Homeતાપણુંપંજાબ બાદ રાજસ્થાન સરકારમાં ભડકોઃ મુખ્યમંત્રી અશોક ગહેલોતને આ વ્યક્તિએ મોકલ્યું રાજીનામું

પંજાબ બાદ રાજસ્થાન સરકારમાં ભડકોઃ મુખ્યમંત્રી અશોક ગહેલોતને આ વ્યક્તિએ મોકલ્યું રાજીનામું

Team Chabuk-Political Desk: એક બાદ એક રાજ્યમાં રાજકીય ભૂકંપ આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામા બાદ ગઈકાલે પંજાબમાં પણ રાજકીય ઉથલપાથલ જોવા મળી. હવે પંજાબ બાદ વધુ એક કોંગ્રેસ શાસિત રાજ્યમાં રાજકીય ચહલપહલ જોવા મળી છે. આ રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનમાં પણ રાજકીય સળવળાટ જોવા મળ્યો છે. કોંગ્રેસ પાર્ટી હજુ પંજાબના રાજકીય ઉભરાને શાંત કરવામાં પડી છે ત્યાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ઓએસડી લોકેશ શર્માએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. લોકેશ શર્માએ શનિવારે મોડી રાતે સાડા બાર વાગ્યે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી અશોક ગહેલોતને મોકલી આપ્યું છે.

રાજીનામા પાછળનું કારણ ખુદ લોકેશ શર્માએ પોતાના એક ટ્વિટને ગણાવ્યું છે. ટ્વિટમાં લોકેશ શર્માએ લખ્યું હતું કે, મજબૂત કો મજબૂર, મામૂલી કો મગરુર કિયા જાયે… બાડ હી ખેત કો ખાએ, ઉસ ફસલ કો કૌન બચાએ.. એટલે કે લોકેશ શર્માનું કહેવું છે કે તેમના આ ટ્વિટને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. તેમના આ ટ્વિટને પંજાબની રાજકીય ચહલપહલ સાથે જોડવામાં આવી રહ્યું છે. જે એકદમ ખોટું છે. તેથી તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.

લોકેશ શર્માએ પોતાના રાજીનામામાં લખ્યું છે કે, હું 2010થી ટ્વિટર પર સક્રિય છું. આજ સુધી મેં પાર્ટી લાઈનથી અલગ કોઈપણ એવા શબ્દો નથી લખ્યા જેને ખોટા કહી શકાય. મેં મારી મર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈ પણ રાજનૈતિક ટ્વિટ નથી કર્યું. તેમ છતાં જો તમને લાગતું હોય કે મારાથી જાણી જોઈને કોઈ ભૂલ થઈ હોય તો હું રાજીનામું મોકલી રહ્યો છું. નિર્ણય તમારે કરવાનો છે.

એ વાત પણ જગજાહેર છે કે પંજાબની જેમ રાજસ્થાનમાં પણ કોંગ્રેસમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. 2018માં વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે તણાવ ચાલ્યો આવે છે. ઘણી વખત બન્ને વચ્ચેનો આ ઝઘડો સપાટી પર પણ આવી ચૂક્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments