Homeસિનેમાવાદમનોજ મુન્તશિરનો કવિતા ચોરી પર જવાબ: માત્ર ચાર લીટી શોધી શક્યા? આટલી...

મનોજ મુન્તશિરનો કવિતા ચોરી પર જવાબ: માત્ર ચાર લીટી શોધી શક્યા? આટલી આળસ?

Team Chabuk-Cinema Desk: કવિ અને ગીતકાર મનોજ મુન્તાશિર પોતાની કવિતાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલના ભોગ બન્યા છે. 2018-19માં મનોજનું પુસ્તક ‘મેરી ફિતરત હૈ મસ્તાના’ આવ્યું હતું. તેમાં એક કવિતા છે મુઝે કોલ કરના. લોકોનું કહેવું છે કે મનોજની આ કવિતા કોઈ અન્યએ લખી છે અને મનોજે તો માત્ર અનુવાદ કર્યો છે. લોકો મૂળ કવિતા પણ શોધી લાવ્યા છે અને સોશિયલ મીડિયા પર પૂરાવો આપી મનોજને ચોર ગણાવી રહ્યા છે.

આ મુદ્દા પર મનોજ કશું બોલવા તૈયાર નહોતા પણ હવે તેમણે ટ્વીટર પર જવાબ આપ્યો છે, ‘200 પાનાનું પુસ્તક અને 400 ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો મળીને માત્ર ચાર લીટી શોધી શક્યા? આટલી આળસ? વધુ લાઈન શોધો. મારી પણ અને અન્ય લેખકોની પણ. એ પછી એક સાથે આરામથી જવાબ આપીશ. શુભરાત્રિ.’

rps baby world

જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં મનોજ પર એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ કવિતા મનોજની મોલિક નથી. 2007માં આવેલી આઈ રોબર્ટ જે લેવરીનું પુસ્તક લવ લોસ્ટ: લવ ફાઉન્ડની કવિતા કોલ મીનું હિન્દી ટ્રાન્સલેશન છે. જેને તેણે પોતાના પુસ્તકમાં અનુવાદ કરી છાપી માર્યું છે.

rps baby world

કેસરી ફિલ્મનું ગીત તેરી મિટ્ટી લખ્યા બાદ મનોજ વિવાદમાં રહેવા લાગ્યા છે. થોડા સમય પહેલા કબીર ખાને મુઘલોને અસલી રાષ્ટ્ર નિર્માતા કહ્યા હતા, એ પછી મનોજ મુન્તાશિરે એક વીડિયો શેર કર્યો હતો જેમાં મુઘલોને ડાકુમાં ખપાવ્યા હતા. મનોજે અકબર, જહાંગીર અને હુમાયુંને ડાકુ કહ્યા હતા. એ પછી ઋચા ચઢ્ઢા અને નીરજ ધેવાને મનોજની આલોચના કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments