Team Chabuk-Political Desk :રાબેતા મુજબ ભારતીય જનતા પાર્ટીનો શહેરમાં કોઈ પણ વિકલ્પ નથી તે વાત એક વખત પુન:સાબિત થઈ છે. આ વાતને ઉલટાવીને કહીએ તો કોંગ્રેસ ફરી પોતાનું નેતૃત્વ સાબિત કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે અને સુરતમાં ધાર્યા પ્રમાણે જ આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. જોકે એ જીત ભારતીય જનતા પાર્ટીની જીતની તુલનાએ તો ન આવે પણ જીત તો મેળવી જ છે. આ વચ્ચે કેટલાક એવા પક્ષો પણ રહ્યા જેણે ભાજપ અને કોંગ્રેસ બેઉંને ચપટી વગાડી ઊંઘમાંથી જગાડી દીધા.
જામગર જિલ્લો. આપણા ક્રિકેટર જામ રણજીતસિંહનું નગર. અહીંના વોર્ડ નંબર 6માં 4 બેઠકો પર ચૂંટણી હતી. લાગતું હતું કે બધી ભાજપ જીતી જશે, આવે તો કોંગ્રેસના હાથમાં એક બે, તેની વચ્ચે આંચકાજનક પરિણામ આવતા 3 બસપાએ જીતી લીધી અને એક સીટી મળી ભાજપને. બેઉં પાર્ટીને ખબર નહોતી કે પરિણામ આવું ઉલટી દિશામાં આવશે. કહેવાય કે ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે, એવી રીતે જ રાજકારણ પણ અનિશ્ચિતતાની રમત છે. ક્યારેય નામ ન સાંભળ્યું હોય એવી પાર્ટીનો ઉમેદવાર જીતી જાય. ઉદય થઈ જાય.
છેલ્લે સુધી ચિત્રમાં તો સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાતો વચ્ચે બસપા ફાવી ગઈ. જીતનારા છે ફુરકાન શેખ, જ્યોતિબહેન ભારવાડિયા અને રાહુલભાઈ રાયધન. તો ભાજપના એકમાત્ર ઉમેદવાર એટલે કે જશુબહેન ઝાલાનો અહીં વિજય થયો છે. અનુમાન તો લગાવી જ શકીએ ને કે ફટાકડા ફોડવાની તૈયારી ભાજપ અને કોંગ્રેસે કરેલી પણ જીતી બસપા ગયું.
ભાજપને બીજો આંચકો પણ જામનગરમાં જ ખમવાનો વારો આવ્યો છે. જામનગર વોર્ડ નંબર એકને તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે જેથી ભાજપને અહીં સત્તામાં આવવાની તાલાલેવી હોય. જોકે તેમની એ મન્છા પર જ ફરી પાણી ફરી વળ્યું. ભાજપે અહીં ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. એ ત્રણે હારી ગયા. ભાજપે હવે આવનારી ચૂંટણીમાં કંઈક નવું કાર્ડ રમવું પડશે.
જોકે સાચી રમત તો એ છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો હજુ પણ તેમના ક્ષેત્રમાં દબદબો યથાવત્ છે. દબદબો હોવા પાછળનું કારણ ખાલી એટલું કે પ્રચાર કર્યો ન હોવા છતાં લોકોએ મત ભાજપના ખોળામાં નાખી દીધા અને સામેની બાજુ કોંગ્રેસનો પંજો દબાય ગયો.
કોંગ્રેસની વિપક્ષ તરીકેની આ નબળાઈ જ ગણવી રહી, કારણ કે તેની જગ્યાએ આમ આદમી પાર્ટીએ સુરતમાં સારું પ્રદર્શન કર્યું છે. ભલે પાર્ટી ઈચ્છતી હતી તેવો જનપ્રતિસાદ તેને મળ્યો નથી પણ નવી આવેલી પાર્ટીને કેટલાક વોર્ડમાં મહેનત ફળી છે. પુણાના પશ્ચિમ વોર્ડ નંબર 16માં તો આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો વિજેતા ઘોષિત થયા હતા અને ભાજપને નીચા જોવાનો વારો આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત