Team Chabuk-Political Desk: ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગી માટે બેઠકો કરી રહ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શનિવારે પક્ષમાંથી વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસની વિદાયના સંદર્ભમાં કહ્યું હતં કે, 75 વર્ષ પછી ટિકિટ નહીં આપવાનો પક્ષનો નિયમ હોવાથી તેમને આ વખતે ટિકિટ અપાઈ નથી. વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં પક્ષના કોઈપણ નેતાના સગાને ટિકિટ આપવામાં નહીં આવે. ગાંધીનગરમાં શ્રીકમલમ ખાતે ભાજપનું ‘અગ્રેસર ગુજરાત કેમ્પેન’ લોન્ચ કરતાં ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, પક્ષનો સંકલ્પ પત્ર જાહેર કરતાં પહેલાં ભાજપે ગુજરાતની જનતાનો અભિપ્રાય જાણવા માટે 5થી 15મી સુધી ‘અગ્રેસર ગુજરાત કેમ્પેન’ લોન્ચ કર્યું છે. ગુજરાતની જનતા તેમને વિવિધ સૂચનો કરી શકશે. તેના આધારે પક્ષનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરાશે.
ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે શનિવારે સવારે જ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે આ સંદર્ભમાં સવાલ કરવામાં આવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે, જયનારાયણભાઈ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. તેમને પક્ષે બે વખત ટિકિટ આપી હતી. તેઓ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓ હારી જવા છતાં પક્ષે તેમને ટિકિટ આપી હતી. જોકે, 75 વર્ષ પછી ભાજપામાં ટિકિટની અપેક્ષા નહીં હોય અને 75થી વધુ વયના નેતાઓને ટિકિટ નહીં આપવાનો પક્ષનો નિયમ છે તેના કારણે તેમણે રાજીનામું આપ્યું હશે. પક્ષે તેમનું રાજીનામું સ્વિકારી લીધું છે. આ સિવાય અન્ય એક સવાલના જવાબમાં પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ નેતાના સગાને ટિકિટ આપવાનો નથી.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ