અને બે પગને ચોપગા જાનવરની જેમ રાખવાના. શ્વાસ ભરીને કમરને વાંકી વાળી ગરદન ઉપર લઈ જવાની, શ્વાસ છોડીને કમરને નીચેની તરફ વાંકી વાળતા ગરદન નીચે લઈ જવાની. કંઈ ખાસ નથી કરવાનું. પરંતુ યોગની અઢળક શાખાઓમાંથી કોઈ પણ શાખા લો પહેલા કે વચ્ચે આ આસન તો આવે જ છે.

ઑફિસમાં અઢળક કામ રહેતું હોય. ખુરશી પર બેસી બેસીને કમરનો સોથ બોલી ગયો હોય. પીઠમાં દર્દ થતું હોય. એવી ક્ષણોમાં રોજ સવારે પથારીમાંથી ઉઠી. પેટ ખાલી કરી. યોગા મેટ પર આ આસન કરવું જરૂરી છે. એવું શું હશે આ આસનમાં કે ફરજિયાત કરવામાં આવે છે.

ફક્ત કરોડરજ્જુ નહીં પણ પેટના સ્નાયુઓને માલિશ આપવાનું કાર્ય પણ આ આસન કરે છે. યોગાઅભ્યાસમાં આ આસન સામેલ હોય તો શરીરની એનર્જીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. શારીરિકની સાથે માનસિક સ્વાસ્થ્યને પણ ગતિશીલ બનાવે છે. એકાગ્રતામાં વૃદ્ધિ કરવાનું કામ કરે છે. પેટથી લઈ પીઠ સુધી અને પગથી લઈ માથા સુધી મોટી માંસપેશીઓને સક્રિય કરી રક્તસંચાર કરવાનું કાર્ય કરે છે. મગજના ભાગમાં શક્તિ પ્રદાન કરે છે. માનસિક સ્થિરતા સુધારે છે. પીઠમાં કોઈ પણ જાતની પીડા થતી હોય ત્યારે આ આસન કરવામાં આવે તો એ વિસ્તારમાં લોહીનો ફ્લો વધી જાય છે અને રાહત મળે છે. આમ તો પાંચ વખત ઉપર નીચે કરો તો પણ ઘણું છે.

આ આસનને અંગ્રેજીમાં કેટ કાઉ પોઝ કહેવા પાછળનું કારણ તેની સ્થિતિ છે. જ્યારે શરીર આખું હાથ અને પગના ઘુંટણ પર હોઈ અને 90 ડિગ્રીમાં વળાંક વળી કમરને નીચી કરી શ્વાસ અંદર ખેંચતા માથું ઉપરની તરફ ઉઠાવીએ ત્યારે ગાય જેવું શરીર દેખાય છે. એ રીતે જ વિરુદ્ધ દિશાની વાત. જ્યારે કમરને ઉપરની તરફ ખેંચી ગરદન શરીરના અંદરના ભાગમાં દૃષ્ટી કરતી હોય એ રીતે જોઈએ ત્યારે અદ્દલ બિલાડી જેવો આકાર લાગે છે. એટલે આ આસનને કેટ-કાઉ પોઝ કહેવામાં આવે છે.

આ તો થઈ આસનના ફાયદા અને કેવી રીતે કરવું તેની વાત. હવે મહત્ત્વની વાત કરી લઈએ, આ આસન કરતી વેળાએ કેટલુંક ધ્યાન રાખવાનું છે. આમ તો કેટલીક વ્યક્તિએ ધ્યાન રાખવાનું છે. જેમને ઘૂંટણમાં પીડા થતી હોય, મહિલા ગર્ભાવસ્થામાંથી પસાર થતી હોય, ગરદનમાં ઈજા પહોંચી હોય, માથામાં વાગ્યું હોય એવી સ્થિતિમાં આ આસન નથી એટલે નથી જ કરવાનું. તોપણ એક વખત યોગના વિશેષજ્ઞની સલાહ લઈ આગળ વધી શકાય.

cat cow pose

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments