મિત્રો હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતાં પણ ડર લાગી રહ્યો છે, પરંતુ આપણા મનમાં એવા વિચારો આવતા રહે છે કે સાલુ આ એકવાર કોરોના પૂરો થાય એટલે વિદેશમાં ફરવા જતું રહેવું છે. જો તમે આવું વિચારતા હો તો તમારે આ દેશની મુલાકાત લેવી જોઈએ.
દેશ : કિંગડમ ઓફ નોર્વે
રાજધાની- ઓસ્લો
ક્ષેત્રફળ- 3 લાખ 86 હજાર 252 વર્ગ કિલોમિટર
વસ્તી – 55 લાખ
ચારે તરફ હરિયાળીથી બનેલો દેશ એટલે કિંગડમ ઓફ નોર્વે. જેને આપણે નોર્વે તરીકે જ ઓળખીએ છીએ. જો તમે કોરોનાકાળ પછી વિદેશમાં ફરવાનું વિચારતા હો તો આ દેશ બેસ્ટ છે. ભારતથી 6 હજાર 957 કિલોમિટર દૂર આવેલા આ દેશમાં ફરવું તમને ગમશે એની ગેરંટી છે. દિલ્લી અને મુંબઈથી તમને ડાયરેક્ટ ફ્લાઈટ પણ મળી રહેશે. નોર્વેમાં તમને શાંતિ મળશે. 3 લાખ 85 હજારથી વધુ વર્ગ કિલોમિટરમાં ફેલાયેલો આ દેશ અદભુત છે. વિસ્તારની દ્રષ્ટીએ વિશાળ નોર્વેમાં માત્ર 55 લાખ લોકો જ રહે છે. નોર્વેનો 70 ટકા વિસ્તાર ગ્રીન ઝોનમાં છે. શહેરની બહારના વિસ્તારમાં તમને ઊચા ઊંચા પહાડો, ધોધ, ઝરણાં, નદી એટલે કે હરિયાળી જ હરિયાળી છે. અહીં મે થી જુલાઈ સુધી 76 દિવસ સુધી સુરજ ડૂબતો જ નથી. એટલે જો તમે ગયા અને સૂરજદાદા આથમે નહીં તો ચિંતા ન કરતા. વળી રાત્રે 12.43એ અહીં સુરજદાદા અચાનક ગાયબ થઈ જશે. એટલે ભૂત થયુ એમ માનીને ડરી પણ ન જતા. 40 મિનિટ પછી ફરી દાદા તમને દર્શન આપશે. આ એક ખગોળિય ઘટના છે.
સ્વર્ગમાં નર્ક !
નોર્વે જાઓ છો તો નર્કમાં જવાનું નહીં ભૂલતા! નોર્વેમાં એક નાનું શહેર આવેલું છે જેનું નામ ‘હેલ’ છે. હેલ એટલે કે નર્ક. નોર્વેનું આ શહેર બહુ પ્રખ્યાત છે. અહીં તમને પ્રવાસીઓની ભીડ જોવા મળી શકે છે. અહીં એક હેલ સ્ટેશન પણ છે. નર્ક સાથે સેલ્ફી લેવાનું અને ફેસબુક પર અપલોડ કરવાનું પણ નહીં ભૂલતા. અહીં ચારે તરફ જંગલ જ જંગલ છે. ભયાનક અવાજો પણ સંભળાય છે. એટલે કદાચ આ શહેરનું નામ હેલ રખાયું હશે. આ શહેરમાં એક હજાર લોકો રહે છે.
બેર્ગન & ધ વેસ્ટર્ન જોર્ડ્સ
નોર્વેમાં ફૂલોનું શહેર. અહીં તમને રસ્તાથી લઈને પહાડો સુધી દરેક જગ્યાએ ફૂલ જ ફૂલ જોવા મળશે. આ એક ઐતિહાસિક શહેર છે. જો તમે ખાવાના શોખીન છો તો અહીં ખુબ સરસ રેસ્ટોરાં પણ છે.
ધ સ્ટિવેન્જર રિજન
અહીં તમે જહાજની સવારી કરી શકશો. અહીંની નાઈટશીપ લાઈફ અદભૂત છે. અહીં લોકો રાત્રે શીપમાં જવા નીકળે છે અને મજ્જા કરે છે.
ઓસ્ટફોલ્ડ અને વેસ્ટફોલ્ડ
અ સ્થળે તમે બરફમાં ભરપૂર આનંદ માણી શકશો. સ્કેટિંગનો શોખ છે તેને અહીથી પરત ફરવાનું મન નહીં થાય. અહીં પહાડો અને ગ્રીનલેન્ડ તમને આકર્ષિત કરશે.
25 કિલોમીટર લાંબી ટનલ
નોર્વેમાં દુનિયાની સૌથી લાંબી ટનલ આવેલી છે. 25 કિલોમિટરની આ ટનલ ખુબ અદભૂત છે.
લેખકોનું નગર
નોર્વેના લોકોને વાંચન-લેખનનો ખુબ શોખ છે. અહીં તમને ઘણી મોટી લાયબ્રેરી જોવા મળશે. નોર્વેમાં જો કોઈ લેખક પોતાની બુક પબ્લીશ કરે છે તો અહીની સરકાર જ એક હજાર કોપી ખરીદી લે છે અને તેને અલગ-અલગ લાઈબ્રેરીમાં રાખાવી દે છે.
નોર્વેના લોકો ડિજિટલ છે
દુનિયાનો એકમાત્ર દેશ નોર્વે જ છે જ્યાં તમને માથાદીઠ આવક એક વેબસાઈટમાં જોવા મળશે. એટલે કે અહીં ભ્રષ્ટાચાર નહીવત છે. વેબસાઈટમાં દર્શાવવામાં આવે છે કે કયા વ્યક્તિએ કઈ જગ્યાએ કેટલા રૂપિયા ખર્ચ કર્યા અને તેની વર્ષની આવક કેટલી રહી. છે ને મજ્જાની વાત ! નોર્વેમાં દરેક લોકો પાસે પોતાના ઘરનું ઘર છે. એ પણ નાનું નહીં ઓછામાં ઓછા ત્રણ બેડરૂમવાળુ ઘર.
FM રેડિયો પર પ્રતિબંધ
નોર્વે દુનિયાનો એક માત્ર એવો દેશ છે જેણે FM રેડિયો પર પ્રતિબંધ મુકી દીધો છે. આ નિર્ણય તેમણે 2017માં જ લીધો છે. જો કે, અહીંની સરકારે આવો નિર્ણય કેમ લીધો તે ચર્ચાનો વિષય છે.
દીકરો-દીકરી એક સમાન
અહીં દીકરો-દીકરી એક સમાન છે. અહીંની દીકરીઓ તમને સેનામાં પણ જોવા મળશે અને ટ્રેન કે ટ્રક ચલાવતી પણ જોવા મળશે. અલબત અહીંની છોકરીઓ દરેક કામ કરી શકે છે.
શાંતિપ્રિય પ્રજા
નોર્વેના લોકો પણ બહુ શાંત છે. એવું કહેવાય છે કે, કોઈ વાતમાં અહીંના લોકો ડહાપણ નથી કરતા. પોતાના કામમાં વ્યસ્ત રહે છે. જ્યાં સુધી તેમની કોઈ સલાહ ન લે ત્યાં સુધી તેઓ ચુપ જ રહેવાનું પસંદ કરે છે. મતલબ કે ખોટી મગજમારી નહીં કરવાની એટલે નહીં જ કરવાની ! આ દેશની રાજધાની ઓસ્લો છે જ્યાં શાંતિ નોવેલ પ્રાઈઝના એવોર્ડનો કાર્યક્રમ યોજાય છે.
ઠંડીમાં ‘ઠંડી’નો અહેસાસ !
નોર્વેના લોકો ઠંડીમાં બરફના પાણીથી ન્હાય છે ! અહીંના લોકોનું માનવું છે કે ઠંડા પાણીથી ન્હાવાથી હંમેશા ખુશ રહી શકાય છે. એટલે શિયાળામાં તમને અહીં કોઈ
બરના પાણીમાં ન્હાતા જોવા મળે તો આશ્ચર્યમાં નહીં મુકાઈ જતા.
આશ્ચર્યજનક કાયદા
નોર્વેમાં તમને કૂતરા બાંધેલા જોવા નહીં મળે. શ્વાનને બાંધવો એ અહીં ગુનો છે. જો કોઈ ઈમરજન્સી આવી ગઈ તો કેટલીક શરતોને આધિન તમે શ્વાનને બાંધી શકો છે. નોર્વેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એડવર્ટાઈઝમેન્ટમાં નહીં જુઓ. બાળકો પાસે એડવર્ટાઈઝમેન્ટ કરાવવાની મનાઈ છે. અહીં જો કોઈ વ્યક્તિ ખૂન કરી નાખે તે તેના માટે મોતની સજા નથી. વધુમાં વધુ દોષિતોને 21 વર્ષની સજા ફટકારવામાં આવે છે. નોર્વેમાં ક્રાઈમ રેટ ઘણો ઓછો છે જેના કારણે તમે રાત્રે પણ મુક્ત રીતે હરી-ફરી શકો છે. છે ને મજ્જાનો દેશ. તો કોરોના પુરો થાય એટલે ફરી આવો બીજુ શું?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત