Team Chabuk-Cinema Desk: નેટફ્લિક્સ પર ક્રાઈમ સ્ટોરીઝ: ઈન્ડિયા ડિટેક્ટિવ્સ (Crime Stories India Detectives series) નામની ચાર એપિસોડની શ્રેણી પ્રસારિત થઈ છે. જેના પ્રથમ એપિસોડને બ્લૉક કરવા અંગે કર્ણાટક હાઈકોર્ટે નિર્દેશ જાહેર કર્યો છે. જસ્ટીસ બીએમ શ્યામ પ્રસાદે 28 વર્ષીય શ્રીઘર રાવની અરજી પર આદેશ આપ્યો છે. શ્રીઘર રાવ, નિર્મલા ચંદ્રશેખરની હત્યાનો સહ આરોપી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વેબ સિરીઝ ક્રાઈમ સ્ટોરીઝ:ઈન્ડિયા ડિટેક્ટિવ્સના (Crime Stories India Detectives series) પ્રથમ એપિસોડ અ મર્ડરડ મધર નામથી પ્રસારિત કરવામાં આવ્યો છે. જેમાં અરજીકર્તા અને એક અન્ય આરોપીની વિરૂદ્ધ ફાઈલ કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ સામેલ છે. આરોપ છે કે અમૃતા ચંદ્રશેખરે પોતાની માતાને મારી નાખી હતી. ભાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં શ્રીઘરની સાથે અંદમાન નિકોબાર ટાપુ પર ભાગી ગઈ હતી. જે દિવસે ઘટના બની ત્યારે 2 ફેબ્રુઆરી 2020ના રોજ હત્યાના શરૂઆતના કલાકો સમયે શ્રીઘરે આરોપીને તેના ઘરની સામેથી પિક કરી અને એરપોર્ટ લઈ ગયો. જ્યાંથી આ બંને ફ્લાઈટ મારફતે અંદમાન નિકોબાર ટાપુ પર ચાલ્યા ગયા હતા.

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નેટફ્લિકસ ધરપકડ કર્યા બાદ કરેલી પૂછતાછ, ઈન્ટર્વ્યૂ અને તપાસ દરમ્યાન પોલીસ દ્વારા આપવામાં આવેલા અપમાનજનક નિવેદનો બતાવી રહી છે. જેને Minnow Films Ltd દ્વારા બનાવવામાં આવ્યા છે. ત્યાં સુધી કે અમૃતાએ પણ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે અપરાધમાં સામેલ નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આવું કરવું એ ગોપનિયતાના હનન સિવાય સંવિધાનના અનુચ્છેદ 21નું પણ ઉલ્લંઘન છે.

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, અરજીકર્તાએ ગત વર્ષે ફ્રેબ્રુઆરીમાં જે દિવસે તેની ધરપકડ કવામાં આવી હતી, એ દિવસે નોટીસ કર્યું હતું કે, પોલીસે Ms. Claire Goodlass અને તેની Minnow Filmsની ટીમ અરજીકર્તા સાથે સંલગ્ન તમામ ઘટનાઓ અને મૂવમેન્ટને વીડિયોમાં રેકોર્ડ કરવા માટે અધિકૃત કર્યું હતું. આ ટીમે વિભિન્ન અધિકારીઓના ઈન્ટરવ્યૂ પણ રેકોર્ડ કર્યાં હતા. અરજીકર્તાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. કોઈ પણ અનુમતિ વગર કસ્ટોડિયલ સ્ટેટમેન્ટ આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જ્યારે અરજીકર્તા પોલીસની ધરપકડમાં હતો ત્યારે પોલીસે મિન્નો ફિલ્મ્સ દ્વારા આપવામાં આવેલા એક પેપર પર જબરદસ્તી તેના હસ્તાક્ષર લઈ લીધા હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, એ વીડિયો ફૂટેજ જ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી વેબ સિરીઝમાં સ્ટ્રીમ થઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત